________________
પરિચ્છેદ ]
ઉમર
મહારાજને કહી સંભળાવી.ગુરૂ મહારાજે પોતાના દૈવી જ્ઞાનથી તે ઉપર ઉહાપોહ કરી, અર્થને વિચાર કરી, નિર્ણય સંભળાવ્યો કે, હે રાજા, મગદેશ ઉપર બારવર્ષ દુષ્કાળ બહુ નજીકના જ ભવિષ્યમાં પડશે. તેનાં પરિણામ અતિ ભયંકર આવશે. જ્ઞાનને પણ એકદમ લેપ થશે અને તે સર્વે વિનાશક પરિણામે અવિરતપણે અટળપણે દૃશ્યમાન થાશે. માટે આત્મહિત ચિંતિત પુરૂષોએ, દક્ષિણ ભારતમાં ચાલ્યા જવું, કે જ્યાં સુકાળ પ્રવર્તત રહેવાનું છે. આ ઉપરથી જે સાધુઓને
ઉત્તર હિંદમાં રહેવાની પ્રબળપણે ઈચ્છા હતી તેમને રહેવા દઈ શ્રીભદ્રબાહુ દક્ષિણ ભરતખંડમાં મહીસુર રાજ્ય, શ્રવણ બેલગેલ નામે હાલ તીર્થ આવી રહ્યું છે, ત્યાંના ચંદ્રગિરિ પર્વત સમીપે આવ્યા–તેમની સાથે જ રાજા ચંદ્રગુપ્ત પણ દીક્ષા ગ્રહણ કરીને મુનિ વેષે ચાલી નીકળ્યો હતે. ત્યાં આવ્યા બાદ તે ચંદ્રગિરિ સમીપે, જ્ઞાન ધ્યાતાં, થોડા જ સમયમાં શ્રી ભદ્રબાહુ આચાર્ય સ્વર્ગ સીધાવ્યા હતા. આ સમયને જૈન ઇતિહાસકારોએ મ. સં. ૧૭૦=ઈ. સ. પૂ. ૩૫૭ની સાલ અપ છે.
( ૬૯ ) દિગંબર મત પ્રમાણે આની સંખ્યા ૧૬ ની ગણવામાં આવે છે,
( ૭૦ ) શ્રુતકેવલી એટલે = વિશિષ્ટ પ્રકારે જેને જ્ઞાન ઉત્પન્ન થયું હોય છે તેવા કેવલી નહીં; પણ તેવા કેવલીના જેટલે, શ્રતને (શાસ્ત્રનો) જેને અભ્યાસ કર્યો છે તેવા જે હોય તે શ્રુતકેવલી કહેવાય. જે જ્ઞાનધર હોય તે કેવલી કહેવાય પણ જેને તેટલા અભ્યાસ પુરતું વાંચન હોય તેને શ્રુતકેવલી કહેવાય.
(૭૧ ) આ ભવિષ્યવાણી કેટલા દરજજે સાચી નીવડી હતી તે માટે, રાજા ખારવેલની હાથીગુફાના લેખમાંની, પક્તિ ૧૭ મી સરખા.
(૭૨ ) ચંદ્રગુપ્તના ગાદીત્યાગના સમય માટે મારું મંતવ્ય આ પ્રમાણે છે:-The jain chronology (J. O. B. R. S. Vol I. P. 100 ) places the accession of Chandragupta in Nov 326/925 જ. એ. બી. પી. સે. પુ. ૧, પૃ. ૧૦૦ જૈનમત પ્રમાણે ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ ૩૨૬-૩૨૫ ના નવેંબરમાં થયું છે. આમાં ઈ. સ. પૂ. ૩૨૬, ૨૫ ની સાલતો હવે બેટીજ માની લેવી પડે છે. બાકી નવેંબર માસ સાચો હશેજ.
શ્રી ભદ્રબાહુએ દક્ષિણ દેશ તરફ પ્રયાણ કર્યું અને પિતાનો શિષ્ય પરિવાર વીખેરી નાંખીને Epi. Kar. II P. 37-38. Bhadrabahu sent all his disciples except Chandragapta to Chola & Pandia countries એ. કર્ણા. પુ. ૨ પૃ. ૩૭, ૩૮ માં જણાવ્યું છે કે:-ચંદ્રગુપ્ત સિવાયના પોતાના સર્વ શિષ્યોને ભદ્રબાહુએ ચેલા, અને પાંડય દેશમાં
મોકલી દીધા. (અહીંથી આ પ્રદેશમાં જૈનધર્મને પ્રચાર વિશેષપણે થવા લાગે છે.) ચંદ્રગુપ્તમુનિ સાથે પતે શ્રવણ બેલગેલ ગામે ગયા ને ત્યાં અનશન કરી સ્વર્ગે ગયા.
હવે જૈન મતને એક એવો સિદ્ધાંત છે કે મુનિઓ વર્ષારતમાં ક્યાંય વિહાર ન કરતાં એકજ
સ્થાને ચાતુર્માસ રહે છે. એટલે શ્રી ભદ્રબાહુ પણ વર્ષોરૂતુના પ્રારંભમાં (જુન જુલાઈ પહેલાં) ચંદ્રગિરિ આવી પહોચ્યા ને પછી સ્થિત થઈ, અનશન કરી દેહ ત્યાગ કર્યો. આ પ્રમાણે દક્ષિણમાં જ્યારે જુન પહેલાં આવ્યા, ત્યારે અવંતિમાંથી સતત વિહાર કરીને આવતાં પણ બે એક માસ તો લાગે જ. એટલે એપ્રલ માસમાં વિહારને પ્રારંભ કર્યો ગણાય. ઇ. સ. પૂ. ૩૫૭ કે, જ્યારે રાજા ચંદ્રગુપ્ત દીક્ષા ગ્રહણ કરી ગણવી રહે છે.
હવે તે હિસાબે દીક્ષાને સમય ઈ. સ. પૂ. ૩૫૭ ને એપ્રીલ ગણીએ તો તેના રાજ્યારેહણનો કાળ (ત્રેવીસ વર્ષને કાંઈક અધિક ગણીએ છીએ તેથી ) ક૫૭+૨૩= ઈ. સ. પૂ. ૩૮૦ ને એપ્રીલ આવે. જ્યારે નવેંબરમાં રાજ્યાભિષેક ગણો છે તો ત્રેવીસ વર્ષ ઉપરના છ માસ થશે. અને તેટલું પાછળ હઠતાં ઇ. સ. પૂ. ૩૮૧ ને નવેંબર આવશે; એટલે રાજ્યકાળ ૨૩ વર્ષ ઉપર છ માસ ચાલ્યો ગણુ રહે છે.
અને સમ્રાટ પણું પંદર વર્ષ ને ત્રણ ચાર માસ ગણાય છે તો, તેને આરોહણકાળ, ઈ. સ. પૂ. ૩૭૦ ના જાન્યુઆરીને અંતને ગણાશે
રાજ્યા રહણ-ઇ. સ. પૂ. ૩૮૧ નવેંબર સમ્રાટાભિષેક-૩૭૦ ને જાન્યુઆરી ગાદીત્યાગ-ઇ. સ. પૂ. ૩૫૭ એપ્રીલ,