Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 454
________________ (338) શ્રી પ્રભાવક ચરિત્ર. રણ પ્રભાથી પતિને પરાભવ પમાડી પૂર્ણ પ્રકાશ પામનાર, તે શ્રીપૂર્વાર્ષ એના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શરદઋતુના ચંદ્રમા સમાન સદા પ્રકાશિત રહે. ચંદ્રમાં સમાન નિર્મળ, સુંદર પગલે પૂર્વ પુરૂષના યશને પ્રકાશિત કરનાર, જ્ઞાનલક્ષ્મીથી શોભાયમાન એવા શ્રી પ્રદ્યુમ્ન ગુરૂને પવિત્ર બાધ કે જે આ ગ્રંથરૂપે ગુંથાયેલ છે અને સાક્ષરજનેને આદરપાત્ર છે, તે ચિરકાળ જયવંત રહે. વિક્રમ સંવત 1334 ના ચત્ર માસની શુકલ સપ્તમીએ પુનર્વસુ નક્ષત્ર અને શુક્રવારના દિવસે આ પૂર્વર્ષિચરિત્ર સંપૂર્ણ થયું. પિતાના ગુરૂના શિક્ષાપ્રસાદના વશથી તથા પ્રયાસ કરતાં અહીં મને જે કંઈ પુણ્ય પ્રાપ્ત થયું હોય, તે વ્યાખ્યાન કરવામાં તત્પર તથા શ્રવણમાં આદર ધરાવનાર ભવ્યાત્માઓને કલ્યાણ સાધવામાં અસાધારણ સહાય કરનાર થાઓ. સમાપ્ત. * - સ P.P.AC. Gunratnasuri M.S. Jan Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459