________________ ( 154) શ્રી પ્રભાવક ચરિત્ર. પછી આમ રાજાએ વાપતિરાજને આશ્વાસન આપતાં જણાવ્યું કે– હે સખે ! ધર્મ રાજાને તજી આમ રાજાના ભવનમાં આવતાં મારે સત્કાર નહિ– એવા પ્રકારનો ખેદ કરીશ નહિ. આ રાજ્ય તારૂં જ છે; એમ સમજીને સુખે અહીં રહે. હે મહામતિ ! શ્રી બપ્પભદિ ગુરૂ અને હું તને પિતાને જ સમજીએ છીએ.” આમ રાજાના એ વચનામૃતનું પાન કરતાં જાણે ગંગામાં ન્હા હોય, તેમ વાપતિરાજના પ્રમોદને પાર ન રહ્યો. પછી રાજાના મિત્ર શ્રી બપ્પભદિ સૂરિ સાથેજ ઉઠીને તે ઉપાશ્રયમાં ગયો અને ત્યાં અત્યંત હર્ષપૂર્વક રહેવા લાગ્યો. પછી કાવ્ય કરવામાં કુશળ એવા વાક્પતિરાજે ગેંડબંધ અને મદ્રમહિને વિજય એ નામના બે ગ્રંથ રચ્યા. એ અરસામાં ગુરૂએ તેને કહ્યું કે બદ્ધાચાર્યે દ્વેષ કરાવતાં પણ ધર્મ રાજાએ તેને પિષણ ન આપ્યું. કારણ કે ગુણીજને સર્વત્ર પૂજનીય થાય છે. પછી આમરાજાએ તેના ગુજરાનને માટે ધર્મ રાજા કરતાં બમણું લાખ સોના મહોર કરી આપી. એમ ભારે આનંદથી : તે ત્યાં કાલ નિર્ગમન કરવા લાગ્યો. એક વખતે રાજાએ રાજસભામાં સુખે બેઠેલા એવા ગુરૂને કહ્યું કે– મિત્ર! તમારા જેવો વિદ્વાન કઈ સ્વર્ગમાં પણ નહિ હોય, તો પૃથ્વી પર કયાંથી?” ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે –“પૂર્વે જૈનશાસનમાં એવા વિદ્વાન હતા કે જેમની બુદ્ધિશ્રુતજ્ઞાનરૂપ મહાસાગરનો પાર પામી હતી, તે વિદ્વાનો એક પદથકી સો હજાર અને લાખ પદો જાણતા, તેમજ કેટલાક તેમના કરતાં પણ અધિક હતા વળી આ કાળે પણ તેવા અદ્ભુત પ્રજ્ઞાવત છે કે જેમની પાસે હું તેમના પગની રજ સમાન પણ નથી. અત્યારે ગુજરાતમાં અમારા ગુરૂના શ્રીનગ્નસૂરિ અને 'ગેવિંદસૂરિ નામે બે શિષ્યો છે જેમની આગળ હું એક મૂર્ખ લાગું, માટે ત્યાં રહે વાની ઇચ્છા ન કરતાં અહીં રહેવાથી તમારી સાથેની મિત્રતાજ મને શોભારૂપ છે.” ગુરૂનું એ વચન સાંભળતાં આમ રાજા ભારે આશ્ચર્ય પામતાં કહેવા લાગ્યા કે હે વયસ્ય ! તમારા વચનમાં મને વિશ્વાસ છતાં તે કેતુક જોવાની મારી ઈચ્છા છે. " એમ કહી વેષ પરાવર્તન કરીને તે ગુજરાતમાં આવેલા હસ્તિજય નામના નગરમાં આવ્યો. ત્યાં જિનમંદિરની પાસેના ઉપાશ્રયમાં બિરાજમાન, ભવ્ય જનોથી સેવાતા, તથા રાજાની જેમ શ્રેષ્ઠ છત્ર અને ચામરથી શેભતા અને સિંહાસન પર બેઠેલા એવા શ્રી નન્નસૂરિ. આમ રાજાના જોવામાં આવ્યા. એટલે ઉંચા અને પહોળા હાથની સંજ્ઞાથી તેણે કંઈક જણાવ્યું. તે જોતાં આચાર્ય પણ તેની સામે વચલી અને તર્જની આંગળી શૃંગાકારે વિસ્તારી. પછી તે ચાલ્યા ગયે, ત્યારે લોકોએ આચાર્યને પૂછયું કે–“હે ભગવન ! આ શું ?" એટલે ગુરૂ બાલ્યાએ પુરૂષ કોઈ વિદ્વાન છે. તેણે પૂછયું કે– યતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust