________________
૧૨૪
સિક્કાનું વર્ણન
[ પ્રાચીન
વધુ પ્રકાશ
સિક્કાને લગતે આ પરિચછેદ છાપખાને જવાની તૈયારીમાં હતા તે અરસામાં જરનલ ઓફ ધી બિહાર એન્ડ ઓરિસ્સા રીસંચ સેસાઇટી ૫૦ ૨૦ અંક ૩-૪ ( ૧૯૭૪ સપ્ટેબર-ડીસેમ્બર ) મારા વાંચવામાં આવ્યો. તેના પૃ૦ ૨૭૯ થી ૩૦૮ સુધી “અલ સાઈન્ડ કૅઇન્સ ઓફ ઇન્ડીઆ' (Early signed coins of India )ના શિર્ષકથી પંડિત જયસ્વાલજીએ એક નિબંધ લખ્યો છે. તેમાં મૌર્યવંશના અને શંગવંશના કેટલાક સિકકા ઉપર અભ્યાસપૂર્ણ અને અત્યાર સુધી પ્રસિદ્ધ નહીં થયેલ તેવી હકીકત બહાર પાડી સરસ પ્રકાશ પાડેલ છે. તે વાંચતાં અતિ આનંદ પ્રાપ્ત થયું. કેમકે, જે સઘળી હકીકત મેં સ્વમતિ અનુસાર સંશોધિત કરીને લગભગ ત્રણ ચાર વર્ષ ઉપર લખી રાખી હતી, તેને આ પ્રમાણે અણધારી રીતે પંડિતજી જેવા નિષ્ણુત પુરૂષની લેખિનીથી સમર્થન મળી રહ્યું છે. તેમાંનું વિવેચન નીચે ત્રણ ચાર સિકકા સંબંધી ચિત્રો આપી ઉપરની ૯૦ સિકકાની પદ્ધતિ પ્રમાણે જો કે વર્ણનના રૂપમાં આપ્યું છે. પણ તે સિવાય જે કેટલીક બાબત ઉપયોગી લાગી તે અત્રે રજુ કરું છું.
પહેલી –જે સિક્કાને આંક આપણે અહીં નં. ૯૩ આપ્યો છે તે બાબતમાં પંડિતજી પિતાના વિચાર જણાવતાં લખે છે કે, I take the head to be that of the king, not of a Demon (Cunningham & Smith ). [ find no protruding tongue but a toothless mouth and a smiling face on the C.A.I. coin. The face there is of an old man of about 70 or above=કે. એ. ઈના સિક્કામાં જે શિર છે તે રાજાનું મહેરૂં હેવાનું હું માનું છું. પણ (મિ. કનિંગહામ અને મિ. સ્મિથની ધારણા પ્રમાણે) તે રાક્ષસનો ચહેરે નથી. દાંત વિનાના મોંમાંથી જીભ બહાર નીકળતી હોય એમ દેખાય છે. અને તેનો ચહેરે હસ્ત છે. આશરે ૭૦ વર્ષના વૃદ્ધ પુરૂષને તે ચહેરે લાગે છે. આ પ્રમાણે તેમનું માનવું થયું છે. આજ પ્રકારના બીજા સિક્કા ઉપરનો લેખ ઉકેલતાં તેમાં સુભાગસેશબ્દ હોવાથી, આ બને
સિક્કાને તેમણે રાજા સુભાગસેનના ઠરાવ્યા છે. વળી આગળ જતાં પૃ ૨૮૪ ઉપર તેના સંબંધમાં લખે છે કે “ He is to be identified with a Maurya prince in the neighbourhood of Gandhar-This Maurya prince was probably the ruler of Kashmir, who is named Jaloka in in the history of Kashmir”—તેને (સુભાગસેનને ) ગાંધારની નજીકના પ્રદેશવાળા મૌર્ય રાજકુમાર તરીકે ઓળખ રહે છે અને જેને કાશ્મિરના ઈતિહાસમાં જાક તરીકે ઓળખાવ્યો છે તેજ સેવા આ મોર્યરાજકુમાર છે.” આ વાક્યના ઉલ્લેખ ઉપર અત્ર ખાસ ધ્યાન ખેંચવાનું પ્રયજન તે એ છે કે, કુમાર સુભાગસેનને પંડિત
એ પણ મૌર્યવંશી હોવાનું ધાર્યું છે. બાકી જાલોક (જાલૌક) અને કાશિમર સંબંધી વિગતે આપણે આગળ ઉપર જણાવવાની છે એટલે અંહી તેની ચર્ચામાં ઉતરવાપણું રહેતું નથી.
(૧) જુઓ મજકુર પુસ્તક, પૃ. ૨૮૩
(૨) આ હકીકત અને મેં તૈયાર કરેલી હકીકત એક બીજાને કેટલી મળતી આવે છે, તે પુ. ૩ની આદિમાં
સુભાગસેનના વૃત્તાંતથી જોઈ શકાશે.
(૩) ઉપરની ટીકા નં. ૨ જુઓ. (૪) સુભાગસેનની હકીક્ત પુ. ની રાત્રિમાં