________________ 188 શાસ્વતું કહેવાતાં [પંચમ રાજા ધ્રુવસેનને લડાઈ થઈ, ત્યાં સુધી તે સ્વતંત્ર શય તરીકે પ્રકાશમાન હતું. પણ મૂળ પર્વત સાથેનું આ શિખરનું જોડાણ, વચ્ચે થયેલ પરિવર્તનના સમયે (નં. 2 અને 3 વચ્ચે°) તૂટી જવાથી તે સ્થાનેથી પર્વતની તળેટી ખસી ગઈ હતી અને તેમ થવાથી તેનું મહામ્ય પણ ઘટી ગયું હતું. નં૨ ના સમયથી માંડીને નં. 3 ના સમય પર્યત જોકે પર્વતને ઘેરાવ નં. 1 ના કરતાં તે ઘટી જ ગયો હતે. છતાં બાર જન પ્રમાણ તે હતા જ. તે વખતે પશ્ચિમની હદ ઢંકગિરિ તરફથી સંકેચાઈ હતી. એટલે કે કંકગિરિનું શિખર જુદું પડી ગયું હતું પણ આણંદગિરિનું કાયમ રહ્યું હતું. નં. 3 થી 4 વચ્ચેના 460 વર્ષના ગાળામાંબાર યોજનથી પણ ઘટી ગયો હતો. અને હવે તે આણંદગિરિ પણ છૂટો પડી ગયા હતા. એટલે તે તરફથી ડુંગર ઉપર ચડવાનો માર્ગ કપાઈ ગયો હતા. અને છૂટા પડેલ ભાગમાં તીર્થસ્થાન જેવું નહીં રહેવાથી, તેનું મહાભ્ય પણ નાબુદ થવા માંડયું હતું. એટલે સુધી કે ઢંકગિરિ અને આણુંદગિરિનાં નામ પણ, તે ધર્મના અનુયાયીઓના સ્મરણ પટમાંથી ખસી જવા પામ્યા હતાં. ઉપરનાં બે શિખરે જુદાં પડી ગયાં છતાં, રેવતગિરિ અને વિમલગિરિક બને જોડાયેલાં જ હતાં. વિમલગિરિની આ પ્રમાણેની સ્થિતિ તે (90 ) પર્વત કેમ ઘટે છે અને તેનાં શિખરો કેમ ટાં પડે છે, તે સર્વ હકીકત માટે જુઓ જે. ધ. પ્ર. પુ. 45 સં. 1985 વૈશાખ અંક 2 પૃ. 58 થી 73. ( 1 ) રૈવતગિરિ-રૈવતાચળ જેને હાલ ગિરનાર ને ડુંગર કહેવાય છે તે. ( 92 ) વિમલગિરિ-શંત્રુજય પર્વતનું મૂળ નામ વિમળગિરિ છે. જે કાઠિયાવાડના ગોહિલવાડ પ્રાંતમાં પાલીતાણું રાજયની હદમાં આવેલ છે. તેનાં 108 શીખરે હેવાનું ઉપર કહી ગયા છીએ તેમાંનાં બે આ રેવતગિરિ અને વિમલગિરિ પણ જાણવાં. પરાપૂર્વથી ચાલી આવ્યા કરે છે. એમ કહોને કે, મહાભારતના યુદ્ધ વખતે પણ શ્રીકૃષ્ણનું રાજય આ રૈવતગિરિના પ્રદેશમાંજ હતું. વળી તે વખતની રાજધાની દ્વારિકા બદલાઈને કુશસ્થળી કેમ વસી અને પછી કાળાંતરે તેના સ્થાને આનપુર કેમ થયું, તે બધે ઈતિહાસ પણ જાણવા યોગ્ય છે? પણ તે વિષય અહીંને નથી. કહેવાની મતલબ એ છે કે, આ સમયે વિમલગિરિની તળેટી રૈવતગિરિ તરફથી શરૂ થતી હતી. અને તીર્થની યાત્રાએ આવતા સંધ, અહીંથી પર્વત ઉપર ચડતે હતું. છતાં તે વખતની અને અત્યારની તળેટી વચ્ચે ફેર એટલોજ ગણવાને છે કે, અત્યારની તળેટી જે ખસતી ખસતી પાછળ જતી રહી છે, તે તે સમયે, અત્યારે જ્યાં જુનાગઢ શહેરથી ગિરનાર તરફના માર્ગે જતાં દામોદર કુંડ નામની જગ્યા છે, તે સ્થાને લગભગ હતી. અને તેથીજ સમ્રાટ ચંદ્રગુપ્ત અહીં યાત્રાએ આવ્યો હતો, અને અહીંથી જ પર્વત ઉપર ચડ હતું. તેમજ સંધના હિતાર્થે તળેટીના અગ્રભાગે અહીંજ સુદર્શન તળાવ બંધાવ્યું હતું. અને તેથી જ સમ્રાટ પ્રિયદર્શિને પણ આ તીર્થની તળેટીમાં, સુદર્શન તળાવના કિનારાના 4 ભાગમાં પિતાને ખડક લેખ ઉભો 5 કરાવ્યો હતો. અહીંથી પર્વત ઉપર ચડતાં પ્રથમ રૈવતગિરિની જાત્રા થતી હતી અને પછી જેને વિમલગિરિના શિખર ઉપર જવું હોય તે પુર્વમાં એમને એમ આગળ વધતાં, જયાં હાલ ( 93) આ હકીકતનું વર્ણન વાંચવું હોય તે, જુઓ મારે લેખ ગુરુવસે તરફથી પ્રગટ થતા બુદ્ધિ પ્રકાશ પત્રમાં 1934 વર્ષ પૃ. 318 થી 323. ( 4 ) સમ્રાટ પ્રિયદર્શિને ખડક લેખ જે જે સ્થાને ઉભા કરાવ્યા છે તેનાં કયાં કારણે હતાં તે માટે જુએ તેનું જીવન વૃત્તાંત. ( 5 ) આ તળાવ બંધાવવામાં કે સમરાવવામાં પ્રિયદશિને કાંઈ ફાળે પૂરાવ્યું છે કે કેમ, તે માટે આ પુસ્તકને અંતે પરિશિષ્ટોવાળો પરિચ્છેદ જુઓ. આમાંનું એક પરિશિષ્ટ સુદર્શન તળાવનું જ લખ્યું છે.