________________ શ્રી હેમચંદ્રસરિ-ચરિત્ર. ( 323). મહાતીર્થને જીર્ણોદ્ધાર કરવામાં એ મનોરથ કરી રહ્યો છે, અને હું નિધનપણાને લીધે પિતાની સ્ત્રીથી પણ પરાભવ પામું છું. સંધ્યા સુધી પોતાના પૂરતો આહાર ખેરાક પામવાથી પણ મને શંકા રહ્યા કરે છે, અને વૃથા પરિશ્રમ કર્યો કરૂં છું. વળી બાલ્યાવસ્થાથી બળદને ચલાવતાં કંટાળી ગયો છું, તેમજ દિવસભરમાં એક રૂપીયાને લાભ થતાં તો હું પોતાને ભાગ્યશાળી માની લઉં છું.” એમ તે ચિંતવન કરતા હતા, તેવામાં દ્વારપાલે તેને દૂર કરી દીધે. એવામાં દેવગે શ્રીમાન વાલ્મટ મંત્રીના તે જોવામાં આવ્યો. એટલે તેણે હુકમ કર્યો કે–એ વણિકને બેલાવો.” આ વખતે જે કે તે દૂર નીકળી ગયું હતું, છતાં સ્વામીના આદેશથી દ્વારપાલ તેને બોલાવી લાવ્યા. ત્યાં સભાની અંદર અમાત્યની પાસે આવતાં તે હુંઠા વૃક્ષની જેમ સ્થિર થઈને ઉભે રહ્યો, કારણ કે તે ગ્રામ્ય હોવાથી સરલતાને લીધે પ્રણામ વિગેરેના વિવેકથી અજ્ઞ હતું. ત્યારે મંત્રીએ તેને બોલાવતાં કહ્યું કે—હે ભદ્ર! તું કોણ છે?” એટલે ભારે દુઃખ લાવીને તેણે પોતાને પૂર્વવૃત્તાંત બધો મંત્રીને કહી સંભળાવ્યું. જે સાંભળી મંત્રીશ્વરે તેને જણાવ્યું કે –“હે ભદ્ર! તે કલેશથી ઉપાર્જન કરેલ રૂપીયાનો વ્યય કરીને જે જિનેશ્વરની પૂજા કરી, તેથી તું ધન્ય છે.” એમ કહેતાં મંત્રીએ તેને હાથ પકડીને તેને પિતાના અર્ધાસન પર બેસાર્યો અને કહ્યું કે તમે મારા ધર્મબંધુ છે, માટે મારા લાયક કંઈક કામ બતાવે.” એ પ્રમાણે મંત્રીના મધુર વાક્યોથી અંતરમાં પ્રસન્નતા પામતાં તે પ્રમાદપૂર્વક ચિંતવવા લાગ્યા કે –“અહો! મને દરિદ્રને પણ એણે સભા સમક્ષ આટલું બધું માન આપ્યું. એવામાં તીર્થોદ્ધારના કામમાં નિયુકત કરેલા વ્યવહારીયા શ્રાવક તીર્થોદ્ધાર માટે દ્રવ્ય ઉઘરાવવા વહી લઈને ત્યાં આવ્યા. તેમાં તેમણે પ્રથમ મંત્રી અને પછી જ્યેષ્ઠાનુકમથી નામે લખ્યા હતા, તે નામો જોતાં પેલે દરિદ્ર વણિક વિચારવા લાગ્યા કે મારા સાત દ્રમ્પ આ કાર્યમાં વપરાય, તો મારા જે બીજે ભાગ્યશાળી કેણુ?” ત્યારે મંત્રીએ તેને જણાવ્યું કે શું તારે કંઇ બલવાની ઈચ્છા છે?” એટલે વણિક - આ સાત દ્રમ્પ લઈને હે પ્રભે! મારા મનને સંતુષ્ટ કરે.” એમ તેના સદાચારથી અમાત્ય પરમ આનંદ પામીને કહેવા લાગ્યો હે ભ્રાત! તું મારે ધર્મમિત્ર છે, માટે સત્વર એ દ્ર” અપર્ણ કર. શ્રીતીર્થોદ્ધારની મારી આશા આજે સફળ થઈ.” વળી “પિતાના જીવિતની માફક કલેશ વિના તે તમામ પુંજીને વ્યય કર્યો.” એમ કહી તેનું નામ મંત્રીએ વહીની આદિમાં લખાવ્યું, તે પછી પોતાનું નામ અને તેની નીચે બીજા ધનવંતના નામ રાખ્યાં. પછી તેણે વિચાર કર્યો કે આપણે તે ખરકમથી કટિ દ્રવ્ય ઉપાર્જન કરેલ છે અને તેમાંથી આ આપવાનું છે એમ ધારી તેણે પોતાના ખજાનામાંથી ત્રણ રેશમી વસ્ત્ર અને પાંચસેં દ્રમ્મ મંગાવીને મંત્રીએ તેને જણાવ્યું કે–“હે ધર્મબંધું! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust