________________
૧૩ર.
સિક્કાનું વર્ણન
[પ્રાચીન
[નેટ-સિક્કા પ્રકરણ અંહી ખલાસ થાય છે. અને તેમાંના સર્વ શિક્કાઓને સમય લઈને વિચાર કરશે તો જણાશે કે, જે સમયનો ઇતિહાસ આલેખવાનો મારો પ્રયાસ છે તે સર્વે સમયમાં, આવી જતા સર્વવંશી રાજાઓના અને અદ્ય પ્રાપ્ત થતા સર્વ પ્રકારના વર્ગના-સિક્કાને, તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે : અને તે ઉપર કોતરવામાં આવેલ ચિહ્નોની–વંશ દર્શક કે ધાર્મિક ઓળખનાં–ચર્ચા કરીને સમજાતી પણ આપી છે. અને તે ઉપરથી મેં જે નિર્ણય બાંધ્યા છે તે પણ સાથે સાથે જણાવ્યા છે તેમજ જ્યાં નિર્ણય નથી બંધાયે ત્યાં વાચક વર્ગના વિચાર તથા ચર્ચા માટે છોડી દીધું છે.
સવ પરિસ્થિતિ જોતાં, હવે વાચક વર્ગની ખાત્રી થશે કે થડ અપવાદ સિવાય સર્વ ભૂપતિઓ, જન ધર્મ પાળનારા જ હતા. અને તેથી જ પુત્ર ૧ ના આમુખમાં મારે જણાવવું પડયું છે કે, મુખ્યપણે એક જૈન ધર્મની જ પ્રાચીન સમયે બોલબાલા હતી. આ કથનની સત્યતા વિશે શંકિત બનીને મારા પસ્તક સંબંધી કોઈ અવલોકનકારે ઉતાવળમાં ને ઉતાવળમાં પિતાના તરફની કાંઈ પણ દલીલ આપ્યા વિના, તે મારા કથનને ધર્માધાપણાની અને અહંકારની ઉપમા આપી દીધી છે. ખેર, પણ હવે તે ભાઇની, તેમજ તેમના જેવા વિચાર ધરાવનાર અન્ય વાચક વર્ગની ખાત્રી થઈ હશે કે, મેં મારા જણાવેલા વિચાર અને નિણ, કપાળ કરિપત હકીકતના આધારે બાંધ્યા નથી, પણ શિલાલેખ અને સિક્કાઈ પુરાવા જેવા અચળ અને સજ્જડ ગણાતા પાયા ઉપર જ રહ્યા છે.].