________________
ભારતવર્ષ ]
દોરવણું
૩૭
ના બંને હરીફો (બદ્ધ અને જૈન) નહીંવત તો શું પણ મૃતઃપ્રાય બની ગયા હતા અને તેમના આચાર્યો અને પ્રખર અનુયાયીઓની કાંતે કલ કરી નાખવામાં આવી હતી અથવા તો તેઓ જ આ૫ મેળે જેમનાથી ખસી શકાય તેવું હતું તેઓ (બ્રધ્ધાચાયને વિહારનો બહુ પ્રતિબંધ ન હોવાથી ) હિંદ ભૂમિનો જ ત્યાગ કરી ગયા હતા અને જેઓને લાંબા વિહારની અડચણો ભોગવવી પડતી હતી તેવા મુખ્યત્વે જૈન સાધુઓ શુંગવંશી સમ્રાટના મુલકની હદ છેડી નિકટના રાજ્યોમાં જઈ વસી રહ્યા હતા.
આ પ્રકારની વૈદિક ધર્મની જે બોલબાલા થઈ રહી હતી તે શુંગવંશના સમયે બનવા પામી હતી. અને આ પુસ્તકમાં તે કેવળ મૌર્યવંશ અદ્રશ્ય થયો ત્યાં સુધીનું જ વર્ણન છે. એટલે વૈદિક ધર્મને લગતે વિશેષ અધિકાર ત્રીજી પુસ્તકમાં લખીશું.
અહીં આ પરિચ્છેદ આપણે ખતમ કરીશું. પણ તે પહેલાં પ્રકૃતિની એક નિયમ ઉપર વાચક વર્ગનું ધ્યાન ખેંચવાની આવશ્યકતા દેખાય છે. તે જણવવાનું કે Involution અને Evolution, ચઢતી અને પડતી, પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ આ બધાં યુમે, અચળ અનુક્રમમાં ગાડાનાં પાનાં આરાની પેઠે એક પછી એક આવ્યાંજ કરે છે. તે બધા સિદ્ધાંતે (શાસ્ત્રકથિત કે વૈજ્ઞાને પુરવાર કરી આપેલ) સાચાજ હોય તો જેમ સારા વિશ્વભરમાં જૈન અને વૈદિક એમ બેજ મત મૂળ પ્રથમ હતા, અને વર્તમાનકાળના સર્વે મતમતાંતરો તે બેમાંથી જ, ડાળ પાંખડાં તરીકે તે સમયબાદ પ્રકટ થવા પામ્યા છે, તેમ તે સર્વ પાછા તે બેમાંજ અંતગત થઈ જવાં જોઈએ, અથવા થઈ જશે અને વળી એક કાળે તે બે ધર્મો જ પિતાનું સનાતનપણું ધારણ કરશે.
પરિશિષ્ટ
આ પુસ્તકના વાંચનથી વાચકવર્ગને એક પ્રકારને ખ્યાલ બંધાતે જ હશે કે, અત્યાર સુધી મનાતી આવી રહેલી અનેક બાબતોમાં અમારું મંતવ્ય જુદુ પડી જતું દેખાય છે. તેવી બાબતોમાં આ એક વિશેષપણે તરી આવતી સમજાશે કે, જે હકીકત, વર્ણને, માન્યતાઓ બૌદ્ધ ધર્મને લગતી ગણાઈ છે તે સર્વે, બલ્ક તેમને વિશેષ મેટ ભાગ તે ધર્મને નથી જ. પણ તે ધર્મના આદ્ય પુરૂષ બુદ્ધદેવે પોતાની સન્યસ્થ અવસ્થાના પ્રથમ ભાગમાં જે જૈન ધર્મની દીક્ષા લઈ કાંઈક અનુભવ લીધે હતો, અને જે ધર્મનાં કેટલાંક તત્વોમાંથી અનુકુળ લાગ્યાં તે ગ્રહણ કરી તેના પાયા ઉપર પિતાને નૂતન ધર્મ પ્રવર્તાવ્યું હતું, તે અસલના જૈન ધર્મને લગતાં છે, એમ અમને વિશેષ સંભવિત
લાગવાથી તે પ્રમાણે પ્રતિપાદન કરતા રહ્યા છીએ. અને તેમ કરવાનાં અનેકાનેક કારણો અમને મળ્યાં છે. જેમાંનાં કેટલાંક યથા સમયે બતાવાયાં છે તેમજ પ્રસંગે પાત વર્ણવવામાં આવશે જ. છતાં જ્યારે આ પરિચ્છેદમાં તે સમયે પ્રવર્તી રહેલા ત્રણે ધર્મોની કેટલીક એતિહાસિક બાજુ વાચક વર્ગની વિચારણ માટે રજુ કરવામાં આવી છે, ત્યારે જે કેટલીક હકીકતે અપરોક્ષ રીતે ઇતિહાસના ધડતર ઉપર પોતાની અસર ઉપજાવી રહી છે, તેઓને વિશેષ પણે નહીં તે ટૂંકમાં પણ અત્રખ્યાલ આપવો ઉપયોગી લેખાશે.એમ સમજીસ્મૃતિપટ ઉપર જે થોડાક મુદ્દા તરી આવે છે, તેનું લીસ્ટ આપીએ છીએ. જો કે તેમાં કેટલીક તે એવી પણ દલીલો જણાશે કે તેના ઉત્તર આપવા જતાં, અનેક પ્રકારે તેને પડઘા પડીને તે લીસ્ટ લાંબુ ને લાંબું વધી જાય