________________
સિક્કાની બે
પ્રાચીન
અને વ્યક્તિત્વને માન આપવાનું વલણ પ્રવેશવા માંડયું. એટલે રાજાઓએ પોતાનાં નામ કે ગોત્ર અથવા બિરૂદ લખવાની રીત દાખલ થી દેખાય છે છતાં કેઇએ પિતાનું મારું તે દાખલ નહોતું જ કર્યું. પણ ત્યારથી હિંદની બહારના શાસકેને સંસર્ગ હિંદમાં થવા માંડયો, ત્યારથી આ ઢીને ૨૭ પ્રવેશ થવા માં દેખાય છે. જેમાં પણ અવંતિ દેશ, તે સારાએ ભારતવર્ષનું નાક ગણાતું હતું. એટલે તે દેશ ઉપર શાસક તરીકે રાજા નહપાણ (ઈ.સ. પૂ.૧૧૪) આવ્યા ત્યારે પ્રથમવાર તેણે પિતાનું મારું અંકિત કરાવ્યું. તે પહેલાં અન્ય પરદેશી શાસક્ત એ તો ખરા (જેવાકે ડિમેટ્રીઅસ, મિનેન્ડર અરે નહપાને પિતા ભૂમક સુદ્ધાંએ પણ રાજ્ય તે કયું જ છે.)૨૮ પણું કેઈએ અવંતિ ઉપર હકુમત ભેગવી નહોતી, એટલે તેઓ તે સમયની ચાલી આવતી. પ્રાલિકાને જ વળગી રહ્યા હતા. તેમ આ પરદેશી શાસકો પિતતાના દેશીય ઇલકાબોજ ધારણ કરીને રાજ્યાસને બિરાજતા. જ્યારે નહપાણે તે જેમ સિકકામાં પિતાનું મહેરૂં કેતરાવીને નવી પદ્ધતિ શરૂ કરી હતી, તેમ શાસક તરીકે
પિતાના વતનના ઇલકાબન-મહાક્ષત્રમ્પ તરીકેનોપણ ત્યાગ કરીને એક હિદિને શોભતું તદન સ્વદેશી એવું “રાજ” નામનું બિરૂદજ ધારણ કર્યું હતું. ૨૯ આ પ્રમાણે તેણે અનેક રીતે સિકકાને લગતી ચાલી આવતી પ્રણાલિકાને ભંગ કર્યો હતી. જોકે તેણે પિતાનું નામ બદલીને નહપાણ ને બદલે નવાહન, કેનરવાહન ધારણ કર્યું હતું, એમ કેટલાક સાહિત્ય ઉપરથી સમજાય છે ખરું. તે પણ કોઈ સિક્કા ઉપર કે શિલાલેખમાં તે નામ તેણે અંકિત કર્યું . હેય એમ હજુ સુધી નજરે પડતું નથી. બાકી તેણે અનેક દિશામાં ફેરફાર કર્યા હતા તે ચેકસ છે. અને તેના અમલને અંત આવતાં૩૦ (ઇ. સ. પૂ. ૭) પાછે હિંદી રાજાને અમલ અવંતિ ઉપર થયો કે ફરીને એકવાર પાછી જતી પદ્ધતિ પ્રમાણે સિક્કા બહાર પાડવા મંવયા હતા. તે પાછી ઠેઠ અષ્ણ જ્યારથી અવંતિપતિ બન્યા ત્યારથી મહાક્ષત્રપ અને ક્ષત્રપના મહોરા સાથેના સિકકા બહાર પડવા શરૂ થયા હતા. ચષ્ઠણને પિતા અવંતિપતિ નહોતે તેમ તે સ્વતંત્રપણે શાસક પણ નહોતો તેથી (એટલે મહાક્ષત્રપના પદે બિરાજેલ નહતો તેથી)
(૨૬) જુઓ આંધ્રદેશના તેમજ નંદવંશના સિકકાઓ.
(૨૭) કો. ઇશ્રા, પૃ. ૨૫:-આ પધ્ધતિ એટલે કે, મોઢાનો ચહેરે તથા ગ્રીક ભાષાના શબ્દો લખવાની પ્રથાઇન્ડો ગ્રીક રાજઓએ હિંદી સિકકામાં દાખલ કરી છે. અને તેનું અનુકરણ આડેક સદી સુધી ચાલ્યા કર્યું છે.
C. J. B. P. 25. These models, the IndoGreek kings introduced, Greek types and among them the portrait-beal, into Indian coinage and their examply was followed for eight centuries.
(૨૮) એટલે આ પરદેશી રાજાઓએ તો, પિતાના દેશની રૂઢી પ્રમાણે પોતાના સિકકા ઉપર પોતાનું મારું ચિતરાવ્યું છે પણ કોઈ હિંદી રાજાએ પોતાનું મહેણું
કેતરાવ્યું નથી, એમ મારું કહેવું છે.
જે કોઈ હિંદી રાજાએ પ્રથમમાં પ્રથમ મહોરું કોતરાવ્યું હોય તો તે રાજા નહ૫ણુંજ હતો. અને તે પણ અવંતિપતિ બન્યા પછીજ, નહીં કે તે પહેલાં. (૨૯) જુઓ તેના રાજ્યનું વર્ણન. (૩૦) આ બધાના સમય વિશે તેમનાં વર્ણન જુઓ અને તેઓએ શું શું ફેરફાર કર્યા હતા તે તેમનાં સિક્કાચિત્રો ઉપરથી જોઈ શકાશે..
(૩૧) અવંતિ પતિ સિવાયના કુશનવંશી રાજાઓના સિક્કામાં પણ તેમના ચહેરાઓ પાડવામાં આવ્યા છે. અત્યારે આપણે અવંતિપતિઓની વાત કરીએ છીએ. એટલે તેમને આ હકીકત લાગુ પડતી નથી. તેમ બીજી બાજુ આ કુશનવંશી રાજાઓ મૂળે તો પરદેશજ હતા એટલે પણ તેઓ પોતાનાં મારાં પડાવતા હતા. જેથી