________________
પરિચ્છેદ ]
અનેક કૃતિઓ
30
ત્રુટીઓ પૂરી દે અથવા એવી સંપૂર્ણતાએ પિત- પિતાની બનાવટને પહોંચાડી શકે કે જે સારાયે જગત ભરમાં નિરંતરને માટે બે નમુન જ રહે. અને તે આપણે નિહાળી શકીએ પણ છીએ કે, તેના ઉપર ( નથી સ્તંભ ઉપર કે નથી મૂર્તિ ઉપર ). પાણી, વરસાદ કે હવાની એકત્રિત અસરની બીલકુલ છાયા સરખીએ લાગી નથી.
આ સ્તંભે કે મૂર્તિઓ કાંઈ એક ઉપર એક પત્થર કે ચુના–સીમેંટના થર ઉપર થડ ચડાવી ને ચણી કાઢવામાં આવી હોય તેમ તો તે નથી જ. પણ સલંગ, એકજ કટકાએ, અને એકજ વસ્તુમાંથી કેમ જાણે ઘડી કહાડી હોય તેમ જણાય છે અને તેથી જ નિરીક્ષકોને દિગમૂઢ બનાવી દીધા છે. પ્રથમ તે આવી કૃતિઓ બનાવાનું કાર્યજ મહતી પ્રવીણતા ભરેલું છે અને તે બનાવ્યા પછી રંજ માત્ર પણ તેને આંચ આવ્યા સિવાય, યથાસ્થાને તેને ઉભી કરીને સ્થિત કરવાનું કાર્ય તેથી પણ દુષ્કર છે. કારણ કે રચવાનું કાર્ય તે કળાકારની બુદ્ધિમતા ઉપર આધાર રાખે છે જ્યારે ઉભા કરવાનું કાર્ય અને તેમાં વળી મૂતિઓ તે ઉંચા ઉંચા પર્વતના ઠેઠ ઉપરી ભાગે ખડી કરવામાં આવી છે-તે અગણિત મનુષ્યના એકત્રિત શારીરિક બળ-ગજાથી–પણ ઉપરવટનું છે. તેમાં તે યાંત્રિક સહાયજ ઉપયોગી થઈ પડે. તે શું તે સમયે યાંત્રિકવિદ્યા પણ તેટલા ઉચ્ચ પ્રમાણમાં ખીલવટને પામી હતી કે ? આવા આવા પ્રશ્ન તે કૃતિઓને જેનારામાંના દરેક વિચારકને ઉદભવે છે. ગમે તેમ હોય પણ વસ્તુ સ્થિતિ તે પ્રમાણે હતી જ,
આવી પ્રચંડ-ગંજાવર વસ્તુઓ, વહન કરવામાં કે તેને બનાવવાનાં સ્થળેથી ઇચ્છિત
સ્થળે લઈ જવામાં, હાલના કહેવામાં આવતા યાંત્રિક કળામાં અતિ આગળ વધેલા જમાનામાં પણ, કેટલા પરિશ્રમની અને કેટલા દ્રવ્ય-વ્યયની જરૂર પડે છે તેને ખ્યાલ કંઈક અંશે હજુ ગઈ કાલેજ ખુદ લંડન શહેરમાં બનેલા એક બનાવથી વાંચક વર્ગના મન ઉપર આવી શકે તેમ છે. એટલે વર્તમાન પત્રમાં આવેલ હકીકતને તે ફકરો, અક્ષરશઃ અત્રે ઉતારી લેવો અગ્ય નહીં ગણાય. “ દુનિયામાં સઉથી મેટે ભાલ-૬૮ ફીટ
લંબાઈ, ૯૮ ટન વજન
નવી ટેલ કે જે મારબલ આરચ નજદીક બંધાય છે તેના સૌથી મોટામાં મોટા ભાલને લંડન શહેરથી ૨ માઈલ જેટલું છેટે, હોટલવાળી જગાએ લાવતા ૪ કલાક થયા છે.
ભાલ ૬૦ ફીટ લાંબો અને ૯૮ ટન વજનનો છે, અને લારી સાથે તેની લંબાઈ અને વજન, અનુક્રમે ૧૦૭ ફીટ અને ૧૬૪ ટન થયા હતા.
ભાલને સીધે રસ્તે નહીં લાવતાં, જુદે જ રસ્તે લાવવો પડયો હત; જેમ કરતાં વચ્ચેની દીવાલો વિગેરે જમીન દોસ્ત કરવી પડી હતી.
રેલ્વેથી લારી સુધી સંખ્યાબંધ કામદારે કામે લાગવા છતાં, તેને લાવતાં ૨૪ કલાક લાગ્યા હતા. મીડલબરે જ્યાં તે ઘડાયું હતું ત્યાંથી આવવાના પ્રવાસના ખરચના પાઉન્ડ ૨૦૦૦૦ લાગ્યા હતા. ” ( આ તે હજુ જમીનની સપાટી ઉપરની જ વાત થઈ, પણ પર્વત ઉપર લઈ જવાનું કાર્ય કેવું કઠિન હશે તે લખવા કરતાં વિચારી લેવું જ ઠીક ગણાશે.૭૨).
હવે આપણે એમ સાબિત કરી ચૂકયા
(૭૦) આ લખાણ ૧૯૩૧ માં દાખલ કર્યું છે. તેથી “ ગઇકાલ” શબ્દ ત્યાં લખ્યો છે. બાકી મૂળ પુસ્તક તો ૧૯૨૦ ના અરસામાં તૈયાર થઈ ગયું હતું અને ૧૯૩૬ માં છપાઈને બહાર પાડવામાં
૪૮
આવે છે. | ( ૭ ) જુએ મુંબઈ સમાચાર ૨૦-૧૦-૩૧ વાર મંગળ પાનું. ૧; “ દુનિયામાં સૌથી મોટે ભાલ ”
( ૭૨ ) શ્રવણ બેલગેલ તીર્થના પહાડ ઉપર