________________ શ્રી હેમચંદ્રસરિ–ચરિત્ર, (319) ભેદવું સ્વને પણ શકય નથી.” પછી પ્રતિગજથી પડતાં પાછે પગે તે નીચે ઉતરી ગયે. એવામાં રાજાએ જણાવ્યું કે હે ચારભટ તારે શત્રુરાજાનું સર્વસ્વ લઈ લેવું.” એમ તે બોલતો હતો, તેવામાં હાથીના બે દાંત જર્જરિત થતાં પોતાના સ્વામીના તેજની સાથે તરતજ બંનેની વચ્ચે પડ્યા, અને તે પણ પડી ગયા. એટલે અરાજને સુભટોએ પકડીને બાંધી લીધો અને રાજાએ તેના લલાટમાં ભાલે માર્યો. જેથી ચારૂભટ વિના કયાંક નાશી જવાને તૈયાર થયેલ તેણે પિતાને હાથી પાછો વાળ્યો અને તેની સેના પણ પાછી વળી. આથી કુમારપાલરાજાએ પિતાની છત થયેલ પ્રકાશીને પટ ફેરવ્યું અને તે પિતાને એક પરાક્રમી રાજા માનવા લાગ્યું. તે વખતે તરતજ સામંતે બધા તેની પાસે આવ્યા. એટલે રાજાએ તેમને જણાવ્યું કે–એ રાજાને તમેજ જીત્યા છો.” એમ કહી તેમને પ્રસન્ન કર્યા. પછી તેણે પોતાના યોધાઓ મારફતે તેને દેશ, ભંડાર અને સેના લુંટાવી તેમાં જેઓ ક્રૂર, સત્વહીન અને યુદ્ધમાં પુંઠ આ૫નાર હતા, તેવા બધા સૈનિકે, તેના અગણિત દ્રવ્યના સંગ્રહથી સાત પેઢી સુધી તૃપ્ત થઈ ગયા. પછી પોતાને જયશીલ માનનાર રાજા કલ્પવૃક્ષની જેમ યાચકોને મનમાનતું દાન આપતે તે પોતાના નગરભણી પાછા વળે અને અઢારસેં પાદરમાં મુખ્ય એવા પત્તન (પાટણ) માં તે આવી પહોંચે એટલે સિદ્ધરાજ કરતાં પણ તેનું ચરિત્ર ભારે ઉગ્ર ભાસવા લાગ્યું. હવે વિજયમાં રાજાએ અંત:પુરના રક્ષક તથા સુભટને આદેશ કર્યો અને પછી નિમંત્રણથી ત્યાં આવતાં તેના જાણવામાં આવ્યું જ્યારે પોતાના સેવકને મોકલીને અશ્વશાળાયુક્ત તેના મંદિર આવાસને તરતજ બાળી નખાવ્યો, જે હતું ન હતું જેવું થઈ ગયું. પછી તે ખાડો પૂરાવીને સ્વસ્થાનથી તે આગળ ચાલે તેના હુંકાર માત્રથી પણ શત્રુઓ ભય પામતા, તે વચનની શી વાત કરવી? ત્યાંથી નદીઓ ઉતરતાં અને પાષાણ બેદી લેવાથી વિકટ થયેલ ભૂમિમાં ચાલતાં તે ભારે ઉગ્ર બની ગયે ત્યાં પરમારવંશના રાજપુત્રાએ આવી પ્રણામ કરતાં વિનંતિ કરી કે –“તમે ઉત્તમ જનની સ્તુતિને લાયક છે હવે આપ રાજધાનીમાં પધારો.” એટલે માચડા અને ઉંચા તારણોથી શણગારેલ એવા અણુ હિલપુર આગળ વિજય પ્રાપ્ત કરીને તે આવ્યો, તે વખતે પ્રવેશ મહોત્સવમાં સુરેંદ્રની જેમ ગજરાજપર આરૂઢ થઈને આવતાં દષ્ટિને રસાયનરૂપ એવું વાડ્મટનું ચૈત્ય તેના જેવામાં આવ્યું. એટલે ત્યાં પ્રવેશ કરી આસન્ન ઉપકારી એવા શ્રી . અજિતસ્વામીની રાજાએ સુગંધિ દ્રવ્યોથી પૂજા કરી. પછી શ્રી પાશ્વનાથનું સ્મરણ, પૂજન કરીને તેણે જણાવ્યું કે–“હે નાથ ! પૂર્વે જે મેં કહ્યું છે, તે તેમજ સમજવું.” પછી પુનઃ પ્રણામ કરી, સિંહાસનથી મંડિત ગજરાજપર આરૂઢ થઈને તે પિતાના ભવનમાં આવ્યું, તે વખતે ગેત્રની વૃદ્ધ સ્ત્રીઓએ મંગલ ગીત તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust