________________ ( 316 ), શ્રી પ્રભાવક ચરિત્ર.. હાથે પ્રગભતાથી અગ્નિ સળગાવવાનો તેણે વિચાર કર્યો કે, જે કુમારના વિનાશને સૂચવનાર હતો. એ પ્રમાણે સાંભળતાં પ્રધાનો વિચારવા લાગ્યા કે—આપણે અહીં શું કરીએ ? ભવિતવ્યતા ઓળંગાય તેમ નથી. એને રાજ્યને બંશ થવાને છે અને કુમારપાલને વિજય થવાનો છે. પૂર્વના પોથી જે શ્રીસિદ્ધરાજની ગાદી પર બેઠે, એટલે એના સેવક સમાન પણ આ ગ્યતા ધરાવતા નથી.” એમ ચિંતવી લલાટપર અંજલિ જોડીને તે કહેવા લાગ્યો કે- સ્વામીના આદેશ અમને પ્રમાણ છે, તેમાં અમારે વિચાર કરવાને નથી.” પછી સુતારને બોલાવીને તેણે મહેલ બંધાવવાની શરૂઆત કરી, કે જેમાં ઉંચે વસ્ત્રના છેડા સમાન ચંચલ વસ્ત્રના સ્તંભ કરાવવામાં આવ્યા અને તેના પર તંબુ નાખીને તેને એક વિશાલ વસ્ત્રથી આચ્છાદિત કર્યો. તેને વિસ્તૃત ચંદ્રવાથી મંડિત કર્યો અને મોતી તેમજ પુપોના ગુચ્છથી તેને શણગારવામાં આવ્યા. તે જે કે બહારથી તો બહુ રમણીય દેખાતો, પરંતુ તેની એવી રચના કરવામાં આવી હતી કે તેની એક ખીલી ખેંચી લેતાં તે ખેરના અંગારાથી ભરેલ ખાડામાં પડે અને તરત ભસ્મીભૂત થઈ જાય. એ પ્રમાણે મહેલ તૈયાર થતાં પ્રધાનોએ આંખમાં આંસુ લાવીને નિવેદન કરતાં તેમનો નાયક બોલ્યો કે—મતિ એ કાર્યને સાથે છે.” પછી તેણે વિચાર કર્યો કે– જ્યારે એ એક તપસ્વીની જેમ આવી વિલાસ શયામાં દષ્ટિ લગાવીને બેસશે, કે તરત અધ:પતન થવાથી તે મરણ પામશે.” એમ ચિંતવીને તે પ્રભાતે સૈન્યમાંથી આવ્યો અને જમીનસુધી મસ્તક નમાવીને તેણે રાજાના ચરણે નમસ્કાર કર્યો. પછી દંભથી, વિષે ભરેલ અને મુખે અમૃતને ધારણ કરતા ઘટની જેમ સુજ્ઞ એવા તે મંડલેશ્વરે રાજાને વિનંતિ કરી કે–“હે સ્વામિન્ ! મહેરબાની કરીને મારા મહેલને અલંકૃત કરે. અને આજ ત્યાં જ ભેજનાદિક કરીને આરામ લેજો. આપ આવશે, તે પછી જ અમે અને અમારો પરિવાર ભેજન લેશે.” ત્યારે રાજાએ કહ્યું કે– તારા જે હિતકારી અને સ્વામિભક્ત બીજે કેણુ છે. પરમાર કુળમાં ઉત્પન્ન થયેલ તારા વિના બીજો કોઈ નિર્ભય નથી, આવા શુભ કાર્યમાં કેણ પ્રતિષેધ કરે? તારે આવાસ અમારે જોવાલાયક જ છે.” ' એટલે તેણે જણાવ્યું કે– સ્વામીને આદેશ મને પ્રમાણ છે.” એમ કહીને તે ભકતે પ્રથમના પરિવારને ભોજન કરાવ્યું અને પછી સ્વામીના શરીરની રક્ષા કરવામાં સદા તત્પર એવા અંગરક્ષકને બેલાવ્યા. તેમની આગળ બધી ષટરચના તેણે પ્રગટ કરી, તે વખતે એક મહાબુદ્ધિશાળી વૃદ્ધ પુરૂષ ઉભે હતો, એટલે અંગારને અત્યંત ઉગ્ર ગંધ તેના જાણવામાં આવ્યો, જેથી તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે–અહીં કંઇક આશ્ચર્ય જણાય છે. સ્વામીના દ્રોહને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust