________________
પરિચ્છેદ ]
અમલ અને આયુષ્ય
૨૪૯
પૂ. ૩૦૨ થી ૨૮૯ મ. સં. ૨૨૪ થી ૨૩૭ સુધી. આમ તેમની રાજધરી જીંદગીના ત્રણ હપતા પૂરા થયા બાદ પોતે તદ્દન વાનપ્રસ્થ થયો છે, અને શેષ જીવન આત્મીક કલ્યાણાર્થે ગાળ્યું છે. જીવનને આ ચોથો ભાગ ૧૯ વર્ષ સુધી ચાલે છેઃ ઇ. સ. પૂ. ૨૮૯ થી ૨૭૦= મ, સં. ૨૩૭ થી ૨૫૬૭ સુધી. અને તે બાદ તેનું મરણ દર વર્ષની ઉમરે થયું છે. એટલે ઉપરના હિસાબે ગણતાં તેમનો જન્મ ઇ. સ. પૂ. ૨૭૦+૨=ઈ. સ. પૂ. ૩૫ર=મ. સં. ૧૭૪ માં થયો ગણાશે.
ઉપરની તેની રાજદ્વારી જીંદગીના ત્રણ વિભાગને છૂટો છૂટો કે, કઈ કઈ વિભાગને સાથે સરવાળે જે કરવામાં આવશે તે, જુદા જુદા સર્વે મંતવ્યો પિતપતાની દૃષ્ટિએ સાચાં છે, એમ પાઠક વર્ગને સ્વયમેવ સાબિત થઈ જશે. | પહેલી અને બીજી સ્થિતિને જે સરવાળે કરાય તે ૪+૪=૧૮ વર્ષ થાશેઃ બીજી સ્થિતિને સ્વતંત્ર એકલી જ ગણવામાં આવશે તે ૨૪ વર્ષ ગણાશે. બીજી અને ત્રીજી સ્થિતિની ગણત્રીએ ૨૪+૧૩=૩૭ વર્ષ થશે અને ત્રણે સ્થિતિને એકંદર સમય જે ગણશે તે ૪+૨૪+૧૩=૪૧ વર્ષને રાજ્ય અમલ ગણાશે. ( તિબેટના મંથના આધારે, મિ. રકહલે પિતાના પુસ્તકના પૃ. ૨૩૩ ઉપર જે એમ કથન કર્યું છે કે, સમ્રાટ અશોકે ૫૪ વર્ષ સુધી રાજ્ય કર્યું છે, તે જેમ સઘળા વિદ્વાનોએ એ મેં કેટસને ચંદ્રગુપ્ત માનીને કામ લીધું છે, તે ગણનામાં દેરાયા હોવાથી તેમ થયું છે. નહીં તે મેં કેટસના પૌત્ર-સૅકેટસ એટલે ચંદ્રગુપ્ત
અને તેને પૌત્ર અશોક છે) અશાકને ૫૪ વર્ષનું રાજ્ય સમર્પિત કરવાને બદલે, મેં કેટસ એટલે અશોક ગણીને, તેના પૌત્ર સંપતિ ઉદ્દ પ્રિયદર્શિન રાજાના ફાળે તે નોંધ તેમને લેવી પડત. અથવા એક રીતે કહી શકાય તેમ પણ છે કે, અશોકે ૫૪ વર્ષ રાજ્ય ચલાવ્યું હતું. તે એવી રીતે સાબિત કરી શકાય કે, અશોકને ધર્માશોક સમ્રાટ નામ આપવું. અને આ ધર્માશોક નામ છે તે સમ્રાટ પ્રિયદર્શનનું જ બિરૂદ છે. ( જુઓ પુસ્તકના અંતે પરિશિષ્ટ ) એટલે તેનું રાજ્ય ૫૪ વર્ષ ચાલ્યું ગણવું. જન્મથી પાડેલું તેનું નામ તે અશોક
અથવા અશોકચંદ્ર જ હતું. તેનાં ઉપનામે. ( જુઓ પૃ. ૨૭ ટી.
નં. ૫૩ ) પણ રાજ્યાભિષેક બાદ તેમાં જરા સુધારો કરીને અશોક વર્ધન રાખવામાં આવ્યું હોય એમ જણાય છે. બાકી સાધારણ એક ઉકિત છે કે, એક ભૂલ જે કરવામાં આવે તે તેના સમર્થન માટે, અનેક ભૂલાની પરંપરા કરવી પડે છે; આ ઉકિતની સત્યતા ભારત વર્ષના ઇતિહાસના આલેખનમાં, સેંકટસ એટલે ચંદ્રગુપ્ત માની લેવાથી, જે સ્થિતિ ઉભી થઈ છે તેથી સંપૂર્ણ રીતે પુરવાર થઈ જાય છે. આ બીજો વિરલ પ્રસંગ ઇતિહાસને પાને ગોત્યો જડે તેમ નથી. એક ભૂલ તે સમ્રાટ અશોકને સમ્રાટ પ્રિયદર્શિન તરીકે માની લેવાથી, તે સમ્રાટના જે જે શિલાલેખે, સ્તંભ લેખે સૂપ વિગેરે છે, તે સર્વ અશોકની કૃતિઓ છે તેમ માની લેવામાં થઇ છે. તથા બીજી ભૂલ તેના આલેખનને લીધે, સમ્રાટ અશોક જે
(૬) . એ. પુ. ૩૪ પૃ ૧૯૬ માં અલી હિ. ઈ. ૪ થી આવૃત્તિ વિશે અવલોકન લેતાં મિ. બગેસને અભિપ્રાય
(૭) જુઓ સહસ્રામ ખડક લેખ ( ઈ. સ. પૂ. ૨૧ ને જુલાઈ માસ હોય ); વળી આગળ ઉપર
રાજ્ય અમલની સાલના નિર્ણયવાળા પારિત્રાકમાં દલીલ નં. ૭ તથા પરિચ્છેદના અંતે “ અવસાન ” વાળા પારિગ્રાફ
(૮) આ કૃતિઓ અશોકની મનાય છે પણ તે પ્રિયદર્શિનની જ છે અને અશોક તથા પ્રિયદર્શિન