________________ . (૩ર૬ ) મા પ્રભાવક ચરિત્ર. - પછી એકદા ધર્મોપદેશના અવસરે ગુરૂ મહારાજે દુર્ગતિ અને દુયોનિરૂપ ભવ-સંસારમાં ભમાવનાર એવા સાત વ્યસનોનું વર્ણન રાજાને સંભળાવ્યું, જે સાંભળતાં તેણે પોતાના દેશમાં સપ્ત વ્યસનોનો નિષેધ કર્યો. તેમજ ઘેાષણપૂર્વક અમારિપટ વગડાવ્યા. ' હવે પોતાના નગર અને રાજ્યમાં ભમતાં કુમારપાલ રાજાએ એક એવી સ્ત્રી જોઈ કે જેને પતિ મરણ પામ્યો હતો અને રાજપુરૂષ જેને સતાવી રહ્યા હતા તેની દયા આવવાથી તે જ વખતે રાજાએ તેનું ધન લેવાનો નિષેધ કર્યો અને પોતે નિયમ લીધે કે- જે સમeત રાજ્ય મારી પાસે છે, તો તેવા ધનનું મારે કાંઈ પ્રયોજન નથી.” એવામાં કોઈ પ્રસિદ્ધ વ્યવહારી ત્યાં મરણ પામ્યો, તે પુત્રરહિત હોવાથી અધિકારીઓ તેના ધન સહિત સ્ત્રીને રાજા પાસે લઈ આવ્યા, ત્યારે રાજા એ તેમને પૂછયું કે--એ અપુત્રીયાનું ધન કોને મળે ?" એટલે તેઓ બોલ્યા કે હે સ્વામિન! તેના પુત્રને અથવા રાજાને મળે, એવી રૂઢિ છે. ' એમ સાંભળતાં ભૂપાલ હસીને કહેવા લાગ્યું કે-- પૂર્વજ રાજાઓની એ અવિવેકબુદ્ધિ હતી, કારણ કે કુટિલતા રાખ્યા વિના પોતાના ગુરૂ (વડીલ ના પણ દોષ બતાવી દેવા જોઈએ. સર્વને આધીન થનાર ક્ષણિકલમીને ખાતર રાજાઓ ઉત્તમ, મધ્યમ અને અધમ જનેના પુત્રપણને પામે છે. અર્થાત્ તેમના પુત્ર જેવા બની જાય છે, માટે હું તે જગતના લોકનો પુત્ર થનાર નથી, પણ પતિ અને પુત્રરહિત અબળાના ધનનો ત્યાગ કરતાં જગતને આનંદકારી થઈશ.” એમ કહીને સુજ્ઞ રાજાએ પતિ અને પુત્ર રહિત અબળાના ધનનો ત્યાગ કર્યો, કે જે ધન પૂર્વે નળ, રામ વિગેરે રાજાઓ પણ લેતા હતા. આ બનાવથી પોતાના ઉપદેશની સફળતા માનતા શ્રી હેમચંદ્રગુરૂ ભારે સંતેષ પામ્યા, અને રાજાની વિકસિત વૃત્તિ તેવા આચરણમાં દઢ કરવા માટે તેમણે આ પ્રમાણે ક કહી સંભળાવ્યાતા “ન ભુજં પૂર્વ રઘુનપુરનામાનમરત, प्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि / विमुंचन संतोषात्तदपि रुदतीवित्तमधुना, મારા પતિ માસ મત મત મળઃ” || 8 || કૃતયુગમાં ઉત્પન્ન થયેલા એવા રઘુ, નઘુષ, નાભાગ અને ભરત વિગેરે રાજાએ પણ જે અબળાધનને મૂકી ન શક્યા, તે સંતોષથી નિરાધાર અબળાના ધનને મૂકતાં હે કુમારપાલ! મહા પુરૂષોમાં તું જ એક મુગટ સમાન છે. છે એ પ્રમાણે અંતઃપુરસહિત પ્રત્યાખ્યાનપૂર્વક રાજા, દેવેંદ્રની જેમ નિષ્કટક રાજ્યનું પાલન કરવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust