________________ શ્રી હેમચંદ્ર સૂરિ-ચરિત્ર. ( 303) આવતી હોય એમ ભાસતું હતું. તે વખતે દેવધ પોતાના પરિવારને કહેવા લાગ્યો કે–આ પ્રસન્ન–સ્વચછ મદિરાનો એક એક ઘુંટડો લઈ પોતાના સ્થાને જઈને હવે આરામ કરીએ.” એ સ્મૃતિને ઉદ્દેશીને કંઈ પણ ન બોલતાં જે પરિવાર તેને કહેવા લાગ્યું કે-“આપણું સ્વાદિષ્ટ સંવિભાગમાં કોણ વિમુખ હોય? એવામાં ક્ષણભર વિચારીને તાત્કાલિક મતિ ઉત્પન્ન થતાં દેવબોધ બોલી ઉઠયો કે હે રાજન ! તમે અચાનક દૈવયોગે દષ્ટિએ આવ્યા. એટલે અમે તમને વધાવીએ છીએ, એમ કહી તેણે એક સુવર્ણપાત્ર મધથી ભરીને રાજાને આપ્યું. તે જોતાં રાજાને ક્ષીરપૂર્ણ જોવામાં આવ્યું. એટલે અમૃત સમાન તેનું રાજાએ પાન કર્યું અને ક્ષણભર તેને વિચાર થઈ પડયે કે-“આ દુધ કે મદ્ય? એણે પોતાની શકિતથી તેને રસ ફેરવી નાખ્યો હશે અને જે રસ-પરાવર્તન કર્યું હોય, તો એની શક્તિ અને પ્રતિભા અદ્દભુત છે.” પછી તે કવિરાજે રાજાને વિસર્જન કર્યો. તે વખતે “આ અવસર ઠીક છે” એમ ધારી પ્રભાતે રાજસભામાં આવીને તેણે નિવેદન કર્યું કે– “હે મહારાજ ! અમારે તીર્થાટન કરવું છે, માટે આપની અનુજ્ઞા લઈએ છીએ.” ત્યારે રાજાએ જણાવ્યું કે– તમારા જેવા મુનીશ્વરો તો દેશના શાંતિનીર સમાન છે. તે કયે સુજ્ઞ તમને જવાની અનુમતિ આપે ?" એટલે તેણે કહ્યું કે–“હે રાજન ! આ વખતે અર્થવાદનું પ્રયોજન નથી. જ્યાં પંડિત ખલ–ભાષાથી પરાભવ પામે અથવા ઓળખાય, ત્યાં સ્થિતિ કરવી ગ્ય નથી. કુળ, વિદ્યા, વય, જ્ઞાન કે શક્તિ જે પુરૂષને નિંદનીય કર્મોથી ન અટકાવે, તે નગરમાં રહેવાથી શું ? દેવ, દેવીઓ, મહા મંત્ર, અનેક વિદ્યાઓ અને અષ્ટ સિદ્ધિઓ જેમને વશ હોય, છતાં તેમનું વચન માન્ય ન થાય, તો તેવા કોથી પણ શું? માટે હે ભૂપાલ! તારી સભા અમારા જેવાને યોગ્ય નથી, એ સ્પષ્ટ છે. આવા ગામમાં ભલે તમારેજ અનુકૂલ સંગ રહો.” ત્યારે રાજા શ્રીપાલ કવીશ્વરને કંઈક આશયસહિત વચન બોલ્યો કે–તમે કેપગર્ભિત સજજનનું વાકય સાંભળ્યું કે નહિ ?" એટલે પ્રજ્ઞાવાન શ્રીપાલ કવિ વિચારવા લાગ્યો કે–આ ભિક્ષુ કાર્ય અને સન્માનથી દંડિત અને ક્રિયાભ્રષ્ટ થાય, તેમ કરૂં, એમ ધારીને તે બોલ્યા કે - હે મહારાજ ! આ મુનિઓ અચિંત્ય શક્તિધારી અને મહા પ્રભાવશાળી છે, માટે સ્વદેશમાંથી એમને મોકલવા ન જોઈએ, કારણ કે વિદ્વાને દ્રવ્ય કે ખુશામતથી સંતુષ્ટ થતા નથી, પણ તેમને સ્વભાવ જાણવામાં આવતાં તેઓ કેવળ સદ્ધાત્સલ્યથી પ્રસન્ન થાય છે.’ * એ પ્રમાણે સત્ય અને શ્રવણીય વચન સાંભળતાં રાજા પોતાનું મસ્તક P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust