________________ ( 328 ) શ્રી પ્રભાવક ચરિત્ર સહિત નિર્દોષ વ્રતને ધારણ કરતો રાજા જાણે તેરમો ચક્રવતી હોય, તેમ સભ્યફ પ્રકારે સામ્રાજ્ય ચલાવવા લાગ્યા. પછી એકદા રિપુચ્છેદના સંકઃપથી પૂર્ણ એવા શ્રી હેમચંદ્ર મહારાજે શ્રીમાન અજિતસ્વામીની સ્તુતિ કરતા અને તેને પ્રાસાદ બનાવવાને ઈચ્છતા રાજાને પ્રગટ રીતે આદેશ કર્યો કે હે ભૂપાલા અનેક સિદ્ધથી ઉન્નત સ્થિતિયુક્ત એવા શ્રી તારંગાજી પર્વત પર અક્ષયસ્થાન અને વૈભવથી સુશોભિત એવો પ્રાસાદ કરાવવાની જરૂર છે. એ પર્વત પણ શ્રી શત્રુંજયની જાણે અપર મૂર્તિ હોય, એમ સમજી કયે.” એ પ્રમાણે શ્રીગુરૂની આજ્ઞા થતાં રાજાએ ચોવીશ હસ્તપ્રમાણુ મંદિર કરાવ્યું અને તેમાં એકાએક અંશુલ પ્રમાણનું બિંબ સ્થાપન કરાવ્યું, કે જે પ્રાસાદ અદ્યાપિ દે અને રાજાઓની સ્તુતિથી શોભિત અને પર્વતના મુગટ સમાન શ્રી સંઘજનોને દર્શનીય છે. હવે ઉદયનનો બીજો અંબડ નામે મેટે પુત્ર કે જે અસાધારણ પરાક્રમી હતો, તેણે કુમારપાળના આદેશથી કુંકણના અધિપતિ મલ્લિકાર્જુન રાજાનો શિરછેદ કર્યો અને પોતે સ્વામીના પ્રસાદથી તેમજ પોતાના પરાક્રમથી લાટ, સહસ્ત્રનવક, મંડળ, ભંભેરી, કુંકણ, પદ્ધ, રાષ્ટ્ર, પલ્લી અને વનેને ભેગવતો હતો. વળી તે રાજસંહાર એવા સાન્વય ઉગ્ર બિરૂદને ધારણ કરતો હતો. - એકદા શ્રીભગછ નગરમાં શ્રીમનિસુવ્રત સ્વામીનું પુરાતન કાષ્ઠમંદિર જીર્ણ થએલ તેના જેવામાં આવ્યું. કીટકોને લીધે તેના જીર્ણ કાષ્ઠમાંથી પડતા ચૂર્ણથી જમીન આચ્છાદિત થઈ ગઈ હતી. અને તેના લેખંડના ખીલા શિથિલ થવાથી તેના પાટીયા પાડવામાં હતાં. વળી વધારે વૃષ્ટિ થતાં તેમાંથી પાણી મળતું તથા ભીંતે બધી જીણું હોવાથી ગભારામાં તેમજ ભગવંતની પ્રતિમા પર પાણી પડતું હતું; આથી પ્રથમના પ્રાસાદને ઉખેડી જીર્ણોદ્ધાર શરૂ કરાવતાં તેણે પાયા દાવ્યો તે વખતે પ્રભુને પિતાના સ્થાને પધરાવ્યા. એવામાં તે સ્થળે ગિનીએ બત્રીસ લક્ષણને લીધે શ્રીમાન અંબડને છળવા લાગી. જેથી સર્વાગે તેને વ્યથા થવા લાગી, તેની કાંતિ ક્ષીણ થઈ ગઈ. ક્ષુધા કે તૃષાની અરૂચિ વધતાં કેવળ તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું આથી તેની પદ્માવતી માતાએ પાવતી દેવીનું આરાધન કર્યું એટલે તેણે સ્વપ્નમાં આવીને જણાવ્યું કે હે વત્સ ! સત્ય વચન કહું છું, તે સાંભળ––સમસ્ત યોગિનીઓનું એ મહાપીઠ સ્થાન છે, અહીં તે આવીને આનંદ કરે છે તેઓ જેને નડે છે તેને હેમચંદ્ર ગુરૂ વિના અન્ય કોઈ છોડાવી ન શકે. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.