________________
બિંદુસાર જન્મ તથા
[ પંચ
પુરૂષો આવીને જમી જાય છે ખરૂ. તાત્કાલિક હુકમ ફેરવ્યું કે, રાજા જ્યારે જમવા બેસે ત્યારે, તે ઓરડામાં ધુમાડે કર. હમેશની માફક પેલા સિદ્ધમહાત્માએ તે આંખમાં અંજન આજીને થાળમાં જમવા બેઠા. પ્રથમ તે અદશ્યપણે ખાવા માંડયું, પણ જ્યાં એરડાને ધુમાડો આંખમાં ગયે, અને અંજન ગળવા માંડયું, કે તેઓ પિતાના સ્વરૂપે પ્રગટ રીતે દેખાવા માંડયા. તે નજરે પડતાં. તેમને પિતાના ધર્મગુરૂ તરીકે ઓળખી, ચાણકય મનમાં લાભ પામ્યા, એક બાજુ તે સાધુજનને મીઠો ઠપકે આપી, ધર્મની હેલના ન થાય તેમ, તેમના સ્થાને વિદાય કર્યો. અને બીજી બાજુ, પિતાના નૈસર્ગિક ચાતુર્યથી, રાજાને કહ્યું કે તમે બહુજ ભાગ્યશાળી છે, કે આવા પુણ્યાત્મા સાથે એક થાળીમાં જમવાને અદિતીય લાભ તમને મળે.
ઉપરના બનાવથી સાવચેત થઇને, ચાણકયે, હવેથી રાજાના થાળમાં કોઈ ભાગ ન પાડે અને પરિણામે રાજા યથેચ્છ આહાર કરી બળવાન બને તે ઉદ્દેશથી, અન્નમાં કાંઈક અંશે વિષેત્પાદક વનસ્પતિ-પદાથે ભેળવીને થાળમાં વાનીઓ પીરસાવવાની ગોઠવણ કરી. તેની સાથે એમ પણ મનમાં ચિંતવ્યું, કે જે રાજાનું શરીર-શોણિત, માંસ મજુ, આદિના અણુએ અણુ-વિષજન્ય થઈ જાય, તે પછી તેને ભોજનમાં, અજાણતાં પણ કઈ કાળે વિષ ખવરાવવામાં આવી જાય ( રાજાની જીંદગી હમેશાં જોખમમાં હોય છે જ. અને તેમાં પણ તેઓને ખેરાક ખાતાં બહુજ સાવધ રહેવું પડે છે ) તે પણ તેના શરીરને નાશ તે નહીં જ થાય. આવા
બેવડા હેતુથી ઉપર પ્રમાણે રાજાના ખેરાકમાં વિષમય પદાર્થો યથાપ્રમાણુ ભેળવી ભેળવી ને આપવાને પ્રયોગ આરંભાયો. એકદા પટરાણીને મનમાં ઈરછા થઈ, કે રાજાને હું પોતે આટલી બધી વલ્લભા છું, છતાં કઈ દિવસ મને પિતાની સાથે જમવા તે બેસાડતા જ નથી. લાવને હું સ્વઈચ્છાથી તેમની સાથે જમવા બેસું. એમ વિચારી રાજાની સાથે રાણી જમવા બેઠી: અન્નમાં વિષનું મિશ્રણ હમેશાં કરાય છે, તે બાબતની નહેતી રાજાને ખબર, કે નહતી રાણીને ખબરઃ આ વખતે રાણીને ગર્ભને આઠમે માસ ચાલતું હતું. જ્યાં રાણીએ થોડાક કોળીઆ આહાર કર્યો હશે, ત્યાં તે ચાણક્ય અનાયાસે કામપ્રસંગે ત્યાં આવી છે. અને આ દશ્ય ( રાજારાણીને એકજ થાળમાં સાથે બેસીને જમતાં) જોઈ સ્તંભીત થઈ ગયે. વિચાર્યું કે, અરેરે, રાણી સગર્ભા છે અને જે વિષ ચડશે તે તેણીને તેમજ બાળકને એમ બન્નેને નાશ થઈ જશે. એટલે એકદમ સફળો ઉડી, અસ્ત્રા જેવું ધારદાર શ લઈ, તેનાથી રાણીનું પેટ ચીરી, ગર્ભમાંથી જીવતું બાળક-પુત્રરૂપે હતા તે–ખેંચી કા. રાણી તે તુરત જ મૃત્યુ પામી. પણ તે બાળકને વિષની અસર કઈક થવા માંડી હતી ૧૧ અને કપાળમાં તે બિંદુરૂપે દેખાતી હતી. જે ઉપરથી તે બાળક માટે થયો થયો ત્યારે તેનું નામ “બિંદુસાર ” પાડવામાં આવ્યું. બિંદુસાર જન્મ ૨૭ મ. સં. ૧૫૭=ઈ. સ. પૂ. ૩૭૦ માં ગણી શકાય.
કિંવદંતી ચાલે છે કે, ગર્ભ જે સાતમા માસે કે નવમા માસે જન્મે, તે તે હજુ આયુષ્યમાન
(૬૫) વડોદરા લાઈબ્રેરીનું સંપ્રતિ કથા નામનું પુસ્તક પૃ. ૬૫:-પછી ચાણકયે રાજાને ધીમેધીમે વિષનું ભજન કરાવવા માંડયું.
( ૬૬ ) વડાદશ લાઈબ્રેરી સંપ્રતિ કથા પૃ. ૨૭:- જયાં તે બાળકના મસ્તક પર વિષનું બિંદુ
પડયું હતું ત્યાં કો ઉગ્યા નહીં.
( ૧૭ ) બિંદુસારની માતાનું નામ “ ધશ ” લાગે છે (પરિ. ૫. સર્ગ. ૮ ભાષાતર રૂ. ૧૪૮ ના લખાણુથી ) તેણીને મહાનંદની પુત્રી અને સમ્રાટ ચંદ્રગુપ્તની પટરાણીજ ગણવી પડશે. -