________________ (32) શ્રી પ્રભાવક ચરિત્ર. એટલે રાજા અંજલિ જોડીને કહેવા લાગ્યો કે-હે મંત્રિ ! તમે મને પ્રાસાદ આપી ઘો કે જેથી હું તેને આ પ્રતિમાથી સનાથ કરું.” ત્યારે મંત્રી બે -“હે નાથ ! આ તે મારાપર મોટે પ્રસાદ થયે, એમ થવામાં મારી પ્રસન્નતા છે. હવે પછી તે મારવિહાર એવા આપના નામથી ભલે પ્રસિદ્ધ થાય. પરંતુ મારે આપને કંઈક વિનંતિ કરવાની છે, તે લક્ષ્ય પૂર્વક સાંભળે– કીતિપાલના મુખથી પિતાએ મને આદેશ કર્યો છે કે જીર્ણ થઈ ગયેલ શ્રી શત્રુંજય તીર્થના પ્રાસાદને તારે મારા કલ્યાણ નિમિતે ઉદ્ધાર કરાવવી. એ મારૂં કર્તવ્ય છે તેમજ તે વખતે યાત્રાના અવસરે દેવમરણની વેળાએ તમે પોતે પણ કીતિપાલનું વચન સાંભળતાં જણાવ્યું હતું કે અમારા ભંડારમાંથી ધન લાવીને તારે ચૈત્યનો ઉદ્ધાર કર, તે પિતાના ત્રણથી મુકત થવા માટે આપ મને તે આદેશ ફરમાવે.” એમ સાંભળીને રાજાએ કહ્યું કે “હે સખે ! આ અમારા કાર્યમાં જ તારો બંધુ સમાન આદર છે, માટે એ પ્રમાણે કરે. અમારાથી તારૂં વચન ઓળંગાય તેમ નથી.” એટલે અમાત્યે કહ્યું “હે સ્વામિન ! એ આપને માટે પ્રસાદ થયો” એમ કહી શ્રેષ્ઠીઓના પરિવાર સહિત તે સિદ્ધાચલપર ગયે. ત્યાં તીર્થ પર ભારે ભકિત પૂર્વક શ્રી આદિનાથ ભગવંતને પ્રણામ કરી, મેટા દ્વારવાળા ચોતરફ ત બુ ઉભા કરીને તેણે નિવાસ કર્યો, કે જેમાં વાડીઓ માંચડા અને હવાને માટે બારીએ રાખવામાં આવી હતી, જે મોટા ચેક અને રેશમી વસ્ત્રોથી વધારે સુભિત લાગતા, ઉછળતી ધ્વજાઓના દેખાવથી તે સ્વર્ગના વિમાને જેવા ભાસતા અને તે મોટી સંખ્યામાં હોવાથી ત્યાં પર્વતની ભૂમિ પણ સંકીર્ણ થઈ ગઈ હતી. હવે ત્યાં પાસેના ગામમાં એક વણિક રહેતો હતો કે જે ભારે દરિદ્ર હોવાથી જીર્ણ વસ્ત્રને ધારણ કરતો હતો, તે ત્યાં આવી ચડયો. તેની ગાંઠમાં છ દ્રમ્સ (ટકા) હતા, જેનાથી તે બૃત ખરીદ કરી પીપર નાખીને કટક-સંઘમાં ફેરી કરતા હતા, ત્યાં ઘરાક બહુ મળવાથી એક રૂપીયો ને અધિક એક દ્રમ્પ ઉપાર્જન કરી, ભારે સંતુષ્ટ થતાં તેણે તે રૂપીયાના પુષ્પ લઈને ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરી. પછી પિતાની ગાંઠે સાત દ્રમ્પને સાત લાખ સમાન આનંદથી ધારણ કરતો તે વણિક અમાત્યને જોવાની ઈચ્છાથી તેના તંબુના દ્વાર પાસે આવ્યો એટલે દ્રહમાં શેવાલજાલના રંધ્રમાંથી કાચબો જેમ ચંદ્રમાને જુએ, તેમ પડદામાંથી તેણે મંત્રીને કંઈક જોઈ લીધો. મંત્રીને જોતાંજ તે પૂર્વના પુણ્ય-પાપના અંતરનો વિચાર કરવા લાગ્યા કે—“અહો ! પુરૂષત્વ સમાન છતાં મારી અને એની સ્થિતિમાં કેટલે બધો તફાવત છે? એ સુવર્ણ, મકિતક, માણિકયના આભરણેથી દેદીપ્યમાન છે તથા શ્રેષ્ઠીઓ અને સેવકના પરિવારથી પરિવૃત છે, તેમજ ચક્રવતીની જેમ મુગટબંધ માંડલિક રાજાઓ એના ચરણની સેવા કરી રહ્યા છે, વળી શ્રીયુગાદીશના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust T