________________
પરિચ્છેદ ]
સાથેની સરખામણી
૩૮૫
વ્યક્ત કરીને ડૉ. ડી. આર. ભાંડારકરે પિતાના
અશોક ” નામના પુસ્તકમાં પૃ. ૨૨૫ ઉપર ઉતાર્યા છે તેનું અવતરણ, પિતાના મ. સા. ઇ. ના પૃ. ૬૨૪ માં કર્યું છે. તે શબ્દો આ પ્રમાણે છે. Asoka has been compared by various scholars with Roman Emperor Constantine the Great, another Roman Emperor by name Aurelius Antonicus ( A. D. 121 to 180 ) by others, with king Alfred, Charlemagne, Omer Khaliff I etc=1712 24 2015તુલના અનેક વિદ્વાનોએ રોમન શહેનશાહ કેન્સ્ટન્ટાઈન ધી ગ્રેટ સાથે વળી એક બીજા રોમન શહેનશાહ નામે રેલીઅસ એન્ટાનિકસ ( જેને સમય ઇ. સ. ૧૨૧ થી ૧૮૦ છે. ) ની સાથે: વળી બીજાઓએ ઍલફેડ, શાર્લમેન, ઉમ્મર ખલીફ પહેલે, ઈત્યાદિ, ઇત્યાદિની સાથે કરાવી છે. આ અભિપ્રાય છે તે બીજાઓને પણ મિ. ભાંડારકરે ઉતાર્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે તે મિ. ભાંડારકરનું જ મંતવ્ય રજુ કરતાં તેમણે લખ્યું છે કે, Bhandarker with Akbar the great; some Europeans put him equal to the great, Caesar & Napoleon = ભાંડારકર પોતે તેની ( અશોકની ) તુલના શહેનશાહ અકબરની સાથે કરે છેઃ (તેમજ ) કેટલાક યુરોપીઅન (વિદ્વાનો) અલેકઝાંકર ધી ગ્રેટ, સીઝર અને નેપલીઅન ની સમાન તેને ગણવે છે.
ઉપર પ્રમાણે ભિન્ન ભિન્ન અભિપ્રાયો ટાંકીને, મજકુર વેલ્સ મહાશયે જ લખેલ શબ્દ પિતાને વજનદાર લાગતા હોવાથી તેમજ તે શબ્દ અતિ વિખ્યાત માસિક ધી એન્ડ મેગેઝીન "ના ૧૯૨૨ ના સપ્ટેમ્બરના અંકમાં પૃ. ૨૧૬ અને આગળ લખાયેલ હોવાથી, મૌ. સા. ઇ. ના કર્તા કાંગડી ગુરૂકુળના આચાર્ય
૪૯.
શ્રી વિદ્યાભુષણ અલંકારજીએ પૂ. ૬૧૦ માં ઉધત કર્યા છે. તે આ પ્રમાણે છેAmidst the tens of thousands of names of monarchs, that crowd the columns of history, their majesties and graciousness and serenities and royal highness and the like, the name of Asoka shines and shines almost alone, a star. From the Volga to Japan, his name is still honoured. China, Tibet and even India, though it has left bis doctrine, preserve the tradition of his greatness. More living men cherish his memory to-day than have ever heard the names of Constantine or Charlemagne " રાજા મહારાજાઓનાં, ધર્માચાર્યોનાં અને શાંતિપ્રચારકેનાં તેમજ શાહજાદાનાં અને તેવાંજ અન્ય પદવીધારીઓનાં જે લાખે નામો ઇતિહાસના ચોપડે ચડી ચૂક્યાં છે તેમાં અશોકનું નામ પણ ઝળકી રહ્યું છે. અને કદાચ તે સર્વેમાં શિરોમણી તરીકે એક તારકા તરીકે જ તે ઝગમગી રહ્યું છેઃ (પશ્ચિમમાં ઠેઠ ) વગાથી ( પૂર્વમાં ) જાપાન સુધી તેના નામ તરફ માનપૂર્વક દષ્ટિથી જોવાય છે. ચીન, તિબેટ અને હિંદમાંથી પણ ભલે તેના ( અશોકે પ્રવર્તાવેલા ) ધાર્મિક સિદ્ધાંતોએ વિદાયગિરિ લીધી છે છતાં તેની પ્રભાવિકતાની દંતકથાઓ સચવાઈ રહી છે. ( અને ) કેન્સ્ટન્ટાઇન કે શાર્લમેનના નામનું સ્મરણ કઈ દિવસ સંભારાતું હોય તેના કરતાં વિશેષપણે આજે પણ અસંખ્ય જીવંત મનુષ્યો તેના ( અશોકના ) નામ તરફ મમતા ધરાવે છે. ” જો કે ઉપરના શબ્દો તો અમુક અમુક ગ્રંથકર્તાનાજ મૂળ શબ્દો છે. પણ