________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. (57) થયેલ તે શિષ્ય ભાગી ગયો પછી ગુરૂ દ્ધના મંદિરમાં ગયા. ત્યાં શ્રદ્ધોએ તેમને બુદ્ધને નમસ્કાર કરવાનું કહ્યું એટલે આચાર્ય બોલ્યા કે - “હે વત્સ ! શુદ્ધોદનિસુત, મને અભ્યાગતને વંદન કર, ત્યારે પ્રતિમા રૂપે રહેલ બુદ્ધ આવીને તેમના પગે પડે. એ બુદ્ધ મંદિરના દ્વાર પર બુદ્ધના સેવકની એક મૂર્તિ હતી, તેને આચાર્ય નમસ્કાર કરવાનું કહ્યું, એટલે તે પણ આવીને સૂરિના ચરણ-કમળમાં ન, પછી ગુરૂએ તેને ઉઠવાનું કહ્યું, ત્યારે તે ઉઠતાં કંઈક અવનત રહ્યો અદ્યાપિ તે નિગ્રંથનમિત એવા નામથી તેવી જ સ્થિતિમાં છે. ગુરૂના આદેશથી બુદ્ધસ્થાને તે એક બાજુએ રહેલ છે. હવે તેમને મહેંદ્ર નામે શિષ્ય મહા પ્રભાવી અને સિદ્ધ પ્રાભૃત વિદ્યામાં નિષ્ણાત હતા, તેનું ચરિત્ર કહેવામાં આવે છે - અમરાવતી સમાન પાટલીપુત્ર નામે નગર છે ત્યાં મિથ્યાષ્ટિ અને તુચ્છબુદ્ધિ એ દાહડ નામે રાજા હતો, કે જે દશનેના વ્યવહારને લેપ કરતાં પ્રમોદ પામતો. તે બાદ્ધોને નગ્ન અને શવને જટા રહિત કરતે, વૈષ્ણવો પાસે વિગણુપૂજાનો ત્યાગ કરાવતે, કલમતને ચોટલી રાખવાની આજ્ઞા કરતો, નાસ્તિકેના શિરે આસ્તિકતા સ્થાપત, બ્રાહ્મણેથકી પ્રમાણને ઈચ્છતો અને તે પાપા ત્મા જૈન મુનિઓને મદિરાપાનની આજ્ઞા કરતા. એમ ધમને લેપનાર તે રાજાએ સર્વ દર્શનીઓને આજ્ઞા આપી, “એ આજ્ઞાનો ભંગ કરનાર પ્રાણત દંડ પામશે” એવો આદેશ પણ તેણે ફરમાવી દીધો. અહીં કોઈને ઉપાય શું ચાલી શકે ? વળી એ રાજાએ નગરમાં વસતા શ્રી સંઘને હુકમ કર્યો કે “તમારે પવિત્ર બ્રાહ્મણોને હમેશાં નમસ્કાર કરો, નહિ તે તમારો વધ કરવામાં આવશે.” ધન અને પ્રાણાદિકના લેભે કેટલાક લોકોએ આ તેનું વચન માની લીધું, પરંતુ ત્યાગી જૈન મુનિઓ વિચાર કરવા લાગ્યા કે–દેહને ત્યાગ થાય, તેથી આપણને કંઈ દુઃખ થવાનું નથી, પણ શાસનની હીલનાથી આપણું હૃદય બહુ દુભાય છે. કારણ કે વિનશ્વર દેહ પર મેહ કેવો?” એમ ધારીને ગુરૂ કહેવા લાગ્યા-શ્રી આર્યખપુટાચાર્યના મહેદ્રનામે મુખ્ય શિષ્ય સિદ્ધપ્રાભૂત વિદ્યાથી અલંકૃત છે, માટે શ્રી સંઘ ભૂરુક્ષેત્રમાં બે ગીતાર્થ મુનિને મેકલે. એટલે આ બાબતમાં તેઓ પ્રતીકાર લેવાને સમર્થ થશે.” પછી શ્રી સંઘે તે પ્રમાણે કર્યું ત્યારે ગુરૂએ તેમને પાટલીપુત્ર નગરે જવાની આજ્ઞા આપતાં તે બે કણેરની લતા મંત્રીને સાથે લેતા ગયા, તેમણે આવીને રાજાને કહ્યું કે–“તમારી આજ્ઞા અમને પ્રમાણ છે, પરંતુ જ્યોતિષીઓએ તે મુહૂર્ત જેવું જોઈએ કે જે ભવિષ્યમાં શુભકારી નિવડે.” એમ મહેંદ્રમુનિનું વચન સાંભળતાં રાજાના મનમાં ગર્વ આવી ગયો કેઅહો ! આવા અપૂર્વ કાર્યમાં પણ મારી સત્તા કેવી ચાલે છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust