________________ કે - - - - - - - - III શ્રી હેમચંદ્રસૂરિ–ચરિત્ર : ( ૩ર૧ ) ક્રિય-વિક્રય કરનાર પકાવનાર, લાવી આપનાર અને ખાનાર એ બધા જીવહિંસાના ભાગીદાર સમજવા. પ્રાણીઓની હિંસા કર્યા વિના કયાંય માંસ મળતું નથી અને જીવવધથી સ્વર્ગની પ્રાપ્તિ નથી, માટે માંસનો ત્યાગ કરવો જોઈએ.” ઇત્યાદિ સર્વ ત્યાગ કરવા લાયક વસ્તુઓનો ગુરૂએ ઉપદેશ આપે, જેથી રાજાએ તેને સ્વીકાર કરીને તેમાંના કેટલાક નિયમ તેણે અંગીકાર કર્યા. વળી ચૈત્યવંદન, સ્તોત્ર, સ્તુતિ પ્રમુખને તેણે અભ્યાસ કરી લીધો, તથા વંદન, ક્ષમાપન, આલેચન અને પ્રતિક્રમણ પણ તે શીખે. તેમજ સર્વ પ્રત્યાખ્યાનો અને વિચારવાની ગાથાઓ તેણે ધારી લીધી. તે પ્રતિદિન બે વાર અને પર્વના દિવસે એકવાર ભોજન કરતા. વળી સ્નાનાચારનો પ્રકાર અને આરતિ પણ તે શીખ્યો. એમ જૈન વિધિને અભ્યાસ કરવાથી તે એક સારા શ્રાવકની જેમ શોભવા લાગ્યા. પણ પૂર્વે માંસાહાર કરેલ. હેવાથી, ભારે પશ્ચાતાપમાં પડતાં તે કહેવા લાગ્યું કે–અહા ? નરકમાં પાડનાર એ મારું પાતક તો ખરે. ખર અવાચ્ય છે. એ મારા પાપને નિસ્તાર થઈ શકે તેમ નથી, તેથી હું એમ કહેવા માગું છું કે-અપરાધીને નિગ્રહ કરે–એ રાજનીતિ છે, માટે મારા દાંતને આજ પાડી નાખું, કારણ કે તે માંસાહારથી અપરાધી બનેલા છે. વળી સ્મૃતિમાં પણ એમ સંભળાય છે કે—કતને સર્વત્ર સહન કરવું પડે છે.” ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે—“હે રાજન ! એ તે સ્થલ લોકિક વચન છે કે એકવાર દેહને કષ્ટ આપવાથી કૃત કર્મને નાશ થાય, પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહત ધર્મની ઈચ્છાથી પવિત્ર મનવાળો થઈને ધર્મારાધન કર, કે જેથી સમસ્ત પાપરૂપ પંક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે, માટે પાપથી મુક્ત થવાને ઉપવનમાં મનહર બત્રીશ ચૈત્ય કરાવ, તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકૃત નિમિત્તે મેરૂ શિખર સમાન એક ઉન્નત જિનચૈત્ય કરાવ.” ! - એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યું કે—એ રીતિ અતિ ઉજવળ છે અને સંસારેવનથી નિસ્તાર પામવા માટે એજ શ્રેષ્ઠ સંબલ છે.” પછી પરમ ભકિતથી તેણે ગુરૂ મહારાજને તેમના સ્થાને મોકલ્યા, અને પોતે બીજે દિવસે વાલ્મટના જિનાલયમાં આવ્યા, ત્યાં જતાં નેપાળ દેશમાંથી એકવીશ અંગુલનું ચંદ્રકાંતમય જિનબિંબ સાક્ષાત્ ચિંતામણિ સમાન ભેટ આવ્યું, જેથી પૂર્ણિમાની રાત્રિ સમાન રાજા ભારે ઉલ્લાસ પામ્યા. પછી મુખપર નિર્મળ પ્રસાદ બતાવતાં મંત્રીને બોલાવીને રાજાએ જણાવ્યું કે–“હું તમારા કઈક અમાત્યકાર્યમાં ત્રણ થાઉં.” એમ સાંભળતાં મંત્રી બોલ્યા કે –“આ પ્રાણ પણ આપને તાબે છે, તે પરિવાર, ધનભૂમિ કે અન્ય વસ્તુઓમાં શી આસ્થા ?" , TITLTITHI IIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust