________________
કી
તૃતીય પરિચ્છેદ
પ્રિયદર્શિન ( ચાલુ) તેને પિતાના પૂર્વ જન્મની થયેલ જાણ અને તેને લઈને તેના સાંપ્રત જીવન ઉપર પડેલ પ્રભાવ—દિગ્વિજય કરવા નીકળતાં પ્રારંભનાં ચેડાંક વર્ષને હેવાલ–ઉપાસક વૃત્તિને ઉદ્દભવ અને તે ઉપથી આદરેલી ધર્મયાત્રાનું વર્ણન-ફરીને દિગ્વિજય માટે કરેલા પ્રયાણ અને તેને સંપૂર્ણ બનાવ્યાનું આપેલ યથાસ્થિત ખ્યાન શ્રાવક વૃત્ત અંગિકાર કરી સ્વધર્મમાં બાંધેલ ગાઢ પ્રેમ, છતાં સર્વ પ્રજાજનના ધર્મ પ્રત્યે તેણે બતાવેલી ધર્મસહિષ્ણુતા–ધર્મ ભક્તિની તેના ઉત્તરાવસ્થાના જીવન ઉપર પડેલ છાયા–તેના ધર્મના મુખ્ય તત્વના રહસ્યની આપેલી સમજણ તથા તે ઉપરથી પ્રજાના માનસ ઉપર પડેલું પ્રતિબિંબ–તેના ધર્મની વિશિષ્ટતાનું કેટલુંક વર્ણન–તેણે અખત્યાર કરેલ લેક કલ્યાણના માર્ગે–તે સર્વ માર્ગોનું ધાર્મિક, સામાજીક અથવા નૈતિક, આર્થિક અથવા વ્યાપારિક તથા રાજકીય એમ ચાર પ્રકાર રનું વર્ગીકરણ કરી, દરેકની આપેલી સમજૂતી.