________________ સંચીપુરી નામ [ પંચમ તથા જૈનાચાર્યોએ પણ વર્ણવી બતાવ્યું હશે! આ સ્થળે અનેક સ્તૂપ આવેલા છે. અને તેમાંથી મેટા ભાગે સર્વેમાં કઈને કઈ રીતે" (ફાવે તે રક્ષા તરીકે કે શરીરના અન્ય અવશેષ, જેવાં કે દાંત, અસ્થિ કે કેશ ઇત્યાદિ તરીકે) મહા પુરૂષોના દેહવિલય સમયના અંશે–ત સંગ્રહિત કરેલાં મળી આવ્યાં છે. તેમજ અત્રએવમપિ, આ સ્થાનમાંના અમુક અમુક ( સિધ્ધક સ્થાન ઇત્યાદિ ) સ્તૂપ પર, જે દંતકથાઓ ચાલી રહી છે અને જેમાંની કેઈક કેઈક, પ્રાચીન વસ્તુશોધક, વિશારદ સર કનિંગહામે પોતાના જિલ્લા ટોસ નામક પુસ્તકમાં ઉતારી પણ છે, તે સર્વ ઉપરથી દઢપણે, સચોટ અને અચુકપણે સાબિત થઈ શકે છે કે, આ સર્વે સૂપ, મહાપુરૂષના સમાધિ ગૃહ-સ્તંભ તૂપ રૂપે ઉભા કરાયેલાં સ્મારકેજ છે. આવા સ્તૂપમાને કર્યો કે ના સ્મારક રૂપે છે તે જણાવવા, તેના ઉપર તે મહાપુરૂષનાં ગોત્રનેજ'૧૬ માત્ર ઇસાર કરીને, નામ કાતરવામાં આવ્યાં છે.૧૫તેમાંના એક ઉપર “મા " શબ્દ છે તથા તે સૂપને “સિદ્ધકા સ્થાન” તરીકે હાલ ઓળખવામાં આવે છે. તેમજ તે સ્તૂપની નજીકમાંજ ( કહે કે તે સ્તૂપના કંપાઉન્ડમાં -આંગણામાં ) બીજી બે સમાધિઓ છે મૂળ સૂપ કરતાં કદમાં નાની )-ઉભી કરાયેલી છે. જશો તે માલમ પડશે, કે તેના લેખકે અવંતિ સિવાયના કોઈ પણ અન્ય પ્રદેશની ક્રમાનુક્રમ રાજાવલિ આપવાની તકલીફ ઉઠાવી નથીજ: એ હકીકત સાબિત કરે છે કે, અવંતિ દેશને આટલું બધું, ગૌરવવંતુ માનવાને કાંઇક પક્ષપાત હોવો જોઈએ. (114 ) આ સૂત્રો અને કથાનકોના એક બે દષ્ટાંત આપણે આપી ચૂક્યા છીએ, તથા તેનું વિવેચન પણ કરી બતાવ્યું છે. ( જુએ પુ. 1 લું. 5. 184 થી 92). (15) સ્તૂપના મધ્યભાગે ગર્ભમાં, પિલાણ એર બનાવીને તેમાં પથરના કરડકે સ્થાપન કરેલ છે, ને તેમાં આ અવશેષે જાળવી રાખવામાં આવેલ છે. આ બધી વસ્તુસ્થિતિ જોતાં, તથા તે ઉપરના આલેખિત શબ્દો ઉપર ઉહાપોહ કરતાં, તુરત જ એક પ્રથા ઉપર ધ્યાન પહોંચાડવું પડે છે. તે એ છે કે, જૈન ધર્મના તીર્થ પ્રવર્તક મહાપુરૂષ કે જેને, જૈનાસ્નાયમાં તીર્થકર શબ્દથી સંબંધવામાં આવે છે, તેમને જ્યારે દેહાંત થાય છે ત્યારે, તેમના શરીરને પૃથક ચિતા ઉપર અગ્નિ દાહ દેવામાં આવે છે, અને જે અન્ય મહાપુરુષે તે તીર્થકર મહાત્માની સાથે જ અનશન વૃત આદરીને સદ્દગત થયા હોય છે, તેમના અગ્નિદાહ માટે પૃથક ચિતાઓ તૈયાર કરાય છે; અને તેમાં પણ જેઓ તેમના પટ્ટ શિષ્યો એટલે કે ગણધરે ગણાતા હોય છે, તે સર્વને શરીરે માટે એક જુદી ચિતા ગોઠવાય છે. આ પ્રમાણે ત્રણ ચિતા ગોઠવાય છે.૧૧૮ તે પ્રથાનું સ્મરણ કરતાં અને આ “સિદ્ધકાસ્થાન” વાળા સ્તૂપના ગઢસ્થાનમાં પણું ત્રણ સમાધિઓ બનાવાઈ છે, તે સ્થિતિને સમન્વય કરતાં, સહજ એમ અનુમાન ઉપર પહોંચી જવાય છે, કે શું ત્યારે આ સર્વે સમાધિગ્રહ સમ્રાટ ચંદ્રગુપ્ત અને સમ્રાટ પ્રિયદર્શિન જે ધર્મના અનુરાગી હતા, તે જૈન ધર્મનું તીર્થકર તેમજ પટ્ટધર શિષ્યો અને અન્ય સાધુ-મુનિઓનાં દેહાંત સ્થાન સાથે સંબંધ ધરાવતા નહીં હોય ? આ પ્રશ્ન સાથે તુરત જ તથા કરંડકના ઢાંકણું ઉ૫ર કે આજુબાજુની દીવાલ ૧૫ર, તે પ્રત્યેક કયા મહાપુરૂષનું અવશેષ છે, એમ જણાવાયું છે. ( 116 ) કયા કયા ગેત્ર અને કયા કયા મહાપુરૂષો હતા, તે જાણનારે ધિ ભિલ્સા ટોપ્સ=The Bhilsa Topes પુસ્તક વાંચી જવું. (117 ) તે સમયે, મહાપુરૂષોની ઓળખ તેમના ગેત્ર આધારેજ અપાતી હતી, એમ આ ઉપરથી સમજવું ( જુઓ ઉપરનું ટીપણું 115. ) (118 ) આ પ્રથાના વર્ણન માટે જુઓ ક. . સુ. ટી. પૃ. 123. (19) એક તીર્થકરને કૈવલ્ય જ્ઞાન ઉપજે,