Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 450
________________ (334 ) થી પ્રભાવક ચરિત્ર. તેમને વિસર્જન કરીને કોટવાલે તે વાત રાજાને નિવેદન કરી. વળી તેણે કેહણ નામના મંડલેશ્વરને જણાવ્યું કે - આજ્ઞાભંગના અપરાધથી દેશને આબાદ કરવાને તારો પ્રયત્ન ધિક્કારવા લાયક છે.” એટલે તે બોલ્યા કે –“હે સ્વામિનું એ શું? હું કાંઈ જાણતા નથી.” આથી તેણે કુંભારે કહેલ સ્થગીધરનું ચરિત્ર કહી સંભળાવ્યું. જેથી વિલક્ષ થયેલા લક્ષ સ્થગીધરને મારીને તેણે સ્વામીને સંતોષ પમાડયો. પછી ચેતર, માઘ અને આસો મહિનાના મહોત્સવમાં દેવીઓ અહિં સાથી પ્રમોદ પામી. કારણ કે ગુણમાં મત્સર કેણ ધારણ કરે? એટલે કપૂર પ્રમુખ ભેગ, બલિ અને મોદકાદિકથી સંતોષ પામેલ તે દેવીએ બીભત્સ, મધ, માંસમાં અનાદરવાળી બની ગઈ. તે વખતે શેવાચાર્યો પણ મિથ્યાધર્મમાં આદરરહિત થયા અને જયવંતા સ્થાપનાચાર્યને તેઓ વંદન કરવા લાગ્યા. શ્રીવીતરાગની પૂજા કરીને તેઓ પરમેષ્ટિ નમસ્કા૨નું પરાવર્તન કરવા લાગ્યા. કારણ કે રાજાએ માન્ય કરેલ ધર્મને પણ લાકે આદરથી સ્વીકાર કરે છે. સચરાચર પ્રાણુઓને અભયદાન આપવામાં કુશળ, મિથ્યાદષ્ટિરૂપ નદીથી પાર ઉતારવાને ચરણ (શરણું રૂપ ઉતરાશિ આપનાર, સ્વ અને પર આગમના પ્રગટ તત્ત્વને જાણનાર તથા ચંદ્રકુળ માં મુગટ સમાન એવા શ્રી હેમચંદ્ર પ્રભુ જયવંત વર્તે છે. એ આચાર્યું પંચાંગ વ્યાકરણ, પ્રમાણુશાસ્ત્ર, પ્રમાણુમીમાંસા, છંદશાસ્ત્ર અને અંલકાર ચૂડામણિ શાસ્ત્રો રચ્યાં છે. વળી કવિતારૂપ નદીના ઉપા ધ્યાય સમાન એકાથે અનેકાર્થ, દેશીનામમાળા અને નિઘંટુ એ ચાર શબ્દકેશ બનાવ્યા. તેમજ જગતને ઉપકાર કરવાની ઈચ્છાવાળા તેમણે ત્રિષષ્ઠિ શલાકાપુરૂષના ચરિત્ર તથા ગૃહસ્થ (શ્રાવક) વ્રતના સંબંધમાં અધ્યાત્મ–ોગશાસ્ત્રની રચના કરી છે. વળી વ્યાકરણ અને સાહિત્યના લક્ષણને બતાવનાર દ્વયાશ્રય મહાકાવ્ય બનાવેલ છે, તેમજ વીતરાગના અદ્દભુત વીશ સ્તવન રચ્યાં છે. એ પ્રમાણે તેમણે બનાવેલ ગ્રંથ કેટલા છે, તેની સંખ્યા મળવી મુશ્કેલ છે તે મારા જેવા મંદબુદ્ધિ તે ગ્રંથોના નામ પણ ક્યાંથી જાણતા હોય ? એકદા રાજ્યની આગળ શ્રી હેમચંદ્ર ગુરૂએ વ્યાખ્યાન કરતાં શ્રીશત્રુ જ્યની સ્તુતિ અને શ્રી રૈવતાચલની પણ સ્તુતિ કરી, એટલે તેમના ઉપદેશરૂપ દીપકથી અજ્ઞાનરૂપ અંધકારને નાશ થતાં ઇદ્ર સમાન ઉજવળ કીરિ ધારી રાજાએ તીર્થ યાત્રા કરવાનો નિશ્ચય કર્યો. પછી પગે પાંચ પાંચ ગાઉના પ્રયાણ કરતાં, ઉપાનહ વિના ચાલતા ગુરૂ સાથે તે સત્વર વલભીપુર પાસે આવ્યો. ત્યાં તળેટીમાં પ્રભાત ગુરૂ મહારાજે આવશ્યક ક્રિયા કરી. એવામાં વાસના (ભાવના )થી ભારે સંતુષ્ટ થયેલ અને પ્રભુપણાથી અત્યંત વિશિષ્ઠ બુદ્ધિ ધરાવનાર રાજાએ ગુરૂના ચરણે આવીને નમસ્કાર કર્યો. અને આ છેલ્લા પ્રયાણુમાં તેણે ગુરૂભક્તિથી ત્યાં બે પ્રાસાદ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459