________________
ચાણકય અને કોટલ્ય
[ પંચમ
શરીર સંપત્તિ ઘસડી જવામાં તેમજ માનસિક સ્થિતિ હમેશને માટે નિબળી કરી નાખવા સુધી પણ થઈ હતી. આવા દુષ્કર સમયમાં દ્રવ્યને સંગ્રહ કરવામાં પં. ચાણકયને બહુજ મુશ્કેલ કાર્ય થઈ પડયું હતું. ( આ બાબતને કાંઈક અધિકાર આગળ આપણે જોઇશું ) પણ આવી સ્થિતિ કાંઈ હમેશાં નભી રહેતી નથી. દુષ્કાળ ફટી સુકાળ થતાં, દ્રવ્ય સંગ્રહના સર્વે ચક્રો પં. ચાણકયે ગતિમાં મૂકી દીધા અને ત્યારથી તેણે રાજનીતિ ઘડવાને પણ આરંભ કરી દીધોજેના પરિણામે “ અર્થશાસ્ત્ર” રચાયું. કે જે અર્થ શાસ્ત્રના અનુસાર, તે પછી થનારા દરેક રાજનીતિ આશ્રય લઇને પોતપોતાની રાજ્યવ્યવસ્થા ઘડી કાઢી છે. જેથી કરીને પં. ચાણક્યને આપણે ખરી રીતે વર્તમાન શું કે ભૂતકાળની સર્વ રાજ્યનીતિના બોધપાઠને લિખિત સ્વરૂપના મૂળ પુરૂષ તરીકે પણ ઓળખાવી શકીએ. આ રાજનીતિ રચવામાં તેણે શામ, દામ, ભેદ અને દંડ તે ચારે પ્રકારને અવકાશ આપવા માંડયો હતેા.૨૪ જે કે અત્યાર સુધી વ્યવહારમાં રાજનીતિના પ્રથમ બે પ્રકારની જ બહુળતા થતી હતી. પછી ચાણકયજીના સમ
યથી ભેદની વિશેષતા વધી; અને હવે તેમાં વધારે કરીને દંડની નવી નીતિ દાખલ કરી. તે એટલે સુધી કે ચાણક્યજીએ, ઘણા ધનાઢય ગણાતા, નાના નાના શેઠ સાહુકારે, વેપારીઓ, વેશ્યાઓ, તથા અન્ય જ્ઞાતિજનોને કાંઇને કાંઇ બહાના તળે વાંક ગુન્હામાં આણી,૨૫ અનેક યુક્તિ પ્રયુક્તિ કરી, નીચેથી નીચેવી અકથ્ય ધનસંગ્રહ કરી લીધે. આ કાર્યમાં જેમ જેમ તે ઉંડે ઉતરતે ગયો તેમ તેમ તેની તીવ્ર બુદ્ધિએ નવનવા રસ્તા શોધી કાઢયા. તેને ઉપગ તેણે સંપૂર્ણ વિધાનસહિત અર્થશાસ્ત્ર રચી કાઢવામાં કર્યો. આ પ્રકારની પંડિત ચાણકયની અતુલ અને અસીમ બુદ્ધિના પરિપાકથી,–તેમ દુનિયાનું જ્ઞાન પણ તેને સારી રીતે મળી ચૂકયું હતું, કારણ કે તેની ઉમર અત્યારે વનમાં પેસી સારી રીતે આગળ વધી હતી તેથી-ઉદ્ભવેલી વ્યવસ્થાને લીધે, આપણે હવેથી તેને પંડિત ચાણકયજીને બદલે મહારાજનીતિજ્ઞ૨૬ પુરૂષ તરીકેના સર્વ સામાન્ય નામથી જ ઓળખીએ તે ખોટું નહીં ગણાય.
ચાણકયજીના જીવનના પૂર્વ ભાગ વિશે આટલું જણાવ્યા પછી, તેની જીંદગીને ઉત્તરાર્ધ
( ૧૨ ) આ સમયે સ્થૂળભદ્રજીને શ્રી સંધની આપણાથી ચૌદ પૂર્વનું અધ્યયન કરવા, શ્રી ભદ્રબાહુના વડા ગુરૂભાઈ શ્રી સંભૂતવિજયની આજ્ઞાથી શ્રી ભદ્રબહુસ્વામી પાસે, નેપાળ દેશમાં મોકલાવાયા હતા; અને તે બાદ દશ પૂર્વને વિચ્છેદ થયા હતા તથા જૈનશાસ્ત્ર- નુસાર, શરીરના બાંધામાં પણ પરિવર્તન થઈ અમુક જાતનો લોપ થયો હતો. (ભદ્રબાહુ ચૌદ પૂર્વના જ્ઞાનયુક્ત હતા જ્યારે સ્થૂળભદ્ર દશ પૂર્વના અર્થ સાથે જ્ઞાનયુક્ત હતા અને બાકીના ચાર પૂર્વ તે માત્ર મૂળ સૂત્ર તરીકેજ શીખી ગયા હતા. ).
( ૨૩ ) કારણ કે, મૂળ કતાં તથા તેના પ્રણેતા શ્રી મહાવીરના પ્રવચનકારા, રાજા શ્રેણિક તથા તેના પુત્ર અભયકુમારને જ કહી શકાય. (જુઓ આ હકીકત માટે શ્રેણિકનું જીવનચરિત્ર ).
( ૧૪ ) રિયાઝમાળા મંયા ૧૩૯, ચંદ્રગુપ્ત
મૌય. પૃ. ૩૦: શામ, દામ, દંડ, અને ભેદ, આ ચાર સાધનેને એક પછી એક ઉપયોગ કરવાને ઉપદેશ ચંદ્રગુપ્તને ચાણકયે આપેલ હોય તે સ્વભાવિક છે.
( ૨૫ ) દાખલાઓ માટે જુઓ પરિશિષ્ટ ૫. એક બાજુ આ હકીકત નીકળે છે, ત્યારે બીજી બાજુ તેની શુદ્ધ ન્યાય પરાયણતા વિશે ઉલ્લેખ મળે છે? બેમાંથી કયું વિશેષ પ્રમાણસર કહેવાય તે શોધવું રહે છે. ( જાઓ આગળ ઉપર, અર્થશાસ્ત્રની મહત્તાવાળ પરિગ્રાફ ) જુઓ આગળ ઉપર
( ૨૧ ) આ કારણને લીધેજ, અર્થશાસ્ત્રમાં સવ દેશીય વિષયને, વિધિવિધાન સહિત અને સંપૂર્ણ માહિતી સાથને પરિચય, ચાણકય મહાશયે આપણને કરાવ્યો છે અને તેને રચિતકાળ મ. સં. ૧૬૦ = ઇ. સ. ૫. ૩૬૭ ની આસપાસ, બલકે તે બાદ કહી શકાય ખરૂ પણ પૂર્વે તે નહીં જ,