________________ શ્રી સૂરાચાર્ય ચરિત્ર. ( ર૪૫ ). એવામાં પોતાના દર્શનની સ્થિતિ પ્રમાણે સુરાચાર્ય પણ તેમનામાં ભળ્યા. એટલે તે બધા લોકોએ એક્ય કરીને સાંત્વનાપૂર્વક આચાર્યને જણાવ્યું કે આ રાજા તો કાલ (યમ) જેવો લાગે છે કે જે આમ બધા દર્શનેનું ઐક્ય કરવાને ઈચ્છે છે, પરંતુ તેમ કદિ થયું નથી અને થવાનું પણ નથી. તમે ગુજરવાસી મહાપ્રવીણ છે, તો કોઈ વચનયુતિવડે રાજાને એ દઢ કુવિકલ્પથી અટકાવે, અને હજારે લેકે પ્રાણદાન આપતાં આપ ભારે અગણનીય પુણ્ય ઉપાર્જન કરે.” એમ સાંભળતાં સૂરાચાર્ય કહેવા લાગ્યા કે “જે રાજા પણ પ્રતિબોધ ન પામે, તો અમ અતિથિનું અહીં આગમન શા કામનું? પરંતુ દર્શનનો ક્રિયા માર્ગ ભિન્નભિન્ન છે, માટે તેને ઉચિત કંઈક પ્રયત્ન કરીને તમને હું મુક્ત કરાવીશ.” પછી ગુરૂ મહારાજે અમાત્ય મારફતે રાજાને કહેવરાવ્યું કે–“રાજાની પાસે તે અમે ઘણીવાર ગમનાગમન કરીએ છીએ, પરંતુ ઘણું દર્શની લોકોની અનુકંપા લાવીને મારે, જે રાજા ધ્યાનમાં લે, તે કંઈક સંભળાવવું છે. ત્યારે રાજાએ જણાવ્યું કે એ ગુર્જર કવિરાજ ભલે સત્વરે અહીં આવે. " એટલે મંત્રીઓની સાથે આચાર્ય રાજમંદિરે ગયા. ત્યાં રાજાએ સૂરીશ્વરજીનું અદ્ભુત આતિએ કર્યું અને તેમને ઉચિત આસન પર બેસાર્યા. પછી આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે-“આ બધા દશનીઓને વાડામાં પૂરીને શું કરવાનું છે? એ બધાને જોતાં અમારું મન દુભાય છે, માટે અમે અમારી ભૂમિકામાં જઈશું. વળી ત્યાં જતાં પણ આ બધું સ્વરૂપ ભીમરાજાને સંભળાવી. હવે ધારાપુરથી જવા માટે તારી અનુજ્ઞા મેળવવાની છે.” એ પ્રમાણે સાંભળતાં રાજા બોલ્યા કે –“તમ અતિથિ સામે હું કંઈ પણ કહી શકતો નથી. પરંતુ એ બધા દર્શન ભિન્નભિન્ન છે, તેનું માત્ર કારણ આપને ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે –“હે ભૂપાલ ! તેનું સ્વરૂપ તું સાવધાન થઈને મારી પાસે સાંભળ–અહીં રાશી પ્રસાદ અને તેટલાજ ચટા છે. તેમજ ચોવીશ બજારે છે. એ પ્રમાણે નગરીની રચના છે, પણ એ બધા અલગ અલગ છે, તેને એકત્ર સ્થાને કરી દે, ભિન્ન શા માટે જોઈએ? વળી તેમ કરવાથી બધું એક સ્થાને મળી શકશે અને લોકોને ભમવાનું ટળી જશે.” આથી રાજાએ જણાવ્યું કે–“ભિન્ન ભિન્ન વસ્તુઓ લેનારાઓના એકત્ર મળવાથી લોકોને મહા બાધા થાય, તેટલા માટે મેં દુકાનો અલગ અલગ કરાવી છે.” એટલે વિદ્વાન વક્તાઓમાં સમર્થ એવા આચાર્ય કહેવા લાગ્યા કે “હું નરેંદ્ર! તું વિદ્વાન છતાં વિચાર કેમ કરતો નથી. જ્યારે પોતે કરેલ દુકાને તેડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust