________________
પરિચ્છેદ ]
પુત્ર પુત્રીઓ
૨૭
શકીએ છીએ તેના કરતાં વિશેષ અધિક કહેવી પડશે. બાકી એટલું તે સ્વીકારવામાં જરાયે દેવા જેવું નહીં જ કહેવાય, કે તેને વૈભવ, રાજ્યકાળની દીર્ધતા, અને પરાક્રમ જોતાં તેને મોટી સંખ્યામાં રાણુઓ ૪ હશેજ, (૪) વળી કલ્હણના રચેલા કાશિમર રાજ્યના ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણિમાં એમ લખાયું છે કે, ધર્મશકે તે દેશ જીતી લીધું હતું. અને તેની પછી તેને પુત્ર જાલૌક ત્યાં ગાદી ઉપર બેઠો હતો. તથા અશોકના પહેલાં પણ ત્યાં જૈનધર્મ ફેલાયેલો હતો. તેમજ આ અશોક એટલે ધર્માશોક પણ પ્રથમ જૈનધર્મી હતા. આ હકીકત ઉપરથી મિ. ટી. ડબલ્યુ
માસે આ વાતને ટેકે આપ્યો છે તથા તે સત્ય હેવાને કાંઈક સ્વીકાર પણ કર્યો છે. હવે તે કામિરપતિ અશોકની રાણીનું નામ ઈશાનદેવી " લખ્યું છે. તેમ આ કામિરપતિ ધમશાક તે રાજા પ્રિયદર્શિન જ છે. એમ મેં સાબિત કરી બતાવ્યું છે. ( જુઓ આ પુસ્તકના અંતે જોડેલું પરિશિષ્ટ ) અને તેણે તે દેશ ઉપર પિતાના પુત્ર જાલૌકને સૂબા તરીકેજ નીમ્યો હતે. એટલે એમ અનુમાન કરવાને કારણે મળે છે કે, આ રાણી ઇશાનદેવી તે સંપ્રતિ સમ્રાટની જ રાણ૭ અને કુમાર જાલૌકની જનેતા હશેઃ વળી આપણે ઉપર જોઈ ગયા છીએ કે, રાણી ચારવાકીના પુત્રનું નામ તિવર હતું જ્યારે આ
કુમારનું નામ જાલૌક છે. અને આ બને નામે રાશી ઉપરથી પડેલાં નામ હોય એમ જણાતુ નથી; પણ જેને આપણે હુલામણું નામ કહીએ છીએ, તેમજ ગ્રંથકારની કેટલીક ખાસિયત વિશે અગાઉ લખી ગયા છીએ તે પ્રમાણે પડેલાં આ નામો દેખાય છે. અને બને નામો જુદાં હોવાથી તે વ્યક્તિઓ પણ જુદી છે. તેમ તેમની માતાઓ પણ ભિન્ન છે (૫) અને એ પણ ચોક્કસજ છે કે આ બેમાંથી કેઇ વ્યકિત યુવરાજ તો છે જ નહીં. એટલે યુવરાજની માતા વળી જુદીજ ઠરે છે. છતાં ધારે કે રાણી ઇશ્વરદેવી કે ચારૂવાકી તે બેમાંથી કોઈને પેટે યુવરાજનો જન્મ થયો હેય તે, તે રાણીને પટરાણીનું જ પદ પ્રાપ્ત થાત; અરે કદાચ તેમ ન થાત તોયે સૌથી પ્રથમ રાણી પરણ્યા હોય તેને જ પટરાણી નીમવી પછી તેણીને પુત્ર હોય યા ન હોય તેવું જે ધોરણ હેય તેયે ) જેમ પુત્ર જાલૌકની સાથે તેની જનેતા ઇશ્વરીદેવી અને પુત્ર તિવરની સાથે તેની જનેતા રાણી ચારૂવાકીનું નામ દેવાય છે, એટલે કે માતા તથા પુત્ર સાથે જ રહેતા હોય એવી રીતે ઉલ્લેખ કરાય છે, તેમ આ બેમાંથી કોઇના પેટે
જે યુવરાજનો જન્મ થયો હોત, તે તે રાણી પિતાના જયેષ્ઠ પુત્ર એટલે કે યુવરાજની સાથેજ રહેવાનું વધારે ઇષ્ટ ગણાત. પણ જયારે તેણીનું નામ યુવરાજ સાથે ગણાવાયું નથી ત્યારે સ્વભા
( ૪૩ ) જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ. એપિ. ઇન્ડિ. પુ. ૮ પૃ. ૪૧ અને આગળ; તથા આગળ ઉપર આંબવંશની હકીકત વાળું પ્રકરણ કદાચ ઉપરની રાણી ચારૂવાકી તે જ કાં શાતકરણીની બહેન ન હોય? વળી આ પરિચ્છેદે આગળ જુઓ.
( ૪૪ ) જુઓ પૃ. ૨૧૬ ટી. નં. ૪૮ તથા પુસ્તકના અંતે પરિશિષ્ટ મ ખાસ કરી નં. ૫ને લગતી હકીકત તથા તેનું ટીપણુક
(૪૫) જુઓ ભારતીય પ્રાચીન રાજવંશ પુ. ૨ પૃ.૧૩૩-૪ રાજતરંગિણિમાં ઈવારાદેવી નામ આપ્યું છે.
( ૪૬ ) આ ધર્માશોકને મજકુર ગ્રંથમાં ઈ. સ.
ના છઠ્ઠા સૈકામાં થયેલા માની તે બીન જ ખેડી હોવાનું ચિત્ર કપી ગયા છે. પણ તે જ બેટા હોવાથી ( જે ધર્માશકને પોતે છઠ્ઠા સૈકામાં થયેલા માને છે તે કોઈ બીજા હશે અથવા જૂના ગ્રંથમાં લખેલ સાલ જ . બેટી હશે) તે સાલ ખરી માની લઈ તે આ પ્રમાણે કલ્પના કરી છે.
(૪૭) જે કે રાજતરંગિણિના તરંગ ૧ ના ક ૧૨૨ માં તે તેને જાલૌકની રાણી તરીકે જણાવી છે; પણ જેમ રાજતરંગિણિવા આ પ્રથમ તથા બીજા ખંડની હકીકત અમાન્ય કરવા જેવી છે તેમ આ હકીકત પણ હોવા અંભવ છે,
૩૮