________________ શ્રી મહેન્દ્રસિરિ–ચરિત્ર. (235 ) ધનપ એ રાજાનું આમંત્રણ બનાવતાં હે ધનપ! એવો અર્થ થાય. મે એટલે મમ અર્થાત તેની વાણું એટલે આલવાચ:- શ્રેષ્ઠ વાણી સિદ્ધસારસ્વત : સ્વરમાં તરતી થાઓ.” એ પ્રમાણે રાજમિત્રે શબ્દ ખંડનથી તેજ અક્ષરોમાં એને જ પ્રતિપક્ષ અર્થ કહી બતાવ્યું. - પછી ધનપાલ કવિએ તેને સમસ્યા આપી, જે તેણે એક્સો આઠવાર પૂરી કરી, પરંતુ તેમાંની એક નિર્દોષ કે વિદ્વાનોને આશ્ચર્ય પમાડે તેવી નહતી. તે ધર્મ વિદ્વાને છેવટે આ પ્રમાણે સમસ્યા પૂરી સમસ્યાનો પૂર્વાધ આ રીતે છે - યં માસ્તરમા નવન્નિાશ્વ निशातो विश्लिष्टा घनघटितकाष्ठा विघटते" // સમુદ્રના તટની જેમ એકદમ પતન પામીને રાત્રિથી વિયુકત થયેલ અને સારી રીતે મળી ગયેલ આ દિશાઓ વિભિન્ન થાય છે.” સમસ્યાપૂતિ, ઉત્તરાર્ધ આ પ્રમાણે છે - " वणिग्वक्त्रानंदत्विषि शकुनिकोलाहलगणे નિરાધારસ્તાનાસ્તનું નિમતિ માયા” 1 , વણિકમુખના આકંદ સમાન પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા અને નિરાધાર થયેલ તારારૂપ મણિઓ છુપાઈ (નિમગ્ન થઈ) ગયા. અત્યંત કર્ણકટુ હોવાથી, ચંદ્રાસ્તના વર્ણનથી અને ન્યુકિત દૂષણથી સભ્ય જાએ એ સમસ્યાગૃત્તિ તેની માન્ય ન કરી, એટલે ધનપાલ બોલ્યો–એ સમસ્થાપર વજા પડે” આથી મિથ્યા આડંબર રાખનાર તે કવિ વિલક્ષ થઈ ગયે અને જયની આશા તેની ભગ્ન થઈ ગઈ.. એટલે ધનપાલ કવીશ્વરે વિદ્વાનોને મનોહર લાગે તેમ તે સમસ્યા અનાયાસે પૂરી કરી. કારણ કે એ તેને મન નજીવી વાત હતી. "असावप्यामूलात त्रुटितकरसंतानतनिका प्रयात्यस्तं स्रस्तासितपट इव श्वेतकिरणः" // આ વેતકિરણ ચંદ્રમા પણ મૂલથી કિરણે તૂટતાં પડી જતા વેત પટની જેમ અસ્ત થાય છે. ત્યારે ભગ્ન થતાં પરાભવરૂપ સમુદ્રમાં નિમગ્ન થયેલ ધર્મને કવિએ પ્રતિબંધ પમાડતાં, નાવની જેમ આશ્વાસન આપીને તેને ઉદ્ધાર કર્યો. મદ ન કરવા માટે તેણે સૂચવ્યું કે–જન્મ પયત પ્રતિ દિવસ શાસ્ત્રને સાર ગ્રહણ કર્યા છતાં એવો કેણુ છે કે જેની વાણી વિલાસ અદ્યાપિ અભિન્ન મુદ્રાયુકત થઈને જયવંત હોય?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust