________________
પરિચ્છેદ ]
અથના ભેદ
૧૭૫
ભાંગ્યા તુટયા બે ત્રણ પ્રવાહ હાલ દેખ ય છે, પણ તેનું મુખ ક્યાં આગળ કહી શકાય, તે પ્રશ્ન અણુઉકેલ પડી રહ્યો છે. આપણે પુ. ૧ લામાં સિંધુ-સૌવીર દેશનું વર્ણન કરતાં (પૃ. ૧૨૦ થી ૨૨૮ સુધીમાં) પ્રસંગોપાત જણાવીને સાબિત કર્યું છે કે, તે દેશની રાજધાની વીતભયપટ્ટણ પતે બહોળા વિસ્તાર ધરાવતું અને જંગી વ્યાપાર વાણિજ્યથી ધનવાન બનેલા વ્યાપારીઓની વસ્તીવાળું શહેર હતું. એકદા તે સ્થાન ઉપર કુદરતની અવકૃપા ઉતરવાથી, રેતીના મોટા વા વંટોળ સાથે તોફાન થયું હતું; જેથી ત્યાં વરસેલી રેતીના ઢગના ઢગ તળે, તે પ્રદેશ તથા તેમાંની નદીઓ ટાઈ ગઈ અને તેમાંથી હાલ ઓળખાતાં આખાં જેસલમીરનાં રણને ઉદભવ થયો છે. તેમજ પ્રાચીન વીતભયપદૃણ શહેરને નાશ થઇ, તેના અવશેષના સ્થાન ઉપર વર્તમાન કાળે શંશોધન ખાતાનું લક્ષ્યબિંદુ થઈ પડેલ મેહનજાડેર નામનું ગામડું વસી રહ્યું છે. એટલે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય કે, આ સરસ્વતી નદી વાળા અસલ પ્રદેશને અથવા હાલમાં જેસલમીરવાળા રણના કેઈ પ્રદેશને હોદા કે શુદ્ધિ કહેવાતા હશે.
ઇ. સ. ની સાતમી સદીમાં આવેલા પ્રખ્યાત ચિનાઈ મુસાફર મિ. હયુએનશાંગે પિતાના પુસ્તકનું જે વર્ણન બહાર પાડયું છે અને જેનો ઈગ્રેજી અનુવાદ બહાર પાડવામાં આવ્યો છે તેમાં એક દિ નામના દેશનું વર્ણન કરાયું છે. અને તેનું સ્થાન મેં અંદાજરૂપે આ જેસલમીરના રણ પ્રદેશમાં બતાવ્યું છે. (જુઓ ૫. ૧ પૃ. ૫૭ ઉપર નકશો ૨. તેમાં આંક નં. ૬૩, ૬૪ તથા તેને લગતું વિવેચન પૃ. ૬૬ ઉપર): તે “અટલિ'
કદાચ આ “કુટલિ” હોવા વિશેષ સંભવિત ધરાય છે, અને ચિનાઈ મુસાફરે પોતાની ભાષામાં જે શબ્દો લખ્યા હોય, તેને અનુવાદ કરનારે પણ ભૂલ ખાધી હોય, અથવા તે અક્ષરોના ઉકેલમાં પણ જેમ અનેક ઠેકાણે બનતું આવ્યું છે, તેમ કાના માત્રની અને અક્ષરના વળાંકની ખૂબીઓ નહીં પીછાની શકવાથી તે પ્રમાણે બનવા પામ્યું હેય. મતલબ કે મદષ્ટિ તે જ દ્રષ્ટિ હોવાને સંભવ છે. અને આ માન્યતાને એક બે બીજા પ્રસંગથી સમર્થન પણ મળે છે; વળી આ પુષ્ટિ જે સાચી હોવાનું મનાય, તે જે અત્યારે માત્ર સંભવિત હોવાનું સ્વીકારીએ છીએ, તે નિશ્ચય પણે માનવું રહે છે.
ઉપરના અનુમાનને જે બે પ્રસંગે સામર્થ અર્ધી રહ્યા છે તે આ પ્રમાણે છે (૧) “અટલિ પ્રદેશની હદને રજપુતાનામાં આવેલા વર્તમાન કાળના જોધપુર અને શિરોહી રાજ્યની ભૂમિ તરીકે આપણે ઓળખાવી છે. વળી તેને સમગ્રપણે મારવાડના નામથી ઓળખાવાય છે તેમજ તેના થોડા ભાગને “ગોલવાડ, ગોલ્લવાડ” પણ કહેવાય છે? જ્યારે ઉપર જણાવેલ પરિ. સર્ગ. ૮ શ્લોક ૧૪ માં શ્રી હેમચંદ્ર ચાણક્યનું વર્ણન કરતાં, તેનું ચણાગામ, દેશ ગાલ : પિતાનું નામ ચણીબ્રાહ્મણ અને માતાનું નામ ચણેશ્વરી, એ પ્રમાણે જણાવ્યું છે. એટલે કે, તેને ગોલ્લ દેશને વતની જણાવ્યું છે. ગોલ્ડ અને ગોલવાડ તે બન્ને એકજ શબ્દ છે. એટલે બનવા જોગ છે કે, અતિ પ્રાચીન સમયે જેને સ્ત્રિ તરીકે ઓળખતા હોય તેને ઇ. સ. ની છડી-સાતમી શતાબ્દિમાં આદિ તરીકે જણાવાયો હોય; અને હેમચંદ્રાચાર્યના
વ્યાપારી હોય એમ સમજાય છે.
( ૫ ) સિંધુનદીને, પૂર્વબાજુથી સાત નદીઓ અને પશ્ચિમ બાજુથી પણ તેટલી જ નદીઓ મળતી હતી એમ કહેવાય છે. અને તેથી જ તેનું નામ “સપ્તસિ’ પડયું છે. જો કે હાલતે, બંને બાજુથી પાંચ પાંચજો
શાખા નદીઓ મળે છે. એટલે બીજીઓ અદશ્ય થઇ ગઈ હશે એમ અનુમાન ખેંચવું રહે છે. તે અદશ્ય થનારીમાં એક સરસ્વતી પણ હિંદુ શાસ્ત્રાએ લેખાવી છે. (જીએ પુ. ૧, ૫. ૨૨૦, ૨૨૬ તથા તેને લગતી ટીકાએ. ખાસ કરીને ટી. નં. ૧૨, ૧૩),