Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 430
________________ ( 314 ) શ્રી પ્રભાવક ચરિત્ર. કરાવ્યું અને ત્યાં તેણે શ્રીઅજિતનાથ સ્વામીની મૂર્તિ સ્થાપના કરી છે. જ્ઞાનના નિધાન શ્રીહેમચંદ્ર સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. તેમના હસ્તના મંત્રોના માહી મ્યથી બધું સિદ્ધ થાય તેમ છે. માટે તે સ્વામિ ! ત્યાં માનતા કરવા ઈચ્છતા હા, તે એ શત્રુ રાજાને અવશ્ય પરાજય થાય. એ પ્રભુનું નામ જ એવા પ્રકારની વિજય સૂચવે છે. આ મારી વિજ્ઞાપના સાંભળીને તમે એ પ્રમાણે વિચાર પૂર્વક કરે. કારણ કે આપના કરતાં મારી મતિ આગળ જાય તેમ નથી.” એ પ્રમાણેની વિનંતીથી અમાત્યના વચનક્રમનો વિચાર કરતાં રાજા કહેવા લાગ્યા કે-“હે મંત્રિન! તમારા વચનથી બધું કાર્ય મને યાદ આવ્યું છે. હું મિત્ર ! સાંભળ-જ્યારે પૂર્વે અમે સામાન્ય સ્થિતિમાં હતા. તે વખતે ત્રણ દિવસના ઉપવાસી થતાં અમે શ્રી સ્તંભતીથે ગયા અને સિરિ બટુક (બ્રહ્માચારી) ને ઉદયન પાસે મોકલ્યો હતો, પણ તે ગયે તેવોજ પ્રયજન સાધ્યા વિના પાછી આવ્યું. આ તેને અપરાધ મને ન લાગ્યો, પરંતુ અહોઆ સ્વામીની કેવી ભક્તિ સાચવે છે, એમ મારા મનમાં અસર થઈ. કારણ કે પિતાના દુર્ભાગ્યને જોયા છતાં બીજા પર રોષ લાવનાર સુજ્ઞ ન ગણાય. વળી તે વખતે સંધ્યા સમય લક્ષમી-કાંતિવડે કલ્પવૃક્ષ સમાન એવા જૈવેતાંબરાચાર્ય શ્રીહેમસૂરિ મારા જોવામાં આવ્યા, ત્યારે કૃપાથી તેમણે મને ભાતું આપાવ્યું અને જણાવ્યું કે--તને રાજ્યની પ્રાપ્તિ થશે.” આ તેમનું વચન દિવ્ય વાકયની જેમ સત્ય થયું, અને તે અદ્યાપિ ઘંટારવની જેમ મારા હૃદયમાં ગાયા કરે છે. વળી એ બિંબની પ્રતિwાના મિષથી એ ગુરૂને યાદ કરાવતાં તે મારા પર અત્યંત ઉપકાર કર્યો છે. કારણું કે કરેલ ગુણને ન જાણનાર અધમ નર સમજો. તથા શ્રીસિદ્ધરાજ પણું એ ગાર ભૂપતિને હણીને તેના ઘણે ભાયાતોને લીધે દેશ વસાવવાને સમર્થ ન થયો. અને ત્યારે તારા પિતાની બુદ્ધિથી તે બધા શત્રુઓનો એવી રીતે વિનાશ કરવામાં આવ્યો કે તેમનું નામ પણ જણાતું નથી. હવે તે દેશને ભોગવટામાં નાખ્યો અને ત્યાં અધિકારીઓ નીમવામાં આવ્યા છે. તારે પિતા આ બુદ્ધિમાન હતા એ બધું સ્વામિ ભક્તિનું ફળ સમજવું. વળી આ કીર્તિપાલ કુમાર તે વિગ્રહાદિકમાં પદાતિ સમાન સંગ્રામમાં અજ્ઞાત હતો, છતાં તારા પિતાએ જ એને વધારે ચાલાક બનાવ્યા. તેણે તને તીર્થોદ્ધારનું જે કામ ફરમાવ્યું છે, તે કાર્ય પણ અમારૂંજ છે, માટે અત્યારે જ તને હું આદેશ કરૂં છું કે––રાજ્યના ભંડારમાંથી જોઈએ તેટલું ધન લઈને એ તીર્થને સંપૂર્ણ ઉદ્ધાર કરો તથા મારા પ્રધાનના અને અને મારા મનવાંછિત પૂર્ણ કરે. વળી અત્યારે એ દેવનું બિંબ તું મને સત્વર બતાવ કે જે પુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે. તેની પૂજા કરતાં હું મારા જીવનને કૃતાર્થ બનાવું. પછી વાડ્મટ મંત્રીએ માર્ગ બતાવતાં કુમારપાલ રાજા ચાલીને તે જિનમં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459