________________
- -
li[ll
* *
INTIJlitill ME:/PfWliff I,Iull !'t ////
*
* *
* *
ચતુર્થ પરિચ્છેદ
સમ્રાટ પ્રિયદર્શિન ( ચાલુ ) ટૂંકસાર–રાજા શ્રેણિકથી ચાલી આવતી રાજવ્યવસ્થામાં મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત રાજપુરોહિત પં. ચાણકયની સલાહાનુસાર જે સુધારા અમલમાં મૂક્યા હતા તેમાં મહારાજા પ્રિયદર્શિને કરેલ સમયને બંધબેસતા ફેરફારનું વર્ણન-તેમાં રાજકુટુંબનાં માણસને તથા સગાંઓને જોડવામાં તેણે બતાવેલડહાપણ આખા સામાજ્યના એકવીસ જેટલી સંખ્યામાં પાડેલ ભાગે, તેનાં પાટનગરો તથા તે ઉપર નીમેલા સૂબાઓને કેટલેક દરજજે આપેલ ખ્યાલ-સમ્રાટની અનેક કૃતિઓનાં નામ (જેવાં કે નાના મોટા ખડક લેખ, સ્તંભ લેખે, સૂપ, પ્રચંડકાય મૂર્તિઓ ઈ.) તેમજ ઉભાં કરવામાં આવેલ તેમની સંખ્યા, તેમનાં સ્થાન તથા હેતુ વિશેની સંક્ષિપ્તમાં આપેલી માહિતી–આમ કરવામાં કઈ રાજકીય હેતુ હેવાનું અદ્યાપિ પર્યત ધરાતું આવ્યું છે, પણ તે તેમ ન હોવાને બદલે તેમાં કેવળ ધાર્મિક હેતુજ રખાયેલ છે, તેની કરેલી સમાચના–તે ઉપરથી આર્ય સંસ્કૃતિના સરણને કરેલ નિરધાર; એટલે કે તેનું વહન પશ્ચિમમાંથી પૂર્વમાં કે પૂર્વમાંથી પશ્ચિમમાં થયું હોવું જોઈએ તે બાબતની કરેલી ચર્ચા–સુદર્શન તળાવ મૌર્યવંશી સમ્રાટેએ સૌરાષ્ટ્રના ગીરનારજીની તળેટીમાં બંધાવ્યું છે તેમાં પણ અન્ય કૃતિઓની માફક રાજકીય હેતુ ને બદલે ધાર્મિક ઉશજ સધાયો છે તેની કરી આપેલ ખાત્રી છેવટે સમ્રાટ પ્રિયદર્શિનના શાસનની કરેલી સરખામણીઃ તેમાં તેના રાજકીય જીવનની, બને હિંદી તથા અહિંદી (યુરોપીય તેમજ અમેરિકન ) શાસકે સાથેની અને ધાર્મિક જીવનની, વૈજ્ઞાનિક તત્ત્વવેત્તાઓ સાથેની તુલના કરી બતાવી છે