________________ શ્રી હેમચંદ્રસૂરિ. ગ્રહની જ સ્થિતિની ચર્ચા છે, બાકીના બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુના સ્થાન બતાવ્યાં નથી. એ જ દીક્ષા લગ્નના સંબંધમાં કુમારપાલ ચરિત્ર મહાકાવ્યમાં કૃષ્ણપય સિંહરિ નીચે પ્રમાણે લખે છે. " अथ श्री वर्धमानस्य प्रासादे सादितांहसि / माघमासस्य धवले पक्षे चातुर्दशेऽहनि // 161 // रोहिण्यां शनिवारे च रवियोगे त्रयोदशे / સમવસે ગૃપ જુમે શ | 262 " આમાં માઘ શુદિ 14 શનિ અને રેહિણીમાં દીક્ષા અપાયાને સ્પષ્ટ એકરાર છે; પણ એક-બે વાત આમાં પણ વિચારણીય છે. પ્રબંધકારે પાર્શ્વનાથના મંદિરમાં દીક્ષા આપ્યાની વાત લખી છે જ્યારે એ ચરિત્રકાર “મહાવીર' ના મંદિરમાં દીક્ષા અપાયાને ઉલ્લેખ કરે છે. આ એક મતભેદ છે. બીજું આમાં તે દિવસે તેરમો રવિયોગ હોવાનું લખ્યું તે પણ સંભવિત નથી, કેમકે જે સૂર્ય તે સમયમાં મૂલ નક્ષત્રમાં હોય તો જ ચન્દ્ર રોહિણી ઉપર હેવાથી તેર રવિયેગ બની શકે, પણ તેમ હોઈ શકે નહિ, મૂલો સૂર્ય પિષમાં હોય, માધશુદિમાં નહિ, વલી ધનામાં શુભ કાર્ય કરવાનો પણ નિષેધ છે. માટે તે દિવસે સૂર્ય મૂલનો નહોતા પણ સંભવ પ્રમાણે ધનિકાનો હતો તેથી તેરમે તે નહિ પણ નવમો રવિયોગ તે દહાડે થતો હતો. ચરિત્રમાં ગ્રહવ્યવસ્થા તે નથી જણાવી, પણ તે લગ્નમાં 7 ગ્રહ બળવાન હતા એમ જણાવ્યું છે. પ્રબન્ધકારના લેખ પ્રમાણે ચન્દ્ર અને ગુરૂ વૃષના અને સૂર્ય મંગલ કુંભના હતા તેથી બીજા ગ્રહનો વિચાર કરવો રહ્યો. પૂલગણના પ્રમાણે તે વખતે શનિ મીન હતો અને રાહુ કેતુ તુલા અને મેષના બુધ તે સમયે મીન રાશિને હવાને વિશેષ સંભવ છે અને શુક્ર મકરને. આ બધા ગ્રહની વ્યવસ્થા પ્રમાણે મુનિ સેમચન્દ્રની દીક્ષા-લગ્નકુડલી નીચે પ્રમાણે બને છે - 7 રા. P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust