Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 435
________________ ૩૭ર પ્રિયદર્શિનની [ ચતુર્થ રક્ષા–સંગ્રહનાં સ્થાને જ નથી. કેટલાંક અન્ય પ્રસંગ પરત્વે પણ ચણાયેલાં છે. અને તેની સાબિતી એ છે કે, જેમ કેટલાય સ્તૂપને ઉઘાડવામાં આવ્યા ત્યારે ગર્ભગૃહમાંથી રક્ષાના દાબડા પ્રાપ્ત થયા છે, ત્યારે કેટલાક સર્વદૃષ્ટિથી, મજબૂત અને અખંડ વિદ્યમાન હોવા છતાં, તેમને ઉઘાડવામાં આવ્યા, ત્યારે દાબડા રહિત જ માલમ પડ્યા હતા. ભસ્મ સહિત અને ભસ્મ રહિતના સૂપનાં સ્થાનનું તારતમ્ય શું છે તે પણ રાજકીય ઇતિહાસ કરતાં વિશેષપણે જૈન ધર્મના ઇતિહાસને લગતા વિષય અને અત્યારે આપણે તેને છોડી દેવો પડશે. ઉપર આપણે જણાવ્યું છે કે, આ સૂપ માંને મોટે ભાગ ભસ્મનાં-સંગ્રહસ્થાન રૂપેજ છે, વળી તેમાંની ભસ્મ જે જે વિભૂતિ-મહાત્માની છે, તેઓ જુદા જુદા સમયે અસ્તિ ધરાવતા હતા. એટલે તેમના સ્વર્ગે સીધાવ્યાના સમય પણ એક બીજાથી ભિન્ન જ છે, છતાં તેમાંના સર્વે ભસ્મ-કરંડક ઉપર જે લિપિ આલેખાયેલ છે, તે સમ્રાટ સંપ્રતિના સમયની જ માલુમ પડે છે. એટલે એકજ અનુમાન થાય છે કે, રાજા સંપ્રતિની પૂર્વે, તે ભસ્મ કરંડાની સ્થિતિ અન્યસ્વરૂપે શોચકારક હશે, તે તેમણે આવી રીતે ભકતજનની બેદરકારીથી વેડફાઇ જતી અને આખરી પરિણામે નષ્ટ પામતી બચાવી લીધી અને તે પવિત્ર ચીજોને એકઠી કરી માનબુદ્ધિ તથા ધર્મ પ્રત્યેની ભકિતથી જીર્ણોદ્ધાર કરી, સંગ્રહસ્થાન રૂપે જાળવી લીધી; અને તે તે ઉપર લેખ લખાવ્યા. એટલે સર્વે કરંડક ઉપર એક જ જાતનો લિપિ આપણે જોઈએ છીએ; અથવા બીજો સંભવ એમ પણ હોઇ શકે છે. શ્રી મહાવીરના સમયથી એટલે ઈ. સ. પૂ. છઠ્ઠા સૈકાથી જે લિપિ લખાતી ચાલી આવતી હતી. તેની અને સંપ્રતિના સમયની લિપિ વચ્ચે તફાવત નહીં હોય. વધારે સંભવ બીજા અનુમાન તરફ ઢળતા કહી શકાશે. કેમકે, જેમ આ સ્થાન ઉપર સ્તૂપો છે તેમ તેને મળતા સ્વરૂપને એક અન્ય સ્તૂપ ભારત નામના ગામે પણ છે. અને તેના જુદા જુદા ભાગ ઉપરના લિપિ અક્ષરે પણ આ સાંચી સૂપને મળતા આવે છે એટલું જ નહીં, પણ બને સ્થળામાં જેટલા જેટલા અક્ષરો કોતરાવાયા છે તે સર્વ અરસપરસ સર્વ રીતે મળતા દેખાય છે. એટલે એમ સમજાય છે કે તે બન્ને સ્થાનેના ભિન્ન ભિન્ન સ્તૂપના અક્ષર એકજ લિપિના છે. વળી આપણને એમ પણ જણાયું છે, કે ભારત તૂપમાં અમુક સ્તંભ-Pillar-રાજા અજાતશત્રુએ પૂજા માટે ઉભો કરાવ્યો છે તેમ વળી એક અન્ય સ્તંભ રાજા પ્રસેનજીતે પણ ઉભો કરા છે. તેમ જ સ્થાને બીજી વ્યકિતઓએ બનાવેલ અન્ય કામ પણ નજરે પડે છે. અને આ સર્વે બનાવનારાઓ કાંઈ એક જ સમયે તો થયા નથી જ; એટલે કે તેમને સમય અને સ્થાન ભિન્નભિન્ન છે. છતાં તેમણે કેતરાવેલ લિપિના અક્ષર એકજ તરેહના છે. એટલે એ સાર નીકળે છે કે પ્રિયદશિનના સમય સુધી લિપિની પદ્ધતિ એક સરખીજ ( અથવા બહબહુ તે, માલુમ ન પડી શકે તે ફેરફાર સિવાય ) ચાલી આવી હશે. A History of Fine Arts in India & Ceylon by V. A. Smith P. 14. For the safe custody of relics or to mark a spot associated with an event, sacred in Buddhist or Jain legend. Until a few years ago, the stupa was universally believed to be peculiarly Buddhist but it is now matter of common knowledge that the ancient Jains built stupas, identical in form and accessories with those of the rival religion. (૫૭) ઉપરની ટીકા (નં. ૫૬ ) જુએ.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532