Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 427
________________ શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર ( 31 ) હવે ૧૧વર્ષ વ્યતીત થતાં સિદ્ધરાજ મરણ પામે. એ વાત કયાંકથી જાણ વામાં આવતાં સત્ત્વશાળી કુમારપાળ પિતાના નગરમાં આવ્યું. ત્યાં પાસેના એક શ્રીવૃક્ષ નીચે બેસતાં દુગોદેવીને મધુર સ્વર તે સુજ્ઞના સાંભળવામાં આવ્યું. એટલે પોતાના ભાગ્યનું પ્રમાણ જાણવાની ઈચ્છાથી તેણે દેવીને બેલાવીને નિવેદન કર્યું કે–“હે જ્ઞાનનિધાન દેવી ! જે મને રાજ્ય મળે, એમ તારા જેવામાં આવતું હોય, તો મારા મસ્તક પર બેસીને તું કર્ણને પ્રિય લાગે તેવો સ્વર સંભળાવ.” આથી તેણે તરતજ તે પ્રમાણે કરતાં અતિ સ્કુટ સ્વરે જણાવ્યું કે- “તું રાજા થઈશ.” આ તેણીને સ્વર તેના મનરૂપ મહેલમાં દીપક સમાન થઈ પડ. પછી અંતરમાં રાજ્યપ્રાપ્તિની શંકા છતાં તેવા નિમિત્ત શોધવામાં તત્પર એવો કુમારપાલ નગરમાં આવ્યું અને શ્રીમાન સાંબને મળ્યો. તેની સાથે તે શ્રી હેમચંદ્ર ગુરૂપાસે ગયે, ત્યાં તેમને વંદન કરીને વિશિષ્ટ બુદ્ધિવાળો તે, આસનયુક્ત ગુરૂના પાટપર બેસી ગયા. ત્યારે શ્રી ગુરૂ કહેવા લાગ્યા કે –“તું અમારા આસનપર બેઠે, તેથી તને અવશ્ય રાજ્યની પ્રાપ્તિ થશે. તેમાં એજ એક મોટું નિમિત્ત છે.” એટલે કુમારપાલ બે કે–“હે પ્રભે ! રાજ્યની ઈચ્છા કરતાં મને અપવાદની ભીતિ નથી, પણ આપને અવિનય થાય, તેથી મને ભારે શંકા રહે છે.” હવે ત્યાં દશહજાર અને સ્વામી કેણુદેવ નામે સામંત તેને બનેવી હતો, તેને કુમાર રાત્રે મળે. એવામાં રાજ્યની સર્વ સત્તા ચલાવનાર અને રાજ્યયોગ્ય પુરૂષની પરીક્ષા કરનાર પ્રધાને સિદ્ધરાજના શિવમંદિરમાં એકઠા થયા. અહીં કુમાર પણ નગરના રાજમાર્ગો આવતાં એકત્ર થયેલા પ્રધાનને મળે. ત્યાં કૃણે તેને હાથ પકડીને તેને રાજમહેલમાં પ્રવેશ કરાવ્યું. તે વખતે ત્યાં બીજા બે રાજકુમારે દાખલ થયા. તેમાં એક સભાસદોને પ્રણામ કરીને બેઠે અને બીજે પણ પિતાનું ઉત્તરીય વસ્ત્ર વિસ્તારીને બેઠો. એટલે કૃષ્ણદેવે કુમારપાલને કહ્યું કે અહીં બેસ.” ત્યારે તે પોતાના વસ્ત્રયુગલને સંકેલીને એક શ્રેષ્ઠ આસન પર બેસી ગયો. આ બધે દેખાવ જોતાં ત્યાં બેઠેલા કેટલાક નીતિજ્ઞ પ્રધાને વિચારવા લાગ્યા કે–આમાં એક કુમારે તે પ્રણામ કર્યા. જે નિદ્ય બુદ્ધિ નિસ્તેજ હોય, તે પોતાના સ્વજને તથા શત્રુઓથી પરાભવ પામે છે. તેમજ સંધ્રાંત દષ્ટિથી જેનાર અને પિતાના વસ્ત્રના છેડાને છુટે કરનાર હોય, તેની પાસેથી શત્રુ રાજાઓ સમસ્ત રાજ્ય છીનવી લે; પરંતુ આ કુમારપાલ કે જેને માટે નૈમિત્તિકેએ અનુમતિ આપી છે, અને જે દૈયપૂર્વક દષ્ટિ ચલાવતે તથા પોતાના અને સંકલને અહીં આવ્યો છે, એ શત્રુઓને નિગ્રહ કરશે અને દિશાઓને તાબે કરશે તેમજ એ મહાભાગ્યશાળી લક્ષમીવડે ચક્રવત્તી સમાન થશે, માટે દુર્બદ્ધિને ધ્વસ કરનાર એવા આ કુમારપાલને અહીં રાજ્યાભિષેક કરો. એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459