________________
૨૫૪
રાજ્ય અમલની
[ પ્રથમ
ત્યારે, એટલે કે ઈ. સ. પૂ. ૩૩૮=મ. સં. ૧૮૮ માં થઈ હતી. તે સમયે અવંતિના બે વિભાગ હતા. એક પૂર્વ અવંતિને પ્રદેશ અને બીજો પશ્ચિમ અવંતિને પ્રદેશ, પૂર્વાવંતિની રાજધાની વિદિશા ( હાલનું ભિલ્સા ) નગરી હતી. જેનું નામ બેસનગર (શ્યનગર-વૈશ્યનું નગર=કારણ કે તેમાં વેપાર કરનાર વૈશ્યો બહુજ સંખ્યામાં હતા : પ્રાય : આખું શહેરજ વૈોથી ભરપુર હતું ) હતું. અને પશ્ચિમાર્વતિની રાજધાની, પ્રાચીન ઉજન નગરીમાં હતી. આ બે શહેરમાં પણ પૂવવંતિનું વિદિશા શહેર, વધારે જાહોજલાલીવાળું હેવાથી તથા જૈન ધર્મના તીર્થંકરનું કલ્યાણક સ્થાન હોવાથી, તેમજ તે પ્રદેશ ઉપર અત્યાર સુધી જૈન ધમી રાજાઓનોજ રાજ અમલ ચાલતો
આવેલ હોવાથી વધારે પસંદગીને પામેલું હતું. અત્ર સૂબા અશોક કુમારે જન ધમાં એક વૈશ્ય
વણિક શ્રેષ્ટિની અતિ લાવણ્યવતી યુવતી સાથે પ્રથમ લગ્ન કર્યું હતું, જે રાણીથી બીજે વર્ષે કુણાલ નામે કુંવરની પ્રાપ્તિ તેને થઈ ( મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૩૩૭) ૨૫ હતી. લગભગ તેજ ૨૧ અરસામાં અને તેવી જ બીજી લાવણ્યસુંદરી તિષ્યરક્ષિતા નામે બૌદ્ધ ધર્મ રાણી સાથે તેણે પાણિગ્રહણ કર્યું હતું. જેનાથી મહેંદ્ર નામે કુમાર (મ. સં. ૧૯૨=ઈ. સ. પૂ. ૩૭૫ ) અને સંઘમિત્રા નામે કુમારી ( મ. સં. ૧૯૪= ઇ. સ. પૂ. ૩૩૩ ) મળી બીજાં બે સંતાનોની પ્રાપ્તી થઈ હતી, આવી રીતે, સુબાપદે પિતાનું જીવન ગાળતા હતા ત્યાં પંજાબના પ્રદેશમાં
(૪) સમ્રાટ પ્રિયદર્શિનને રાજ્યાભિષેક પણ ૧૪ વર્ષ થયા છે.
વળી જુઓ પુ. ૧ પૃ. ૩૦-૩૧ ની હકીક્ત અને તેની ટીકાઓ : આ પરિચ્છેદે નીચેની ટી. નં. ૬૪, આ બધું જોતાં, ૧૨ કે ૧૪ વર્ષની ઉમર એગ્ય ગણાતી. અલબત્ત તે સમયે, શરીરની અવગાહના અત્યારના સમયે જે ૧૨-૧૪ વર્ષે હોય છે તેવી નહોતી (અત્યારે પણ ૧૩ ના આંકને અપશુકનીય ગણે છે. જ્યારે ૧૨ કે ૧૪ ને શુકનવંતે ગણાય છે. ) કારણ માટે જુઓ મારૂં “મહાવીર જીવન” નામે પુસ્તક.
(૨૨ ) તે માટે જુઓ (મારે બનાવવાનું છે તે ) સંપ્રતિ સમ્રાટનું જીવન ચરિત્ર, તેમજ મહાવીરનું જીવન ચરિત્ર: તથા પુ. ૧ પૃ. ૧૮૦ થી ૨૦૦; તથા આ પુસ્તકે સમ્રાટ ચંદ્રગુપ્તના વર્ણન અને હકીકત જુઓ
( ૨૩ ) ર. કુ. મુ. નું અશક પૃ. ૮: અશોક પતે ત્યારે ઉજ્જૈનના સૂબાપદે હતા ત્યારે તેણે પ્રથમ લગ્ન કર્યું હતું. તે સ્ત્રી વિદિશાનગરીના એક વેપારીની પુત્રી હતી. તેણીએ વિદિશાનગરીમાને માટે વિહાર (મઠઉપાશ્રય ) બંધાવ્યો હતો એમ કહેવાય છે. સાંચી અને જિલ્લા મુકામે જે અન્ય કામ બંધાવાયા છે તેમાં આ મઠ ઘણું કરીને સૌથી પહેલામાં પહેલ છે.
Asoka by R. K. Mukerji P. 8:–
Asoka's first wife narried her when he was a viceroy at Ujjain. She was the daughter of a merchant at Vedisanagar. She is described as having constructed the great vihara at Vedisagiri, probably first of the monuments at Sanchi and Bhilsa.
(૨૪) વૈશ્ય–વેપાર કરનાર, વણિક: નહીં કે, વિષ્ણુ ધર્મ પાળનાર વૈશ્ય. | ( ૨૫ ) પાછળથી શોધતાં જણાયું છે કે, તિષ્ય રક્ષિતા સાથેનું લગ્ન બે વર્ષ મોડું થયું છે, અને પરિણામે, મહેનો અને સંઘમિત્રાને જન્મ પણ બબે વર્ષ આ લઈ જ જોઇશે.
( ૧૬ ) રાજપદે બેઠે ત્યારે, આ કુમારની ઉમર છ વરસની અને મહેન્દ્ર કુમારની ચાર વર્ષની હતી. બંને કુમાર વચ્ચે બે વર્ષને અંતર હતુંતેમ જ મહેદ્રની બહેન, મહેન્દ્ર કરતાં બે વર્ષે ઉમરમાં નહાની હની.
( ૭ ) ખરૂં નામ બીજું હેવા સંભવ છે. કારણ કે, સંધ=brotherhood, અને મિત્રા=Sister: એટલે સંધ મિત્રાનો અર્થ Sister of the order (બૌદ્ધ ધર્મની ભિખુણી ) એમ અર્થ વિદ્વાન લેકેએ કર્યો છે.