________________
પરિચ્છેદ ]
દેવપાળને અમલ
૩૧૭
ધાયું હોય અને રાજા દેવપાળ ત્યાં (ઈ. સ. પૂ. ર૭૬ થી ૨૭૦=રાજા પ્રિયદર્શિનના રાજ્યાભિષેક બાદ૨૮ ૧૪મા વર્ષથી તે ૨૦મા વર્ષ સુધીના ) નેપાળ જીત્યા પછી તુરતમાં જ નીમાયા હેવાથી પ્રથમ તે એકલા જ ( પિતાની રાણી ચારૂમતી સિવાય ) રહેલા; એટલે હવે છ છ વર્ષને પિતાના પતિથી પોતાની કુંવરી ચારૂમતીને વિયોગ થયેલ હોવાથી, અવંતિથી નેપાળ સુધી તેણી ને દૂર મોકલવા માટે પાછી સાનુકુળ સંજોગે કયારે મળે? હું મારી સાથે જ લઈ જઉં તે શું ખોટું? આવા વિચારથી મહારાજા પ્રિયદર્શિને પોતાની સાથે કુંવરી ચારૂમતીને તેડી ગયેલઃ અને બળવો શાંત થતાં, પોતે એકલા જ પાછા ફર્યા હોય અને કુંવરી ચારૂમતી પિતાના પતિ દેવપાળ પાસે જ રહી હોય તે પછી કેટલોય કાળ રાજા દેવપાળેરાણી ચારૂમતી સાથે રહીને રાજ્ય કર્યું હોય. ધર્મોલ્લોત કે કાર્ય–જેવાં કે મંદિર તથા ઉપાશ્રય બંધાવવા વિગેરે કર્યા હોય; અને છેવટે, તેના અવસાન બાદ, કે કદાચ જીવતાં ( વધારે સંભવ રાજા દેવપાળને મરણ બાદ હોય ) રાણી ચારૂમતીએ દીક્ષા લીધી હોય. ઉપરની ૧૨૯ એમાંથી બળવો કે દેવપાળનું આરોગ્ય–ગમે તે સંજોગ ઉભે થયો હોય, પણ એટલું ચોક્કસ દેખાય છે કે રાજા દેવપાળનું મરણ છે. સ પૂ. ૨૭૦ પછી થોડા વખતમાં જ થતાં રાણી ચારૂમતીએ વિધવા થવાથી દીક્ષા ગ્રહણ કરી છે.
મહારાજા પ્રિયદર્શિનના રાજ્યકાળનો નિર્ણય કરતાં આપણે પૃ. ૨૯૩ થી ૯૫ તથા તેની
ટીકાઓમાં તેને સમકાલિન અન્ય પ્રદેશી રાજાઓનાં
નામને ૧૩૦ તથા પાશ્ચાત્ય અન્ય સમકાલિન વિદ્વાનોના મતે તે સર્વેના રાજ્ય કર્તાએ સમયને ઉલ્લેખ કરી ગયા
છીએઃ તેમજ પૃ. ૨૬૪ ની ફટનેટ નં. ૭૧ માં સિલોનના રાજાની ટીપ આપી છે તેમાનાં બેન તથા ઉપર લખ્યા પ્રમાણે રાજા પ્રિયદર્શિનના સમયે ચીનદેશ ઉપર શહેનશાહ શીહયુવાંગને રાજ્ય અમલ હતે. આવી રીતે પાંચ, બે અને એક, એમ કુલ આઠ રાજાનાં નામે જોવામાં આવે છે. તેમાં કોઈકના નામમાં અને કોઈ. કના સમયમાં સુધારો કરવાની જે આવશ્યકતા છે તેજ પ્રથમ અત્રે જણાવીશું.
મહારાજા પ્રિયદર્શિનને સમય ઇ. સ. પૂ. ૨૯૦ થી ૨૩૬ ( મ. સં. ૨૩૭ થી ૨૯૧ સુધી )નો ઠરાવી ગયા છીએ. તેમજ તેણે જે દિગ્વિજય યાત્રા પાશ્ચાત્ય દેશ તરફ કરી હતી તેને સમય પણ આપણે તેના રાજ્યાભિષેક પછીના ત્રીજા વર્ષથી માંડીને છઠ્ઠા વર્ષ સુધી લંબાયાનું પુરવાર કર્યું છે. એટલે કે ( ઈ. સ. પૂ. ૨૮૭ થી ૨૮૪ સુધીમાં ); અને તેણે જે ખડક લેબમાં આ બધાનાં નામને નિર્દેશ કર્યો છે તે લગભગ ૨૬ વર્ષે કે તે અરસામાં કર્યો છે ( ઇ. સ. પૂ. ૨૬૪); એટલે ઈ. સ. પૂ. ૨૮૭ થી ૨૬૪ સુધીમાં જ, આ પાંચ યવન રાજાને રાજ્ય કાળ હવે જોઈએ એમ અચૂક આપણે માનવો જ જોઈએ. પાશ્ચાત્ય વિદ્વાનોએ જે પાંચ નામ તથા તેમના સમય જણવ્યા છે, તે સર્વેને, ઉપરના સમય
(૧૨૮) નિશ્લિવ અને કુંબિનિના સ્વરૂપમાં જોવાથી ખાત્રી થાય છે કે, તે પ્રદેશની પ્રથમ મુલાકાત પ્રિયદશિને પિતાના રાજ્યાભિષેક બાદ ૧૪ મા વર્ષે લીધી હતી. અને બીજી મુલાકાત ૨૦ મા વર્ષે લીધી હતી. (જુઓ ઉપર પૃ. ૩૧૨-૧૩) ૧૪ મું વર્ષ એટલે તેર વર્ષ ઉતરીને ચઉદમું બેઠા બાદ: તેવી જ રીતે વીસમું વર્ષ એટલે ૧૮ વર્ષ પૂરાં થયા બાદ: પછી
તે આખા વર્ષના ૩૫૪ દીવસમાંથી ગમે તે દિવસ હોય.
( ૧૨ ) આ બે માંથી એકેનું ખરું કારણ નથી. તે માટે જુઓ આગળને પરિચ્છેદ તથા આ ઃ પુસ્તકના અંતની હકીકત.
( ૧૩૦ ) ખડકલેખ નં. ૧૩ તથા ઉપરમાં. ટી. નં. ૩૬ જુએ.