________________ શ્રી હેમચંદ્રસૂરિ-ચરિત્ર. ( 317 ) માટે ત્યાં અગ્નિને પ્રબંધ કર્યો લાગે છે.” એવામાં દષ્ટિવિકારના લક્ષણથી તેને બધું જાણી ગયેલ સમજીને ભારે વક્ર આશય ધરાવનાર વિક્રમે તેને અત્યંત સત્કાર કર્યો. પછી તેની સાથે જ વિક્રમસિંહ રાજમંદિરે ગયો અને રાજાને તેણે વિનંતિ કરી કે –“હે નાથ ! મારા મહેલમાં પધારવાની કૃપા કરો.” એટલે તે વૃદ્ધ પુરૂષે ભૂસંજ્ઞાથી જવાનો નિષેધ કર્યો. ત્યારે રાજાએ જણાવ્યું કે-“તેં મારા બધા પરિવારને ભેજન કરાવ્યું. પણ અમે રાત્રે ચિંતા અને ઉજાગરાથી ખેદ પામ્યા છીએ, તેથી અત્યારે ભજન કરવાની અમારી ઈચ્છા નથી. અને વળી દેવોએ અત્યારે જ પ્રયાણને માટે મુહૂર્ત બતાવેલ છે, માટે પ્રયાણની નોબત વગાડો કે જેથી બધા તૈયાર થાય, અને તું પણ પોતાની સેનાને સજ્જ કરીને સત્વર આવ, કારણકે કુશળ તેજ કહેવાય કે જે કાર્યને માટે ઉત્સાહ અને ત્વરા કરે.” આથી શંકા લાવતાં તે “જેવી આપની આજ્ઞા” એમ કહીને પોતાના સ્થાને ગયે, પણ પિતાની કપટરચના જાણવામાં આવી ગઈ છે” એમ તેણે માની લીધું. પછી તરતજ શુભ મુહૂર્ત શત્રુદુર્ગની પાસે તેણે પોતાનું સૈન્ય સ્થાપન કર્યું. ત્યાં યથાસ્થાને તેણે સૈન્યને સ્થાપન કરી રાતદિવસ જાગરણ કરતાં વ્યગ્ર થઈને રહેવા લાગ્યું. હવે અહીં અરાજ પણ કુમારપાલના વ્રતને ન જાણતાં અભિમાનયુક્ત વચનથી તેને તુચ્છ માનવા લાગ્યો. વળી તેણે એમ સમજી લીધું કે–અગીયાર વરસ જેમ એ હારીને ચાલ્યો ગયે, તેમ અત્યારે બારમે વરસે પણ તે મારું શું વિપરીત કરવાનો હતો?” તેમજ સત્વહીન છતાં ઉદ્ધત અને ભયને લીધે માત્ર દેખાવ આપતા તથા “ચિરંજીવ” ના પોકાર કરતા એવા પિતાના સેવકોએ રાજાનું બહુમાન બતાવ્યું. તથા તેણે વિચાર કર્યો કે–એક હાકલના સ્વરથી હસ્તીની બ્રાંતિ પમાડનાર એ સિદ્ધરાજને પુત્ર ચારૂભટ મારી પાસે જ રહે છે.' એ પ્રમાણે અનેક વિકલ્પથી તેણે તે વખતે કિલ્લા પર યંત્ર સજજ કરાવ્યા અને સ્વર્ગમાં રહે તેમ નિર્ભય છતાં ઉદાસીન થઈને તે રહેવા લાગ્યો. વળી પિતાના ભાગ્યથી કદર્થના પામેલ તે ભાલા વિગેરે હથીયારોથી કિલ્લાની અટારીઓ ભરેલ હોવા છતાં સુભટ મેળવી ન શકો. એ બધો વૃતાંત પિતાના સેવકે પાસેથી જાણવામાં આવતાં શ્રીમાન કુમારપાલ રાજાએ દાન, માનાદિકથી પિતાની સેનાને ભારે સત્કાર કર્યો. હાથીઓના પ્રમાણુ પૂરતી તેણે શૃંખલા અને ઝુલ તૈયાર કરાવી, અોની લગામ તથા પલાણ, રથોના ઘુઘરીઓયુક્ત ચક્ર તેમજ ધાઓને તેણે વીરવલ પહેરાવ્યા. ચતુરંગ સૈન્યને તેણે બહુ જ પ્રસન્નતાપૂર્વક સુવર્ણ, રત્ન, માણિક્ય વિગેરેના આભૂષણે આપ્યાં. ચંદન, કપૂર અને કેસરના વિલેપનથી તેણે પોતાના હાથે ચાલાક સુભટના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust