Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 451
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. (35) કરાવ્યા. ત્યાં શ્રી આદિનાથ પ્રમુખ ત્રેવીશ જિનબિંબ કરાવીને ગુરૂના હાથે પ્રતિષ્ઠા કરાવતાં ત્યાં સ્થાપન કર્યા. પછી અતિ ભક્તિપૂર્વક રાજાએ વિમલાચલપર ભગવતને વંદન કર્યું, અને પિતાના પ્રભુત્વ પ્રમાણે પૂજા કરીને તે રૈવતાચલપર ગયો. ત્યાં પગથીયા વિના તે પર્વત દરારોહ ( દુઃખે ચડી શકાય તે) જોઈને પિતાના વાડ્મટ મંત્રીને તે પગથીયા બનાવવા માટે તેણે આદેશ કર્યો એટલે મંત્રીએ તે પ્રમાણે સુગમ માર્ગ તૈયાર કરાવ્યું. તે વખતે મોટી મોટી શિલાઓને લીધે પર્વત પર આરોહણ કરવાનું દુષ્કર સમજીને રાજાએ ભૂમિ (તળેટી)માં રહેતાજ શ્રીમનાથ ભગવંતની પૂજા કરાવી, પછી ત્યાંથી પાછા ફરીને રાજા પિતાના નગરમાં આવ્યો અને ત્યાં જિનયાત્રાનો મહોત્સવ કરીને તે પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. એ પ્રમાણે વિક્રમ સંવત્ 1145 વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાની રાત્રે શ્રીહેમચંદ્ર પ્રભુને જન્મ થયો તથા 1150 માં તેમણે વ્રત ગ્રહણ કર્યું અને સંવત્ ૧૧૬૬માં ગુરૂએ તેમને આચાર્યપદે સ્થાપન કર્યા તેમજ ૧૨૨૯મા વર્ષે તેમણે સ્વર્ગગમન કર્યું. એ રીતે શ્રીજિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન શ્રી હેમચંદ્ર પ્રભુનું ચરિત્ર કે જે મારા જેવા અજ્ઞજનોના અજ્ઞાનરૂપ અંધકારને હરનાર, વિદ્યારૂપ કમલિનીને વિકાસ પમાડનાર તથા શ્રી કુમારપાલ રાજાના જીવનને ભારે ઉન્નતિમાં લાવનાર એવું તે વિશ્વવિખ્યાત ચરિત્ર જગતના બેધ નિમિત્તે અને દુષ્કર્મને ભેદવા નિમિત્ત થાઓ. તો શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં, શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરે સંશોધન કરેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રેહણાચલને વિષે શ્રી હેમચંદ્રસૂરિના ચરિત્રરૂપ આ બાવીશમું શિખર પૂર્ણ થયું. ઈતિ શ્રી હેમચંદ્રસૂરિ-પ્રબંધ. 22 * QE0E0E0E0E0 - C સમાવ.. .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459