________________ ( ૩ર૪ ) શ્રી પ્રભાવક ચરિત્ર. આનો સ્વીકાર કર.” ત્યારે વણિક જરા હસીને કહેવા લાગ્યો કે–“હે સ્વામિન ! અસ્થિર ધનલેશથી હું પુણ્યનો વિક્રય કરનાર નથી. તમે પોતે પૂર્વ પુણ્યથી વિભવ પામ્યા છે, તો મારા જેવાને છેતરતાં શરમાતા કેમ નથી ?' એમ સાંભળતા રોમાંચિત થતા મંત્રી છે કે તું મારા કરતાં પણ અધિક ધન્ય છે, કે જેનું મને આવું નિ:સ્પૃહ છે.” એમ કહીને તેણે કપૂરથી વાસિત પાનનું બીડું તે સાધમી વણિકને આપ્યું, તે લઈ, સન્માન પામ્યા છતાં પોતાની ગૃહિણીથી ભય પામતો તે પોતાના ઘરે આવ્યો, કારણ કે કહેવામાં આવેલ દુર્વાકયે કુળને ક્ષય કરે છે. એવામાં ઘરે આવતાં અકસ્માત સ્ત્રીએ મીઠાં વચનોથી તેને સંતોષ પમાડો. એટલે પૂર્વે કઈવાર અરષ્ટ તેણુનું આચરણ જોતાં તે આશ્ચર્ય પામ્યો. પછી તેણે બધે યથાસ્થિત વૃત્તાંત સ્ત્રીને કહી સંભળાવ્યો. જે સાંભળતાં તે કહેવા લાગી કે–“તમે મંત્રી પાસેથી જે પારિતોષિક ન લીધું, તેથી મારું મન બહુજ સંતુષ્ટ થયું છે, જે તમે મંત્રી પાસેથી લોખંડને અધ ટકો પણ લીધો હોત, તે હું અવશ્ય તમારા ઘરમાં હેત નહિ. હવે ગાયને બાંધવાનો ખીલો બરાબર મજબુત કરો.” એમ પિતાની સ્ત્રીના કહેવાથી તે કદાળી માગીને ત્યાં ભૂમિ ખોદવા લાગ્યા. જમીનને કંઈક ખોદતાં કેદાળી ખટકી, એટલે તેણે પિતાની ગૃહિણીને બોલાવીને તે વાત કહી. ત્યારે તે બોલી કે રાત્રે એકાંતમાં કંઈક કરવા જેવું છે, અત્યારે ખોદવાનું મૂકી ઘો.” પછી રાત્રે ખોદવા જતાં તેમાંથી ચાર હજાર સોનામહેર નીકળી, તે જોતાં વણિક ભારે પ્રમોદ પામીને ચિંતવવા લાગ્યો કે–અહો ! જિનેશ્વરની અ૫ પૂજાનું પણું આટલું બધું ફળ? આ ધન તો હું વાલ્મટ મંત્રીને અર્પણ કરીશ. કારણ કે આવા તીર્થમાં એનો વ્યય થતાં, તે કોટિગણું થવાનું. આ તેના વિચારને પલીએ અનુમોદન આપતાં પ્રભાતે તે પર્વત પર મંત્રી પાસે જઈ, તે દ્રવ્ય બતાવીને કહેવા લાગ્યું કે આ ધન તમે ગ્રહણ કરો.” ' એ પ્રમાણે સાંભળતાં મંત્રીશ્વર બોલ્યો કે-“હે બંધુ! મારું એક વચન સાંભળ–તારા સત્વથી આપેલા સાત દ્રમ્મથીજ મારે મને રથ પૂર્ણ થયા છે માટે તે ઉપરાંત તમારૂં દ્રવ્ય લેવાને હું સમર્થ નથી, કારણ કે આટલા દ્રવ્યથી તે સમસ્ત પર્વત સુવર્ણન થઈ શકે, તેમ કરવાની મારી પ્રતિજ્ઞા નથી. તે તું તારું દ્રવ્ય યથારૂચિ ધર્મમાં વાપર, ભેગ ભેગવ અને વેપારમાં વૃદ્ધિ પમાડ. ત્યારે વણિક કહેવા લાગ્યો કે બળદ ચલાવનાર એવા મારે આ કનક કેવું? આ મારા કનકનો કણ જાણે કેણુ માલીક થશે? માટે વૃથા કલેશ કણ અંગીકાર કરે ? તમે તમારી પ્રભુતાને લઈને ગમે તે રીતે એનો વ્યય કરી શકો છો, માટે મહેરબાની કરીને એ ગ્રહણ કરી લે. મને મારા બળદથી સંતોષ છે.” છે ત્યારે મંત્રીએ જણાવ્યું કે –“હું નિરર્થક દ્રવ્ય લેવાનો નથી. એક મજુરની જેમ એ દુહ ભારને વહન કરવાને હું સમર્થ નથી.” એ પ્રમાણે મંત્રી અને P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust