________________
પરિચછેદ ]
જીવન ઉપર અસર
૩૨૯
૨૮૫ જુઓ. ખડક લે. નં. ૮) તે પછી તુરતજ દક્ષિણાપથની દિગ્વિજય યાત્રાએ તે નીકળ્યો. ( મ. સં. ૨૪૩ ની મધ્યમાં), તે દિશામાં પણ લગભગ અઢી વરસ ગાળી, ઉપર જણાવી ગયા પ્રમાણેને સર્વ પ્રદેશ પિતાની આણમાં લાવી મૂકયો. અને મ. સં. ૨૪૪=ઈ. સ. પૂ. ૨૮૩ આખરે અવંતિમાં પાછા આવી પહોંચ્યો. તેવામાં ન આંધ્રપતિ ગાદીએ આવ્યો. તે યુવાન હતા. આ નૂતન આંધ્રપતિ અને કલિંગાધિપતિ શાત કરણી તરફને પિત્તો ખસી ગયેલો સાંભળી ત્યાં દોડી જવું પડયું. ( ઈ. સ. પૂ. ૨૮ ) ત્યાં પણ લગભગ આઠ નવ મહિના રોકાઈ સર્વે પ્રકારે શાંત કરી, ત્યાં ફરીને પાછાં કાંઈ હુલ્લડ કે બખેડા ન થાય તે પાકે બંદોબસ્ત કરી સ્વદેશ આવી પહોંચ્યો ( મ. સં. ૨૪૬=ઈ. સ. પૂ. ૨૮૧ ). એટલે સમસ્ત ભારત વર્ષ તથા પશ્ચિ- મના મુલકની વિજય યાત્રા પૂરી થવાથી, સહર્ષ વધાઈ ખાવા તથા સાથે સાથે આશિર્વાદ મેળવવા પિતાની જનેતાને નમન કરવા તેણીના રાજમહેલે ગયો. પણ માતાએ તે ઓવારણાં લેવાં અને આશિષ દેવાને બદલે ઉલટું મોં મચકેડી આડું જ જોયું.૨૨ રાજા પોતે આથીખિન્ન થયો અને માતાજી ને તેમ કરવાનું કારણ પૂછ્યું. માતાએ જણાવ્યું કે હે પુત્ર, તેં અત્યાર સુધી ભલે સારા વિશ્વની પૃથ્વી જીતવામાં વિજય મેળવ્યો છે ખરો. પણ તે તે બધું હિંસામય કાર્યું હતું અને તેથી તે
આ ભવે રાજવૈભવ પામી તારા પૂર્વ ભવની સુત-કરણી ગુમાવી બેસવા જેવું કર્યું છે. એટલે તે વિચારથી હું દિલગીર થઈ છું. માટે જે મને પ્રસન્ન કરવી હોય અને તારું પણ આત્મિક કલ્યાણ કરવું હોય, તે આવાં હિંસામય કાર્યથી નિવૃત થયા અને શ્રાવક વૃત્ત ગ્રહણ કરી, ધર્મ કરણી કરઃ પિતાની માતાનું આ વચન તેના હૃદયમાં સેસરૂ ઉતરી ગયું; તુરત માતાને પગે લાગે અને ખાત્રી આપી કે, હવેથી તે પ્રમાણે જ હું કરીશ અને આચરણમાં મૂકીશ. પછી એકદમ ગુરૂમહારાજ પાસે જઈ, શ્રાવકના આઠ વૃત્તિક ગ્રહણ કર્યા ( જુઓ શિલાલેખ ) મં. સં. ૨૪૬ ની આખર ઘણું કરીને ( અથવા બહુ મ. સં. ૨૪૬ ની મધ્યમાં) હશે. આ વૃત્તો ગ્રહણ કર્યો એટલે તે સમ્યકત્વ ( હિમ-શબ્દ પણ જૈન ધર્મમાં સમ્યકત્વ ને બદલે વપરાય છે ) ને પામ્યો એમ ગણાય (ખડક લેખ નં. ૮) આ પછી તુરત, તેમના ગુરૂમહારાજ ના વડિલ બંધુનું સ્વર્ગ ગમન થયું.
હવે પોતે જે વૃત ગ્રહણ કર્યું હતું, તેને અમલમાં મૂકવા તરફજ સર્વલક્ષ દેવા માંડયું. પહેલાં તે પોતાનાં ધર્મનાં મંદિર બંધાવવાના હુકમ કાઢયા અને જૈન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે, દરરોજ એક જૈન મંદિર સમાપ્ત થયાના સમાચાર સાંભળે, ત્યારે જ દાતણું પાણી કરવું એમ ઠરાવ્યું હતું. આ પ્રમાણે નવાં મંદિર બંધાવવાં
જે સમયે પાદલિપ્તસૂરિએ પાલીતાણા વસાવી, ત્યાંથી શત્રુંજય પર્વત ઉપર ચડવાને માગ ઠરાવી દીધે. ( જુઓ પુ. ૩ અને ૪ થું )
( ૨ ) જુઓ પરિશિષ્ટ પર્વ ભાષાંતર; તથા ભરતેશ્વર બાહુ, વૃતિ ભાષાંતર. મહાન સંપ્રતિ ૫ ૨૨૯
(૨૩) શ્રાવકના તે તો ૧૧ છે: પણ છેલ્લાં ત્રણ એવા છે કે, તે રાજપદે જે વ્યક્તિ હોય તેનાથી બહુધા, કઠિનતાથી પણ પળાય તેમ નથી. એટલે
બાકીના આઠ લીધાં હશે એમ સમજાય છે.
( ૨૪ ) તેમના ગુરૂ મહારાજનું નામ આર્ય સુહસ્તિછ હતું. અને તેમના વડીલ બધુ ( સંસારીપણે પણ મોટા ભાઈ થતા હતા તેમ દીક્ષા પણ તેને હાથેજ લીધી હતી અને તેની સાથે જ વિચરતા હતા એટલે દીક્ષાને અંગે પણ વડીલ બંધુ જ હતા ) શ્રી આર્ય મહાગિરિજી હતું : તેમનુ સ્વગ અવંતિ પ્રદેશમાં આવેલ ગદ્વપદ નામના એક શિખર ઉપર થયું છે. ( સરખાવો નકશે ન, ૧ માં દર્શાણ શબ્દ વિવેચન )
૪૨