Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 445
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર ( 329). ત્યારે પ્રભાતે ગુરૂને બોલાવવા માટે તેણે પોતાના માણસોને આદેશ કર્યો જેથી એકદમ તેણે ગુરૂ પાસે જઈને પોતાનો આદેશ નિવેદન કર્યો. તે વખતે પદ્માવતી પણ આવીને કહેવા લાગી કે છીંક આવે ત્યારે સૂર્યનું જ શરણુ લેવાય, અન્ય કેઈનું નહિ. હે નાથ ! પુત્ર સહિત મને જીવિત આપો.” ત્યારે ગુરૂ બોલ્યા કે ધર્મના પ્રભાવે બધું સારૂં થશે.” પછી યશશ્ચંદ્ર ગણી સહિત પગે ચાલીને ગુરૂ મહારાજ અંબડ મંત્રી પાસે આવ્યા. ત્યાં ગણિતમાં નિષ્ણાત એવા ગણ મહારાજે તેની બધી ચેષ્ટા જેઈ અને પિતાના ચિત્તમાં ચિંતવીને લક્ષ્યમાં બુદ્ધિ ધરાવનાર તેમણે તેની માતાને શિખામણ આપતાં જણાવ્યું એટલે તેણે અર્ધરાત્રે એક વિશ્વાસપાત્ર પુરૂષને તેમની પાસે મોકલ્યો. તે સુગંધિ દ્રવ્ય સહિત બળિ લઈને આવ્યો. પછી નગરના મુખ્ય દ્વાર પાસે રાત્રે આચાર્ય મહારાજ બળિ અપાવતાં તે ગણી સાથે કિલ્લાની બહાર ચાલ્યા. ત્યાં દ્વાર ઉઘાડીને આગળ ચાલતાં માર્ગમાં એક ચકલાનો સમૂહ તેમના જેવામાં આવ્યા. એટલે ચગચગાટ અવાજ કરતા તેના મુખમાં બળિ નાખ્યા, ત્યાં યશશ્ચંદ્રથી તરત તે દષ્ટનષ્ટ થઈ ગયા. પછી ત્યાંથી આગળ ચાલતાં કેટલેક દૂર વાંદરાને સમૂહ જોવામાં આવ્યા, ત્યારે તેમણે ત્યાં પણ તરત અક્ષત નાંખ્યા. જેથી તે પણ બધા અદશ્ય થઈ ગયા. ત્યાંથી આગળ ચાલતાં શ્રીસેંધવી દેવીના મંદિર પાસે કાયરજનોને ભય પમાડનાર બિલાડાઓનું એક મંડળ તેમના જેવામાં આવ્યું. તે નિરંતર મહારેદ્ર શેબ્દથી બાળકોને બીવરાવે તેવું હતું. તેમના પર રક્ત પુપો ફેંકતાં તે ૫ણું બધાં ભાગી ગયા. પછી મહાદેવીના તારણ આગળ આચાર્ય આવીને ઉભા રહ્યા. એવામાં ગણુ મહારાજ આકુળતા લાવ્યા વિના કહેવા લાગ્યા કે--હે દેવી! બહુ દૂરથી પગે ચાલી કષ્ટ વેઠીને શ્રીહેમસૂરિતારે આંગણે આવ્યા છે માટે અભ્યત્થાનાદિક સત્કાર કરતારે ઉચિત છે. કારણ કે સર્વ જાલંધરાકાએ એમની પૂજા કરી છે.” તે એ પ્રમાણે બોલતા હતા, તેવામાં શ્રી સંધવી દેવી ચંચલ કુંડળથી શોભતી તે અંજલિ જેડીને સમક્ષ ઉભી રહી ત્યારે ગણી બોલ્યા કે –“હે વિબુધેશ્વરી.! અમો અતિથિઓનું આતિથ્ય કર એટલે પિતાના પરિવાર અને બળથી અંબડને મુક્ત કર.” એમ ગુરૂનું વાકય સાંભળતાં તે કહેવા લાગી કે--તમે બીજું કાંઈ માગો, કારણ કે એ તો યોગિનીઓમાં હજાર પ્રકારે વહેંચાયેલ છે. ત્યારે ગણી બોલ્યા કે મોટા આક્ષેપથી કહેતા હતા કે તારે એમ કરવું હોય તો પણ ભલે, તથાપિ તારે નિવૃત્ત થઈને પિતાના સ્થાને બેસવાની જરૂર છે અને તેમ કરીને પણ શ્રી હેમચંદ્ર પ્રભુને તું અદ્દભુત માન આપ, કે જેથી મંડળમાં બંનેનું રૂપ રહી શકે.” એમ સાંભળતાં ભયથી બ્રાંત થયેલ દેવીએ એક મોટો શબ્દ કર્યો, જેથી બધી દેવીઓ મંત્રીને મૂકીને તરત ત્યાં આવી. પછી દેવીએ જણાવ્યું કે–.“તમને કેવું વચન અપાવું?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459