________________
TE
S
*
*
*
.
.
ષષ્ટમ પરિચ્છેદ
ચંદ્રગુપ્ત (ચાલુ) અને બિંદુસાર ટૂંકસાર –
પં. ચાણક્યના અર્થશાસ્ત્રમાંના ઉપયોગી થઈ પડે તેવાં અનેક અવતરણ–તથા તેમાંના અનેક અંગ ઉપર ચર્ચા કરી, સાથે સાથે વર્તમાન કાળમાં પ્રવતી રહેલ રાજનીતિ સાથે પ્રસંગોપાત કરેલ સરખામણી, તથા રજુ કરેલા વિચાર–તેની અંતર્ગત રાષ્ટ્રના પ્રજાજનનાં સંરક્ષણ અને સંતોષ માટે લેવાયેલા અને લેવા જોઈતા ઉપાની કરેલી ચર્ચા–તે સમયે લશ્કરની ગેઠવણ તથા બંધારણ કેવાં હતાં તે સંબંધી આપેલી ટૂંક માહિતી–
સમ્રાટ બિંદુસારનું વૃત્તાંત–તેની ઉમર અને આયુષ્ય ને લગતી ચર્ચા–તેની રાણીઓ, પુત્રસંખ્યા વિગેરેની ચાલી આવેલ માન્યતા ઉપર કરેલ વિવાદ-સમ્રાટ બિંદુસારનાં અનેક વિધ નામે તથા અર્થ–પં. ચાણકયની ઉત્તર અવસ્થાનું જીવન,–તેના અંતના સમાધિસ્થાન સંબંધી ચર્ચા ઉપાડી, અજાયબી ઉત્પન્ન કરે તેવા કરી આપેલા નિર્ણ– તેની ઉમર કેટલી હોઈ શકે તે સંબંધી પણ નવીન સ્વરૂપમાં રજુ કરેલા પ્રશ્નો અને તેનું આણેલ છેવટ–ચાણક્યના મરણ બાદ, બિંદુસારના સામ્રાજ્યની કેવી સ્થિતિ થઈ રહી હતી, તેનાં કારણે સાથે આપેલ ખ્યાલ–જુદા જુદા પ્રદેશમાં ફાટી નીકળેલ બળવા, તથા હિંદના એક ભાગના હિંદી રાજાઓમાં પ્રગટી નીકળેલ ઈષ્યને દાવાનળ–અને તેનાં પરિણામે યવનપતિ અલેકઝાંડરને હિંદ ઉપર ચડી આવવાને ઉપજેલ લાલસા તથા કાંઈક અંશે તેને મળેલ આત્મતૃપ્તિ