________________
૧૭૬
ત્રિપુટીનાં સ્થાને
[ પંચમ
સમયમાં એટલે ઇ. સ. ની બારમી સદીમાં ગેલ” નામથી સંબોધ્યો હોય. અને ત્યારથી તે અદ્યાપિ પયત તેજ નામથી એક યા બીજા રૂપમાં ઓળખાવાતો ચાલ્યો આવ્યો હોય. (૨) હવે બીજે પ્રસંગ-જૈન સાહિત્યમાં નોંધાયેલું છે કે, શ્રી મહાવીર નિર્વાણ પછી ૮૦ વર્ષે જૈનના ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના સંતાનયામાં છઠ્ઠી પેઢીએ થયેલ રત્નપ્રભસૂરિ નામના આચાર્ય હતા. તેમણે લાખોની સંખ્યામાં જૈન બનાવ્યા હતા. અને આ પ્રજાએ ત્યાં એશિયા નગરી વસાવી રહેવા માંડયું હોવાથી, તેમને ઓશવાળના નામથી ઓળખવામાં આવ્યા છે. આ એશિયા નગરી પાછળથી ભાંગીને તેનું નામ ભિન્નમાલ નગર પડયું હતું, અને તેનું સ્થાન હાલના શિરેહી રાજ્યમાં આવેલું હતું. તેમ આ પ્રાંતને ગૂર્જર દેશ પણ કહેવાતું હતું. મતલબ કે, મહાવીર નિર્વાણ ૮૦=ઈ. સ. પૂ. ૪૪૭ આસપાસ, તે પ્રદેશમાં જૈનધર્મ પાળનારાનું એક મોટું સંસ્થાન વસવા પામ્યું હતું. હવે આપણે ચાણક્યના સમયને ( એટલે ઇ. સ. પૂ. ૩૭૨ થી ૩૫૦ ) વિચાર કરીએ છીએ, તે બને સમય વચ્ચે પૂરી એક સદીનું પણ અંતર નથી. તેમ ઉપરમાં ચાણક્યના પિતાને એક સમૃદ્ધિશાળી નગરને એક ધનાઢય વ્યાપરી–ખેડુત તરીકે વર્ણવ્યા છે. વળી ચાણક્યને પિતાને ધર્મ પણ જૈન હતા, એટલું જ નહીં પણ તેના પિતાને તે જૈન સાહિત્ય ગ્રંથમાં (પરિ. સર્ગ ૮ જુઓ) પરમ શ્રદ્ધાળુ શ્રાવક હોવા સુદ્ધાંતનું જણાવ્યું છે. આ પ્રમાણે બે પ્રસંગેની ટૂંકી હકીકત જણાવી દીધી.
એટલે આ સર્વ હકીકતનું એકીકરણ જો
કરીશું તે સ્પષ્ટ જણાશે કે, ચાણક્યને પિતા. ચણક પોતે ખેતીને ધંધો કરતા હશે અથવા ધાન્યને વ્યાપારી હશે અને આ ગોલ દેશનો વતની હશે. આ ઉપરથી જ તેને કૌટલીય કે કૌટલેય કહેવાયો હશે. તેમ તે સંસ્થાનમાં તાજેતરમાં સો બસે વર્ષથી આવીને જે પ્રજાએ વસવાટ કરવાનું શરૂ કર્યું હતું, તે પ્રજામાંને ચણુક એક હશે.
અને આ પ્રમાણે સર્વ બાબતને મેળ ઉતારીએ છીએ તે, સર્વ ગ્રંથકારનાં કથને-હિંદુ તેમજ જૈન, પ્રાચીન તેમ જ મધ્ય યુગના, તેમ ચાણક્યનું પિતાનું કથન પણ—સત્ય હોવાનું ઠરાવી શકાય છે. આવી સ્થિતિમાં આપણે તેને હવે એક સત્યઘટના તરીકે વધાવી લઈશું. હવે માત્ર એક વાતનો જરા ઉલેખ કરી
આગળ વધીશું. પુ. ૧ પૃ. ચાણક્ય, પાણિની ૩૫૭ ઉપર એમ જણાવ્યું અને વરરૂચીની છે કે, પાણિની તથા તેના ત્રિપુટી સહાધ્યાયી ચાણક્ય અને
વરરચીનાં જન્મસ્થાન કેબજ દેશ હોઈ તે ત્રણે અનાર્યો છે. પણ અત્ર આપેલ ચાણક્યની ઓળખથી હવે સિદ્ધ થાય છે, કે કંબજ પ્રદેશ તે આ ત્રિપુટીમાંના ત્રણે મિત્રોનું જન્મસ્થાન નહેતું જ. પછી પાણિની એકલાનું જ હોય, કે સાથે વરરૂચીનું પણ હોય. પણ કૌટલ્યનું તે નહોતું જ. એટલે હાલ તુરત પાણિની મહાશય એકલાનુંજ જન્મસ્થાન ગાનાર્ડ–કબેજ દેશ ગણ રહે છે. તેમ ત્રણે પંડિતોનાં ગોત્રની સમજૂતિ પણ મળી ગઈ કહેવાય આ પ્રમાણે તે ગોઠવી શકાય.
( ૪૧ ) ગેલ દેશ માટે પ્રદેશ હોય અને તેના સીમા પ્રાંતને, કે એક વિભાગને તે દેશની વાડ-હદ ( Enclosure ) ના સૂચન કરતાં નામ તરીકે ગેલ
દેશની વાડ ગોલવાડ તરીકે ઓળખાવી શકાય અને તે પ્રમાણે ગેલવાડને ગેહલ દેશના એક સંક્ષિપ્ત અથવા સંકુચિત પ્રદેશના નામ તરીકેજ લખી શકાય,