________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર. (35) દિરમાં ગયો ત્યાં પ્રથમ રાજાએ મૂળનાયક શ્રી પાર્શ્વનાથને વંદન કર્યું અને પછી મંત્રીએ વર્ણવેલ શ્રી અજિતનાથના દર્શન કર્યા. વળી વાસનાના વશે તેણે કુંકુમ, અગુરૂ, કપૂર, કરી તથા ચંદનદ્રવ, તેમજ સુગંધિ યુપથી પ્રભુની પૂજા કરી. પછી ભગવંતને વિનંતિ કરતાં તેણે જણાવ્યું કે--“હે નાથ ! આ અવસરે તમારા પ્રભાવ અને પ્રસાદથી જ હું શત્રુ રાજાને જીતશ. એટલે પછી તમેજ મારા દેવ, માતા, પિતા અને ગુરૂ છે. આ સંબંધમાં હે મંત્રિ ! તમે સાક્ષીરૂપ છે. એ વચન મારે અવશ્ય પાળવાનું છે.” એ પ્રમાણે કહી, પ્રભુને નમી રોમાંચિત થયેલ રાજાએ તરત વિજયયાત્રા માટે સેના તૈયાર કરાવી. અને અનેક પ્રયાણ કરતાં તે ચંદ્રાવતી પાસે પહોંચ્યો. ત્યાં રાજાએ પ્રમોદથી આવાસ દેવરાવ્યા. હવે તે શત્રુ રાજાના રાજ્યમાં વિક્રમસિંહ નામે એક મુખ્ય અધિકારી હતો તે રાજાના સૈન્યની સેવાથી કંટાળી ગયા હતે. છતાં તે જવાને ઈચ્છતો ન હતો. તેણે સારા પિતાના અમાત્યો સાથે વિચાર ચલાવ્યું કે આપણે આ નિબળ રાજાની સેવાથી હવે ભારે કંટાળી ગયા છીએ. દેશાંતરમાં ભ્રમણ કરનાર પુરૂષમાં પ્રતાપ કે બળ કયાંથી ? તેમ ચિત્રપટમાં આળેખેલ સમાન આ રાજામાં ચમત્કાર તે અતિ દુષ્કરજ છે, માટે શરીરે ભસ્મ લગાવી, હાથમાં કમંડળ ધારણ કરી, મસ્તકે જટા રાખીને એવા વેષમાં શિવનું પૂજન કે નમન કરીએ, પણ આ તો આપણને રાજ્યની વિડંબના જ છે. તે અહીંજ કઈ રીતે જે એ રાજા સધાય તો બધું ઠીક ઠીક થઈ જાય. કારણ કે એ તે સસલા સમાન નિર્બળ છે, તે પછી ક્ષત્રિય તેજથી અદ્ભુત એવા કોઈ ચૌલુક્યવંશી રાજાને રાજ્ય પર બેસારી, તેની આજ્ઞા પાળવી જ આપણને ઉચિત છે. ત્યારે પ્રધાને કહેવા લાગ્યા કે-“હે સ્વામિન્ ! આપના કુળમાં સ્વામિદ્રોહ કરવો ઉચિત નથી. એ સિદ્ધરાજના પદે આવીને રહેલ છે, માટે આપણને સર્વથા આરાધવા લાયક છે. કારણકે યુદ્ધમાં જય થાય, તે તે અનિશ્ચિત છે, વળી સૈન્ય રાખીને દુર્ગ તથા ધનની સંભાળ થાય તે કરવી.” એવામાં વિક્રમસિંહ બોલ્ય-આ રાજાને શી રીતે સમજાવ? તમારે બીજા કેઈની સલાહ લેવાની જરૂર નથી. અત્યારે કંઈ ઉપાય બતાવે. કારણકે સ્વામીના કેઈપણ કામમાં આપણે જ મુખ્ય બોલનાર છીએ.” એટલે તેઓ બોલ્યા કે –“હે નાથ! તમારી મતિને જે ઉચિત લાગે, તે કરો અને અમને પ્રમાણ છે.” ત્યારે વિક્રમે જણાવ્યું કે–અત્યારે એક અપ્રિયંત્ર કરે કે જેથી મારા મહેલમાં એ વિના લેશે વિનાશ પામશે.” એમ કહી પિતાના આવાસમાં તેમના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust