________________
ક્રમ
All tili
S
'
try
પંચમ પરિચ્છેદ
-
ટૂંકસાર–
પરિશિષ્ટ --ધમશોક વિષે છે. તેમાં નંદવંશી બીજા રાજાનંદને કાળાશક, તથા મૌર્યવંશી અશોકને પ્રથમ ચંડાશક અને પાછળથી ધર્માશોક હોવાનું વિદ્વાનોએ મનાવ્યું છે. પણ આ બંને વિશેની માન્યતા કેવી ભૂલ થાપ ખવરાવે છે. તેમજ ધમશોક રાજા તો તદ્દન નવીનજ વ્યક્તિ છે, અને તે મૌર્ય વંશી હોવા ઉપરાંત કાશિમરપતિ હતા તથા જૈન ધર્મ પાળતો હતે તે સર્વ હકીકત રાજતરંગિણિ નામના પુસ્તકની સાક્ષીએ આપી સાબિત કરી બતાવી છે.
પરિશિષ્ટ –સુદર્શન તળાવને લગતું છે. ક્ષત્રિયવંશી રાજા રૂદ્રદામને તેને દુરસ્ત કરાવ્યાનું, અને તેની ઉત્પત્તિ રાજકીય હેતુસર થઈ હેવાનું, મનાતું આવ્યું છે. આ બન્ને માન્યતા પુરાવા આપીને ફેરવી નાંખવી પડી છે.
પરિશિષ્ટ -કુમાર દશરથ અને શાલિશુકને લગતું છે. આ બન્ને કુમાર વ્યક્તિઓ અશોક અને પ્રિયદર્શિનની સમકાલીન છે, તેમ મૌર્યવંશી રાજકુમારો જ છે. આ હકીકત હજુ સુધી અંધારામાં જ પડેલી છે તેને સારી રીતે પ્રકાશમાં આવ્યું છે.
પરિશિષ્ટ -કાશ્મિ પતિ જાલૌક સંબંધી છે. કોઈ પણ ભારતીય ઇતિહાસમાં આના સંબંધી ચર્ચા જ કરવામાં આવી નથી. જ્યારે ખરી રીતે તે પણ મૌર્યવંશી એક કુળદીપક જ હતું. તેને લગતી અનેક અતિહાસિક બાબતે રજુ કરવામાં આવી છે.