________________
*
?
દ્વિતીય પરિચ્છેદ
સમ્રાટ પ્રિયદર્શિન; સંપ્રતિ મહારાજ સંક્ષિપ્ત સાર
તેને જન્મ તથા તેને અપાયેલાં જુદાં જુદાં નામ અને બિરૂદેની કરેલી સમજૂતી– તેણે કરેલું રાજનગરનું સ્થાનાંતર અને મૌર્યવંશની રાજકતી બે શાખાઓની સ્થાપ્ના– તેનાં રાજ્યકાળ તથા આયુષ્યની ઐતિહાસિક દૃષ્ટિએ ભિન્ન ભિન્ન મુદા લઈ કરેલી ચર્ચા– તેનું રાજકુટુંબ અને પુત્ર પુત્રીએ આદિ પરિવારનું વર્ણન તથા સંક્ષિપ્ત જીવન–તેમાં ખાસ કરીને ખડગ લેખમાં જણાવાયેલી કુંવરી ચારૂમતિ અને તેના પતિ દેવપાળના નેપાળપતિ તરીકેના જીવનને આપેલ હેવાલ–પ્રિયદર્શિને જુદી જુદી દિશામાં વારાફરતી કરેલ દિવિજયને આપેલે ખ્યાલ તથા અત્યાર સુધી થયેલ સર્વે હિંદી સમ્રાટેમાં સૌથી વિસ્તારવંતા તેના રાજયની બતાવી આપેલ સીમા–અદ્યાપિ પર્યત ચાલી આવતી રાજ્યઅમલ ચલાવવાની પ્રથામાં તેણે કરેલું પરિવર્તન—નેપાળનું રાજ્ય અને ત્યાં આવેલ તેના જમાઈ દેવપાળને રાજ્યવહીવટ–તેના સમકાલિન વિદેશી રાજકર્તાઓની આપેલ ઓળખ તથા તેમની સાથે તેણે સ્થાપેલ મૈત્રીભાવ–તેણે કરેલ તિબેટ અને મધ્ય એશિયા તરફનું પ્રયાણ તથા વિશ્વવિખ્યાત ચિનાઈ દિવાલ બંધાવવામાં ઉભાં થયેલ કારમાં તેણે પુરાવેલ હિસ્સાની ચર્ચા -