________________
સિક્કા-વિષે
[ પ્રાચીન
જણાવવા પ્રમાણે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પણ દિવસાનદિવસ જેમ વિજ્ઞાનની દરેક શાખા- માં શોધખોળ થતી જાય છે અને પ્રગતિ કર્યો જવાય છે, તેમ આ વિષયમાં પણ તેવું કાંઈ નોંધવા યોગ્ય રજુ કરી શકાય તેમ છે કે કેમ તે આપણે તપાસીએ.
આપણને આ પ્રશ્નન ભલે મુંઝવનારે તે છે જ, પણ વર્તમાનકાળે જેમ ધર્મની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે, તેમ સદભાગ્યે પ્રાચીન સમયે નહોતું જ, પણ અવારનવાર નોંધ લેતા ગયા છીએ તેમ, પ્રથમ માત્ર બેજ ધર્મ હતા અને પાછળથી એકનો વધારો થઈ તેની સંખ્યા ત્રણની થવા પામી હતી.
જેમ શિલાલેખના પુરાવા અટળ, સચોટ અને સજજડ માનવામાં આવે છે તેમ સિકકાના પુરાવા પણ તેજ કેટિના ગણાય છે. બલ્ક સિકકાની બાબતમાં કેટલાક નિયમો પૂર્વક કામ લેવાતું રહે છે; અને તે નિયમે જાણીતા થયેલા હોવાથી તેના ઉપર વિશેષ વિશ્વાસ બેસી શકે છે, જ્યારે શિલાલેખમાં તે માત્ર તેના ઉપર કતરેલ લિપિના ઉકેલ ઉપરજ આધાર રખાતો હોવાથી તેમજ અન્ય અનેકવિધ મુશ્કેલીઓ તેમાં આવી પડતી હોવાથી, તેમાંથી ઉદ્ભવતા ફાયદા અલ્પાસે ગરજ સારે છે. અને કેટલીક વખત તે કાંઈ ફળદાયી પરિણામ નીપજે તે પહેલાં અનેક પ્રકારે હતાશ પમાડનારા પણ નીવડે છે. એટલે શિલાલેખના કરતાં સિકકા ચિન્હો ઉપરથી આવેલાં પરિણામ, પ્રમાણમાં સૂતર છે. ઉપરાંત વધારે વજનદાર પણ છે. છતાં એક બીજાના પૂરક તરીકે પણ ગરજ સારનારાં નીવડે છે.
શિલાલેખમાં માત્ર લિપિનો ઉકેલ કરવાને હોય છે, જ્યારે સિકકામાં તે લિપિને પણ ઉકેલ કરવાને હોય છે તેમ ચિન્હની સમજ પણ લેવાની હોય છે. તે દરજજે સિકકાને અભ્યાસ, વિશેષ ઉડે પરિચય અને વિચારણા માંગે છે. વળી સિકકામાંનાં કેટલાંક ચિત્ર-ચિન્હ કે દો હોય
છે તે ઈતિહાસમાંનાં કેટલાક બનાવની માહિતીને દેરવનારાં નીવડે છે. તેમ કેટલાંક શિલ્પકામની સાથે સંબંધ ધરાવતાં પણ હોય છે. એટલે આ પ્રકારે સર્વ શાખામાં માહિતી ધરાવનારને તે વિશેષ ઉપકારક થઈ પડે છે. ત્યારે શિલાલેખમાં તેટલું બધું અટપટાપણું નથી હોતું. આપણે અહીં, તે બેમાંથી કેણ વિશેષ ઉપકારક છે તે વિષયની ચર્ચા કરવા બેઠા નથી. પણ આટલે. ઉલ્લેખ કરવાની એટલા માટે જરૂર પડી છે કે, સિકકા-ચિત્રનો અભ્યાસ પણ ઇતિહાસમાંના અનેક અણઉકેલ કેયડાને સ્પષ્ટપણે અને નિશ્ચયપૂર્વક નિચેડ લાવી શકે છે. છતાં પ્રાચીન શોધ ખોળના વર્તમાનકાળના અભ્યાસકે શિલાલેખના વાંચન, અભ્યાસ કે તે ઉપરથી નીકળતા સાર માટે જેટલું ધ્યાન દીધાં કરે છે તેના કરતાં અનેક અંશે ન્યૂનપણે સિકકા તરફ પિતાનું લક્ષ આપ્યા કરે છે અને તેથી કેટલાંક ઉપયોગી થઈ પડે તેવાં તો એમને એમ પ્રકાશમાં આવ્યા વિના પડ્યાં રહ્યાં છે.
આટલી પ્રસ્તાવના કર્યા પછી આપણે મૂળ મુદ્દા ઉપર આવી જઈએ.
આપણે જોકે અહીં તે ધાર્મિક ચિન્હ વિશે સમજૂતિ લઈ, બની શકે તેટલે નિશ્ચયપૂર્વક નિરધાર કરી લેવાનો છે, છતાં કેટલાક સમયે સિક્કાનાં ચિહે સાથે સ્થાપત્યનાં તેમજ શિ૫નાં દશ્યોનો અભ્યાસ પણ સરખાવવો પડે છે એટલે પ્રસંગ આવતાં તેવા પ્રકારનો ઉલ્લેખ પણ કરવો પડશે જ. - સિકકામાં જ્યાં જ્યાં ચિન્હોની સાથે લિપિબદ્ધ વાક્ય, શબ્દ કે અક્ષર હોય છે ત્યાં તે કામ અતિ સહેલ થઈ પડે છે. પણ જ્યાં કેવળ ચિત્તેજ હોય છે ત્યાંનું કાર્ય તેવું સહેલું નથીજ; અને આપણે આગળ કહી ગયા છીએ કે, પાશ્ચાત્ય દેશથી ચડાઈ લઈ આવનારાને સંયોગ હિંદી પ્રજાને થવા પામ્યો, તે પૂર્વે લિપિના અક્ષરોએ સિકકા ઉપર દેખાવ પણ દીધો નહોતે. અને તે પ્રસંગ પ્રથમમાં પ્રથમ ઇ. સ. પૂ. ૧૮૦ ના અરસામાં બેકટ્રીઅન શહેનશાહ ડિમેટ્રીઅસ અને તે બાદ તુરતજ તેના