________________
૧૪૨
ચંદ્રગુપ્તને
[ચતુર્થ
સંત્રીજી ક્ષત્રિય સંત્રીછમાંજ પરણી શકે, માત્ર તેના પેટાવિભાગી જાતવાળા પિતાપિતાની પેટાજાતિમાંજ ન પરણી શક ૩૩ કારણ કે તેમ કરવામાં પિતૃ-ગેત્ર સંબંધને ધક્કો લાગે છે. સંત્રીજી ક્ષત્રિયમાં નવ મલ્લજાતિ અને નવ લિચ્છવી જાતિ મળીને અઢાર વિભાગો હતા એમ દેખાય છે. કોઈ ગ્રંથમાં, ચંદ્રગુપ્તના રાજ્યારંભની કે
અંતની સાલ નોંધાયેલી રાજ્યારંભ જણાતી નથી, પણ કેટલાક
ઐતિહાસિક બનાના આધારે આપણે તે બધી સાલે સવળતાથી તારવી શકીએ તેમ છે જ. પ્રથમ તેને વિચાર કરીશું.
(૧) બ્રાહ્મણ ધર્મના પૌરાણિક ગ્રંથમાં જણાવ્યું છે કે, “ નંદ પહેલાના રાજ્યાભિષેક બાદ સે વર્ષે, ચંદ્રગુપ્ત મગધપતિ (સમ્રાટ ). થયે હતે.” આમાં બે મુદ્દાની વિચારણા કરવી રહે છે. એક તે નંદ પહેલાના રાજ્યાભિષેક સમય, અને બીજે, ચંદ્રગુપ્તનું મગધપતિ થવું તેમાં પહેલો મુદ્દો, પુસ્તક પહેલામાં સાબિત કરી ગયા છીએ તે પ્રમાણે છે. સ. પૂ. ૪૭૨ મ. સં. ૫૫ છે. હવે બીજો મુદ્દો વિચારીએ. ચંદ્રગુપ્ત ચાણક્યની અને રાજ વક્રગ્રીવની મદદથી,
મગધપતિ નવમાનંદને હરાવીને મગધની ગાદી મેળવી હતી, તે હકીકત પુ. ૧લામાં જણાવી ગયા છીએ, તેમ હવે પછી પણ તેને ઉલ્લેખ કરવામાં આવશે. અને એટલું તે સ્વીકારવું જ પડશે કે, તેણે મગધ ઉપર આ પ્રમાણે ચડાઈ કરીને જીત મેળવી હતી તે પહેલાં તે અન્ય ભૂમિ ઉપર, નાના પ્રમાણમાં કાંઈક સત્તાધીશ તે હતો જ.' મતલબ કહેવાની એ છે કે, પોતે મગધપતિ થયો એટલે, મગધને સમ્રાટ બને તે પહેલાં કેટલાય વખતથી રાજા તરીકે તે તેની કારકિર્દી શરૂ થઈ જ હતી. જ્યારે અહીં જે બે બનાવ વચ્ચેને આંતરો સે વર્ષ તરીકે પુરાણકારે બતાવ્યો છે, તે તેના મગધપતિ અથવા સમ્રાટ બનવાની તારીખ વચ્ચે છે, નહીં કે તે રાજપદે આવ્યું તે તારીખ વચ્ચેને. એટલે પુરાણકારના કથન પ્રમાણે નંદ પહેલાના રાજ્યાભિષેકની સાલ ( ઇ. સ. પૂ. ૪૭૨ )માંથી સે વર્ષ બાદ કરતાં ઇ. સ. પૂ. ૩૭ર આવે છે તે સાલમાં, ૩ ચંદ્રગુપ્ત મગધપતિ બન્યું હતું એમ કહેવાનો ભાવાર્થ છે.
(૨) બુદ્ધ સંવત ( બુ. સં. ) ૧૬૨ માં રાજા ચંદ્રગુપ્ત ગાદીપતિ૭૭ બન્યો હતો એમ
(૩૩) મહાવીરના પિતા સિદ્ધાર્થ રાજા જ્ઞાત જાતિના હતા. અને તેમના માતામહ ચેટકપતિ લિચ્છવી જાતિના હતા: આ જ્ઞાત જાતિ અને લિચ્છવી જાતિ બને સંત્રીજી ક્ષત્રિયની શાખા હોઈને, તેમના પુત્રો અંદર અંદર લગ્નગ્રંથીથી જોડાઈ શકે. તેથીજ રાજા સિદ્ધાર્થ સાથે ચેટકપતિ રાજાની બહેન ત્રિશલાજીને લગ્નસંબંધ થયો હતો. પણ એ બને એકજ શાખાના હેત તે લગ્ન થઈ ન શકત; એટલેકે બને જ્ઞાત જાતિના કે લિચ્છવી જાતિના હોત તે લગ્ન ન થઈ શકત: પણ ભિન્ન શાખાના હેવાથી પણ શકયા. ( જુઓ ઉપર પરિચ્છેદ બીજની હકીકતમાં લગ્ન વિશેનું વિવેચન )..
(૩૪) ઈ. એ. પુ. ૩૨ પૃ. ૨૩૧: The Brahamin's Puranas state that, Chandragupta ascended the throne of Magadha
(became emperor-આ કૌં સમાં લખેલ અક્ષરો મારી તરફના સમજવા ) 100 years after the accession of Nanda I.
( ૩૫ ) એટલે કે તે રાજા થયે તે સાલ પણ જુદી છે અને સમ્રાટ બન્યો તે સાલ પણ જુદી છે. બે બનાવની વચ્ચે લગભગ આઠથી નવ વરસને અંતર છે તે આપણે આગળ જોઈશું (જુએ દલીલ નં. ૨)
( ૩૬ ) અને આ સાલ બરાબર છે એમ આપણને ક્રમે ક્રમે માલુમ પડતું જશે.
( ૩૭ ) ત્યાં Accession શબ્દ છે. Accession એટલે ગાદીએ બેસવું અને Coronation એટલે રાજ્યાભિષેક થવો એમ સમજવું: પહેલી ક્રિયા તે તેનું સામાન્ય રાજપદે બિરાજવાનું સમજવું અને બીજી ક્રિયા તે મગધસમ્રાટ થયા તે સમજવી.