Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 434
________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ ૩૭ ગમન બાદ એમના દેહને અગ્નિ સંસ્કાર કરતાં જે ભસ્મરક્ષા થતી, તેમાંની થેડીક ડાબડામાં સંગ્રહી રાખવામાં આવતીપ૦ અને આવા દાબડાને સમાધિમંદિરરૂપે અમુક આકારનું ચણતર કામ બનાવી, તેની અંદર એક ગર્ભગૃહ બનાવવામાં આવતું; અને તેમાં તે મૂકવામાં આવતા હતા. આ સમાધિ મંદિરે તે આપણા સ્તૂપ=Topes, શ્રી મહાવીર પટ્ટધર ઉપરાંત અન્ય વિદ્વાન આચા ના પણ સમાધિ મંદિર ચણાવાતાં. આ સર્વે સમાધિ મંદિર, કાંઇ તે તે દેહ-રિક્ષાવાળી વ્યકિતઓનાં મૃત્યુસ્થાન ગણવાનાં નથી. ( જે તેમ હોત તે મહારાજા પ્રિયદર્શિન તેમના ઉપર પણું M. R. E. ઉભા કરત. કારણ કે જ્યારે તેમણે પિતાના રાજકુંટુંબી–પુરૂષે, ભાયાત પ્રત્યે જે માન દર્શાવ્યું છે તેમના કરતાં તે આ આચાર્યો તેના મનમાં વધારે પવિત્રતા ધરાવતા મનુષ્ય હતા જ. પણ તેમના મૃત્યુસ્થાની અસલ નિશાની રૂ૫ તે સ્થળો ન હોવાથી, તેને ભેદ દશૉવવા આવા સ્તૂપની રચના ઊભી કરી દીધી હતી ) પણુ અગ્નિસંસ્કાર કર્યા બાદ, જે રક્ષા રહેતી, તેને સંગ્રહ (સંચય ) કરવા પૂરતાં જ આ સ્થાને હતાં. અને તેથી જ આવી કૃતિઓ એકી સાથે વિશેષ સંખ્યામાં એક જ સ્થાને ભેગા થએલી (આવા એક સમુહને હાલના વિદ્વાને The Bhilsa Topes ના નામથી ઓળખે છે )" આપણી દષ્ટિએ પડે છે. અન્ય સ્થળે આવા સૂપો ઉભા ન કરતાં, આ સ્થળને શા માટે પસંદ કરવામાં આવ્યું કે તેની શું વિશિષ્ટતા હતી, તે પ્રશ્ન પણ જૈનધર્મની સાથે સંકલિત થયેલ છે. અત્યારસુધી જૈનપ્રજામાં એમ માનવામાં આવે છે કે શ્રી મહાવીરનું નિવણસ્થાન મેક્ષકલ્યાણક8_બંગાળ ઇલાકામાં આવેલ પાવાપુરી છે. જો કે તે માટે કોઈ ઐતિહાસિક પુરાવો કોઈ તરફથી રજુ કરાતે નથી જ. બાકી આવા સૂપ જેવા સમાધિ મંદિરો મહારાજા પ્રિયદર્શિને શ્રી મહાવીરની મોક્ષભૂમિની સાથે સંયુક્ત કરીને, એક મોટામાં મોટું સર્વોત્કૃષ્ટ ઐતિહાસિક સત્ય સાચવી રાખવા પ્રયત્ન સેવ્યો. છે. અને જૈન પ્રજાને પણ તેમની પુરયવંતી વિભૂતિઓ પ્રત્યે ભક્તિભાવ દર્શાવવાની, તેમજ સાથે સાથે તેમનાં દર્શન કરી પિતાને કૃતકૃત્ય થયેલ માની, મનુષ્યદેહ સાર્થક થયાને સંતોષ લેવાની, સંપૂર્ણ સામગ્રી એકઠી કરી આપી છે. જૈન પ્રજ પ્રત્યે, જે અનેક ઉપકર સમ્રાટ સંપતિએ કર્યા છે, તેમને આ પણ એક વિશિષ્ટ ઉપકાર છે. ૫૫ સર્વે સ્તુપ ૫૬ કાંઈ મથાઈ છે તે વિશે કેટલુંક વિવેચન આપણે પૃ. ૧૯૨ અને આગળ ઉપર કરી ગયા છીએ તે જુઓ. ' (પર ) વિશેષ હકીકત માટે, સર કનિંગહામ કૃત “ધી ભિલ્લાસ” નામનું પુસ્તક જુઓ. ( ૫ ) જુએ ઉ૫રની ટીક નં. ૪૩. કલ્યામુક = “ કલ્યાણ કરનારાં ” એમ શબ્દાર્થ થાય છે. બાકી રૂઢીથી તીર્થકરના જીવનના પાંચ પ્રસંગેને હમેશાં કલ્યાણક કહેવાય છે. તે પ્રસંગે આ પ્રમાણે છે (૧) ચ્યવન ( ૨ ) જન્મ ( ૭ ) દીક્ષા (૪) કૈવલ્ય ને (૫) મોક્ષ.” (૫૪ ) આ તીર્ય માટે તાંબરદિગંબર બંનેએ, તે મંદિર પિતાની માલિકીનું છે, એમ સાબિત કરવા કે ચલ, લાખ રૂપીઆની ધૂળધાણું કરી નાંખી છે? પણ ખરી રીતે તે જગ્યા મેક્ષ કલ્યાણકની ભૂમિજ નથી. (44) History of Fine Arts in India and Ceylon by V. A. Smith 1911 P. 14:-" The huge mass of solid brick masonary known as the great Stupa of Sanchi may be his ( A soka=24149 34દર્શિત લેખવાને છે ) work ” (૫૬) આ સ્વપમાં તેની ભસ્મ-રક્ષા સંગ્રહિત થયેલી છે; તથા ભસ્મ રહિત અન્ય સ્તૂપો શા માટે રચવામાં આવ્યા છે તે સર્વેનું વિશેષ વર્ણન, મહારાજા પ્રિયદર્શિનના જીવન ચરિત્ર નામક સ્વતંત્ર પુસ્તકમાં જુઓ,

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532