________________
૧૫૨
ચંદ્રગુપ્તની
[ ચતુર્થ
ઉપરની હકીકતથી સમજાશે કે, શ્રી ભદ્રબાહુનું સ્વર્ગ છે, સ, પૂ. ૩૫૭ માં થયું છે અને તે પહેલાં થોડા સમયે, રાજા ચંદ્રગુપ્ત દીક્ષા ગ્રહણ કરી છે. એટલે ઇ. સ. પૂ. ૩૫૮ ગણીએ; અને એપીઝારિકા કણાટિકા જેવા માનનીય પુસ્તકના આધારે, દીક્ષિત અવસ્થામાં મુનિ ચંદ્રગુપ્ત બાર વર્ષ જે જીવંત રહ્યા બતાવ્યા છે તે હિસાબે તેમનું સ્વર્ગ ગમને ઇ. સ. પૂ. ૩૫૮-૧૨ એટલે ઈ. સ. પૂ. ૩૪૫-૬=મ. સં. ૧૮૨ ગણવું રહે છે. હવે જ્યારે આટલું નક્કી થઈ ગયું એટલે અન્ય ઐતિહાસિક ઘટનાઓ સાથે જે તેને સંબંધ જોડીશું, તે આપે આપ તેમની ઉમર કેટલી હોઈ શકે તેને ઉકેલ થઈ જશે.
જે મુનિ ચંદ્રગુપ્તનું મરણું મ. સ. ૧૮૧ માં ૬૨ વર્ષની ઉમ્મરે થયું ગણીએ તે તેમને જન્મ મ. સં. ૧૯૧ માં થયો કહેવાય અને નવમાનંદનું મગધાધિપતિ થઈ ગાદીએ બેસવું મ. સં. ૧૧૨ માં છે. એટલે કે, સમ્રાટ બન્યા પછી માત્ર સાત વર્ષે જ ચંદ્રગુપ્તને જન્મ થયો ગણવો પડશે.
બીજી બાજુ આપણુ પાસે એમ હકીકત પડી છે કે ચંદ્રગુપ્તના જન્મની સાથે પંડિત ચાણકણજીને સંબંધ છે. તે સમયે રાજા નવમાનંદના કનિક (તૃતીય) પુત્રના હાથે પંડિતજીનું અપમાન થવાથી, પંડિતજી ક્રોધાયમાન થઈ અમુકવૃત લઈ મગધના રાજનગર પાટલિપુત્ર બહાર નીકળી ગયા છે. અને તે બાદ ચંદ્રગુપ્તને જન્મ થયે છે. મતલબ એ થઈ કે, પંડિતજીનું અપમાનિત
થવું તે બનાવને જ મગધ સંવત ૧૧૯ કે ૧૧૮ માં=ઈ. સ. પૂ. ૨૦૮-૨૦૦૯ માં ગણવો પડશે,
ત્રીજી બાજુ એમ હકીકત છે કે, પંડિતજી વાળી (વિદ્વાનોની ) ત્રીપુટિ, મૂળે તે પંજાબ ઇલાકાની તે સમયની ગાંધાર દેશની વસ્તી હતી પણ મહાનંદેતે દેશ જીતી લીધો, ત્યારે મગધ દેશમાં તેમને લાવવામાં આવ્યા હતા ત્યાં તેમને વિદ્યા પ્રચારનું કાર્ય સંપાયેલું. અંતે તેઓ ત્રણે મહા ધુરંધર અને પ્રખર વિદ્યાદાતા થઈ નામના મેળવવા ભાગ્યશાળી થયા હતા. અને ત્યારબાદ પ્રસંગ ઉભો થતાં, રાજ દરબારે પંડિતજી ગયા છે અને ત્યાં અપમાન થવાને પ્રસંગ બન્યો છે. તે શું એમ બનવા યોગ્ય છે કે, રાજામહાનંદે મ. સં. ૧૧૨ માં સમ્રાટ બની, કેવળ છ કે સાત વર્ષના ગાળામાં જ-મ. સં. ૧૧૮-૯ સુધીમાં જપંજાબ ઉપર ચડાઈ કરીને ઉપર પ્રમાણે વિદ્વાનોની ત્રિપુટી મગધમાં આણી તથા ઉપર જણાવ્યા પ્રમાણે તેઓ સવે રાજ્યના ઉપાડયા ઉપડે નહીં તેવા રાજ્યતંભ જેવા મહાપુરૂષ બની જવા પામ્યા ! નહીં જ. રાજ્યના માનીતા થવા જેવી સ્થિતિએ પહોંચવાને, પંજાબમાંથી મગધમાં આવ્યા બાદ પણ, કમમાં કમ દશેક વર્ષ તે જોઈએ જ જ્યારે પંજાબ ઉપરની ચડાઈ જ, મહારાજા નંદ ગાદી ઉપર સુરક્ષિત થયા પછી થોડા વર્ષ બાદ જ કરી શકો છે.૭૪ તે ઉપરની ઘટનાને ( ચંદ્રગુપ્તના જન્મને અને પંડિતજીના અપમાનિત થવાને ) સમય મ. સં. ૧૧૯ કેમ ઘટી શકે ?
ચોથી બાજુ એમ પણ હકીકત છે કે રાજાનંદના
" ( ૭૩ ) ઉપરમાં પૃ. ૧૪૮ જુઓ તથા Studies in Jainism in S. India P. 23. “If he (Chandragupta) had died in the battlo field or in the prime youth of life, mention would have been made of the fact. av. 2. ઈં. ૫.૨૩:-જો ચંદ્રગુપ્ત રણસંગ્રામમાં કે યુવાવસ્થામાં મરણ પામ્યા હોત તે, તે બાબતની નોંધ કરવામાં
આવી હત” આ શબ્દો સાથે શ્રવણબેલગોલને લેખ વાંચવાથી સાબિત થાય છે કે તેણે દીક્ષાજ લીધી હતી.
(૭૪) આ બનાવ મ. સં. ૧૨૨ ઈ. સ. પૂ. ૪૦૫ માં બન્યો હોવાનું આપણે નોંધ્યું છે. ( જુઓ પુ. ૧ લું પૃ. ૪૦૨ ની સમયાવલી ) એટલે અપમાનિત થવાને પ્રસંગ તે પછી પણ કેટલાયે વર્ષે બનવા પામે એમ ગણવું રહે છે,